________________
૪૦૮
પ્રવચન ક્રમાંક - ૧૧૩, ગાથા ક્રમાંક-૧૪૦ વાતો કરે છે પણ નજર જગતના પદાર્થો ઉપર છે. આ ઠંદ્ર સમજી લો, રાજમતીએ કહ્યું કે ભોગ વખ્યાં રે મુનિ મનથી ન ઈચ્છ, નાગ અગંધનકુળના હોય રે.
દેવરિયા મુનિવાર ધ્યાનમાં રહેજો.' મુનિરાજ એવા હોય કે જે ભોગ વમી નાખ્યાં છે તેને પછી ઇચ્છતા નથી. આ વમી નાખેલા પદાર્થો ભોગવવામાં તમને શું રસ ? છતાં જો ઈચ્છે તો તેનું જ્ઞાન વાચાજ્ઞાન છે. વાચાજ્ઞાની પોતે તરતા નથી અને બીજાને તારી પણ શકતા નથી.
આ બે ગાથાઓમાં જ્ઞાની કેવો હોય ? તેની અવસ્થા-અંતરંગ દશા કેવી હોય ? જગત સાથે તેનો અભિગમ – એપ્રોચ કેવો હોય ? એ જગતને – પદાર્થોને એક માનીને ચાલે છે. સ્વપ્ન સમજીને ચાલે છે માટે કયાંય પણ અટકતો નથી, ઊભો રહેતો નથી, એમાં રોકાતો નથી. એમાં ભય રાખવા જેવો પણ નથી. સ્વપ્નામાં મળ્યું તો પણ બરાબર છે. સ્વપ્ન ગયું તો પણ બરાબર છે. કારણ કે કંઈ થતું નથી, જાગ્યા પછી સબ સરખા. કંઈ હાથમાં આવ્યું પણ નહિ અને કંઈ ગયું પણ નહિ. માટે કહ્યું કે કોઈપણ ઠેકાણે સમજયા વગર ઊભા રહેશો તો મુશ્કેલ. સ્વપ્નામાં લૂટાયા કે ધનના ઢગલા મળ્યા પણ તે ખોટું છે. આખું જગત સ્વપ્ન જેવું છે, આવું જે સમજાવે છે તે પણ જગતમાં રહેવાના અને તમે પણ રહેવાના, પણ તે રહેવાની રીત બદલાઈ જાય. તેથી આ જે આસક્તિ છે, ખદબદાટ છે, કલેશ છે, વૈમનસ્ય છે, મોહ છે, પ્રપંચ અને ખટપટ છે, આટલી બધી મૂંઝવણ અને કંઠ અનુભવાય છે તે બધું જ શાંત થઈ જાય અને તમે શાંતિથી જીવી શકો. આનંદથી, પ્રેમથી, સ્વસ્થતાથી, ભય વગર જીવી શકો. કારણ? આ જગત દેખાય છે પણ તે સ્વપ્ન જેવું છે, સત્ય નથી. સ્વપ્નામાં મૂંઝાવા જેવું પણ નથી અને ખુશ થવા જેવું પણ નથી. સ્વપ્ન એ સ્વપ્ન જ છે. પૂ. આનંદધનજી મહારાજે કહ્યું છે
સ્વપ્નસુ કો રાજ સાચ કરી માચત, રાચત રે છહ ગગન બદલી રે.
સ્વપ્નામાં મળેલું રાજય એને સાચું માની જો કોઈ ચાલે તો લોકો તેને મૂર્ખ કહે છે. સ્વપ્નામાં રાજ્ય મળ્યું અને સવારે કહેવા નીકળ્યો કે હું હિંદુસ્તાનના વડાપ્રધાન છું. ઓલો કહેશે તારા દેદાર તો જો, તું વડાપ્રધાન કેવી રીતે થાય ? કહે મને સ્વપ્ન આવેલું ? સ્વપ્નામાં જે ઘટના ઘટે છે તે સાચી નથી તેમ જગતમાં જે ઘટનાઓ ઘટે છે તે પણ સાચી નથી. તેના માટે રાગદ્વેષ કરવા જેવા નથી. તમારે જીવવું છે તો રાગદ્વેષ કર્યા વગર જીવી શકાશે પણ તમારે એમ સમજવું પડે કે આ એક છે. તેના માટે ઝઘડો કરવા જેવું નથી. નોટોની થપ્પીઓ પડી હોય અને કોઈ પૂછે કે આ શું છે? તો આપણે મલકાઈને કહીએ છીએ કે કરન્સી નોટો છે, પણ જ્ઞાની કહેશે એ બધું એઠવાડો છે. કેટલાના હાથો આ નોટને અડ્યા હશે? કેટલાના હાથમાં આ નોટો ફરી હશે ? લાંબો ટાઇમ નોટોને કોઈ એક હાથમાં રહેવું ગમતું નથી. તેને ફરવું ગમે છે, એટલે તો કહીએ છીએ કે લક્ષ્મી ચંચળ છે. એક ઠેકાણે તે સ્થિર રહી શકતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org