________________
પ૨
પ્રવચન ક્રમાંક - ૭૧, ગાથા ક્યાંક-૧૦૦ આવે છે ને? ઘર આવે છે ને ? જમીન આવે છે ને ? અમે એક ગામમાં વહોરવા ગયેલા. પાંચ-સાત ઘર હશે. એક ભાઈ અમારી સાથે ઘર બતાવવા આવ્યા. ત્રણ-ચાર ઘેરથી આહાર લીધો પછી ત્યાં ઊભા રહ્યા અને મને કહે કે મહારાજ ! ઓલું સામું દેખાય છે તે પણ જૈનનું ઘર છે, તમે ત્યાં જાવ. મેં કહ્યું કે તમે સાથે નહિ આવો? ના, એ ઘેર હું પગ મૂકતો નથી? મેં પૂછ્યું એમ કેમ ? કોણ છે એ? તો કહે મારો સગો ભાઈ છે અને અમારે ત્રણ ચાર વર્ષથી પાંચ ફૂટના ઓટલા માટે કેઈસ ચાલે છે. પાંચ ફૂટના ઓટલા માટે કેટલાં વેર વિરોધ? સામાયિક અને પ્રતિક્રમણ કરે છે, ઉપવાસ કરે છે, મિચ્છામિ દુકકડે બોલે છે પણ પાંચ ફૂટનો ઓટલો કોનો ? તે નક્કી થવું જોઈએ. આ રાગનું જોર છે, રાગની તાકાત છે. જગતમાં ચારે તરફ જો કંઈ પીડા હોય તો રાગની પીડા છે. શાસ્ત્રો એમ કહે છે કે વસ્તુ પ્રત્યે રાગ થાય છે અને જીવ પ્રત્યે દ્વેષ થાય છે.
પુનરાવૃત્તિ કરીને કહું છું કે વસ્તુ, પદાર્થ પ્રત્યે રાગ થાય છે અને દેહ પ્રત્યે પણ રાગ થાય છે. દેહ પણ જડ છે. તે નિમિત્તે અંદર દ્વેષ થાય છે. દ્વેષ થયા પછી ચારે કષાયો પોતાના કામે લાગી જાય છે. છેલ્લી વાત, આ રાગ અને દ્વેષ એ બંને આત્માને ભૂલાવીને પર વસ્તુમાં જે તન્મયતા કરાવે છે, એ તન્મયતા કરાવનાર પરિબળને અજ્ઞાન કહેવાય છે. જ્ઞાનનું જેમ કામ છે તેમ અજ્ઞાનનું પણ કામ છે. અજ્ઞાન પરમાં પોતાપણાની ભ્રાંતિ કરાવે છે, માટે કહ્યું કે રાગ, દ્વેષ, અને અજ્ઞાન વગેરે કર્મોના ઉદયમાં ન તણાતાં, સર્વ પર પદાર્થોથી પોતાનું સ્વરૂપ ભિન્ન જાણીને એમાં સ્થિર થવું તે જ મોક્ષનો માર્ગ છે.
શું સાધના કરવાની ? શું ધર્મ કરવાનો? શેની ઉપાસના કરવી ? પરમાત્માની, સદ્ગુરુની, સશાસ્ત્રની, સદ્ધર્મની. પરમાત્મા એ જ હોઈ શકે જેઓ પોતે સ્વયં વીતરાગ છે, રાગ દ્વેષથી મુક્ત છે. સદ્ગુરુ પણ એ જ હોઈ શકે કે જેઓ રાગ દ્વેષને જીતવા માટેનો પ્રચંડ પુરુષાર્થ કરે છે. સત્ શાસ્ત્રો એ જ હોઈ શકે જેમાં રાગ દ્વેષને કેમ જીતવાં, તેની પ્રક્રિયા બતાવી હોય અને સદ્ધર્મ પણ એ જ હોઈ શકે જેનાથી રાગ દ્વેષ જીતાતાં હોય.
જે જે અંશે રે નિરુપાધિકપણું, તે તે જાણો રે ધર્મ,
સમ્યગુદૃષ્ટિ ગુણઠાણાં થકી જાવ લહે શિવશર્મ. જેટલા જેટલા અંશમાં રાગની ઉપાધિ, દ્વેષની ઉપાધિ, અજ્ઞાનની ઉપાધિ ઓછી થાય, તેટલા અંશમાં ધર્મ. ધર્મનું સરવૈયું કાઢવું હોય તો ઉપાય એ છે કે રાગ દ્વેષ જેટલાં ઘટ્યાં એટલો ધર્મ વધ્યો. જેમ જેમ રાગ, દ્વેષ, અજ્ઞાન ઘટતાં જાય તેમ તેમ ધર્મ ખીલતો જાય, એક ક્ષણ એવી આવે કે રાગ, દ્વેષ, અજ્ઞાન સંપૂર્ણપણે દૂર થાય, પરિપૂર્ણ વીતરાગતા પ્રાપ્ત થાય, પરિપૂર્ણ ધર્મ એનામાં પ્રગટ થાય. આવો પરિપૂર્ણ ધર્મ પ્રગટ થાય એવી અવસ્થાને મહાપુરુષોએ મોક્ષ કહ્યો છે. આવો મોક્ષ જેનાથી પ્રાપ્ત થાય તે જ મોક્ષનો પંથ છે.
ફરીથી, ધર્મો અનેક હોઈ શકે નહિ, ધર્મો અલગ અલગ હોઈ શકે નહિ, ધર્મના સંપ્રદાય કે મત હોઈ શકે નહિ, માન્યતા હોઈ શકે નહિ. ધર્મ કોઈ વ્યક્તિનો હોઈ શકે નહિ. ધર્મ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org