________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૫૩ કોઈની મિલકત નથી, થાપણ નથી, ધર્મ એ પ્રાણીમાત્રનો અધિકાર છે. ધર્મ વસ્તુનો સ્વભાવ છે. જેને ધર્મ કરવો છે તેને પરમકૃપાળુદેવે કહ્યું છે કે મુખ્ય આ સાધના છે, બાકી બધી સાધના આના માટે કરવાની છે. આ સામાયિક, આ પ્રતિક્રમણ, પૂજા, દેવદર્શન, દેવવંદન, ઉપવાસ, તપ, સત્સંગ, સ્વાધ્યાય, શાસ્ત્ર વાંચન, તત્ત્વ વિચાર, ભક્તિ આ બધું શેના માટે છે ? આ મુખ્ય ગાંઠ તોડવા માટે છે. હર પળે અંદર જોવું પડશે. બીજા તરફ જોવાની વાત નથી કરતા. બીજા તરફ જોવામાં આપણે બહુ નિષ્ણાત છીએ. બીજાના રાગ દ્વેષ કેટલા ઘટ્યા તેનો તાળો આપણી પાસે છે. પરંતુ ભાઈ ! તારો તાળો તો મેળવ. બીજાના રાગ દ્વેષ ઘટ્યા કે ન ઘટ્યા તેનું તારે શું કામ છે? પણ તારા પોતાના રાગ, દ્વેષ કેટલાં ઘટ્યા તે જો. મહાપુરુષો કહે છે કે રાત દિવસ શેનો વિચાર કરવો ? શાનું ચિંતન મનન કરવું? આપણાં રાગ, દ્વેષ, અજ્ઞાન કેટલાં ઘટ્યાં, છૂટ્યાં, તૂટ્યાં, ઓછાં થયાં, દબાયાં, ઉપશમ પામ્યાં, ક્ષય પામ્યાં તે વિચારવું. એનું બળ કેટલું તૂટ્યું ? રાગ દ્વેષનું બળ તૂટતું જાય, પછી તમારું આત્માનું બળ વધતું જાય તેનું નામ અધ્યાત્મ અને રાગ દ્વેષનું બળ વધતું જાય અને તમારું બળ ઘટતું જાય તેનું નામ સંસાર. તમારું બળ શેનાથી વધશે ? પૈસાથી નહિ, સત્તાથી નહિ, રૂપથી નહિ, બહારના પદાર્થોથી નહિ. જેટલા રાગ દ્વેષ ઘટે તેટલું તમારું બળ વધે અને જેટલાં રાગ દ્વેષ વધે તેટલું તમારું બળ ઘટે.
આત્મબળ એ સૌથી મોટું બળ છે. ગૌતમ સ્વામીને કેશીકુમારે પ્રશ્ન કર્યો, પ્રભુ! હું આપને જોઉં છું. આપ મુક્ત અને સ્વતંત્ર લાગો છો. કોઈ બંધન આપનામાં દેખાતું નથી. આપ બંધનથી કેવી રીતે મુક્ત બન્યા ? કેશીકુમાર ભગવાન પાર્શ્વનાથના ગણધર છે, તેઓ મહાવીર સ્વામીના શિષ્ય ગણધર ગૌતમ સ્વામીને પૂછે છે. બન્ને પ્રેમથી મળ્યા છે, સાથે બેસીને ચર્ચા કરે છે તે વખતે ગૌતમ સ્વામીજીએ કહ્યું કે
रागदोषादओ तिव्वा, नेहपासा भयंकरा । ते छिदित्तु जहानायं, विहरामि जहक्कम्मं ॥
(ઉત્તરાધ્યયન સૂત્ર. ૨૩/૪૩) કેશીકુમાર ! રાગ, દ્વેષ, મોહ વગેરે તીવ્ર સ્નેહ પાશો છે, મજબૂત પાશો છે. મજબૂત બંધન છે. પરમકૃપાળુ પરમાત્માની કૃપાથી, જ્ઞાનની ધારદાર તલવારથી, એ પાશો છેદીને, મુક્ત બનીને અમે વિહરી રહ્યા છીએ. અમારા જીવનમાં હવે દુઃખ નથી, ભય નથી, ચિંતા નથી, શોક નથી, આવી અવસ્થા અમને પ્રાપ્ત થઈ છે. આનું નામ ધર્મ.
“રાગ દ્વેષ અજ્ઞાન' એ મુખ્યકર્મની ગાંઠ છે. કર્મનો માલ આ ગાંઠમાંથી તૈયાર થાય છે. અને રાગ, દ્વેષ અજ્ઞાન આ ત્રણે તેમાં સાથે હોય છે. અજ્ઞાન વગર રાગ નહિ અને રાગ વગર દ્વેષ નહિ. આ રાગ દ્વેષ અને અજ્ઞાન આ ત્રણેનું એકત્વ એ ગાંઠ. એ ગ્રંથિથી નિવૃત્તિ થાય તો કર્મબંધ છૂટે. લોકો કહે છે, બહુ સાંભળ્યું. હવે નિવૃત્ત થયું છે. લોકોની ભાષા અને સમજ અભુત હોય છે. આપણને થાય કે ફળદ્રુપ ભેજું છે. કેટલું સાંભળવું ? બસ, બહુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org