________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૪૦૯ નથી. તેને બાંધો તો બંધાઈને રહેતી નથી. હોવું કે ન હોવું તે માત્ર સ્વપ્ન સમાન છે. આવી એક સમજણ જેને પ્રાપ્ત થઈ છે તે જગતમાં જીવે તો છે પણ આનંદથી જીવે છે. જો કોઈ બે શબ્દો મીઠા કહે તો ખુશખુશ થઈ ગયા અને કોઈ વઢયું તો રિસાઈ ગયા તેમ તેને થતું નથી. જાગ્યા પછી એમ થાય કે આ તો બધું બન્યું તે સ્વપ્ન સમાન છે, રાજી થવા જેવું કે નારાજ થવા જેવું નથી. કોઈ કહે તે ગાંઠે બાંધવા જેવું નથી.
જુઓ, જ્ઞાની બનશો ત્યારે બનશો, સંપૂર્ણપણે મોહનો ક્ષય થશે ત્યારે થશે પણ આ બધું બને છે તે સ્વપ્ન સમાન છે, આ વાતની સમજણ આપણામાં આવી જાય તો તમારું જીવન સુખમય, શાંતિમય અને પ્રસન્નતાપૂર્ણ થશે, પછી તમે ગાંઠે નહિ બાંધો. તમને હૃદયમાં ઘા નહિ લાગે. આપણે ઘણી વખત કહીએ છીએ કે તેમણે જે કર્યું છે તે અમે ભૂલ્યા નથી. હજુ હૈયે ચોટયું છે. શું કામ હૈયે ચોંટાડી દુઃખી થાવ છો? જરૂર શી ? તે બોલ્યો તે પણ સ્વપ્ન અને તમે દુઃખી થયા તે પણ સ્વપ્ન અને જો સ્વપ્ન હોય તો તેને સાચું માની દુઃખી સુખી થવાની જરૂર શી ?
વેદાંતે જગતને સ્વપ્ન કહ્યું, વેદાંતનું સૂત્ર છે, “બ્રહ્મ સત્, જગત્ મિથ્યા.” મિથ્યા છે એટલે તમને દેખાય છે તેવું નથી. તમે માનો છો અને સમજો છો તેવું નથી. આ પદાર્થો કાયમ તમારી પાસે રહેશે નહિ, ભર્તુહરિ કહે છે કે કાં તો તમે પદાર્થોને છોડી જશો અથવા પદાર્થો તમને છોડી જશે. બેમાંથી એક ઘટના તો ઘટશે જ ને ! અને છેલ્લો વરઘોડો જયારે નીકળશે ત્યારે તમારા ફલેટમાં ગમે તેટલું ભર્યું હોય, સોફાસેટ, ટીવી, કારપેટ પાથરેલી હોય પણ કંઈ લઈ જઈ શકાશે નહિ. સિકંદર ખાલી હાથે જ ગયેલો. તેણે કહ્યું કે મારી શબયાત્રા નીકળે ત્યારે હીરા મોતીના ઢગલા આગળ રાખજો. આ શસ્ત્રો ખિતાબો સાધનો સાથે લાવજો અને કહેજો કે આ બધા સાધનો મેળવવા માટે સિકંદરે આખી જીંદગી લડાઈ કરી, પણ આ બધા સાધનો અહીં જ મૂકીને સિકંદર જાય છે. આ સાધનો અહીં જ પડ્યા રહેશે. અને બીજી પણ વાત એ કરી કે મારી પાસે કુશળમંત્રીઓ પણ હતા, તેઓ કાયદાનો ગમે તેવો ગૂંચવાડો ઉકેલી શકે અને ગમે તેવા પ્રશ્નો હલ કરી શકે પરંતુ મૃત્યુનો ગૂંચવાડો મારા મંત્રીઓ હલ કરી શક્યા નથી. એક ત્રીજી વાત પણ એ કરી કે મારો જનાજો નિષ્ણાત વૈદ્યો ઉપાડે બીજા કોઈ નહિ. હું જગતને કહેવા માંગું છું કે નિષ્ણાત વૈદ્યો પણ મને બચાવી શક્યા નથી. “દોરી તૂટી આયુષ્યની તો સાંધનારું કોણ છે ?' તેઓ મારા આયુષ્યની દોરી લંબાવી શક્યા નથી. હજારો સ્ત્રીઓ સાથે ચાલી રહી છે તે પણ સાથે આવી શકતી નથી. અને બહુ મહત્ત્વની વાત તો તેણે એ કરી કે મારા બંને હાથ નનામીના કફનની બહાર રાખજો. દુનિયાને ખબર પડે કે સિકંદર જઈ રહ્યો છે પરંતુ દુનિયામાંથી કંઈપણ લીધા વગર, ખાલી હાથે જઈ રહ્યો છે. આ બધું સ્વપ્ન જ છે તેમ આપણને સમજાય તો જીવન બદલાઈ જશે. કલેશ, કંકાસ, ઝગડાઓ ઓછા થઈ જશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org