________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
તે ખોટું. એ એટલા માટે થાય છે કે પર વસ્તુ તરફ ખેંચાય છે, રાગ થાય છે.
રાગ ન કરવો હોય તો શું કરવું ? રાગ ન કરવો હોય તો ઉદાસીનતા રાખવી. ‘અધ્યાત્મકી જનની અકેલી ઉદાસીનતા'. જનની એટલે મા. અધ્યાત્મને જન્મ આપનારી કોઇ મા હોય તો ઉદાસીનતા છે. ગંભીર મોઢું, સ્મશાનમાંથી આવતા હોય તેવું મોઢું કે શેરબજારના ભાવો ગગડી ગયા હોય અને મોઢું પડી જાય તે ઉદાસીનતા નથી. ઉદાસીનતાનો અર્થ એ થાય છે કે પદાર્થો અને સંયોગોથી ઉપર ઊઠવું, ઉદ્+આસીન, આસીન એટલે બેસવું.પદાર્થની સાથે નહિ, પદાર્થના નીચે નહિ પણ પદાર્થ, વસ્તુ અને સંયોગોથી ઉપર ઊઠવું. ઉપર ઊઠવું એટલે તેમાં આસક્ત બનવું નહિ, ડૂબવું નહિ. ઉદાસીનતા આવે તો બીજું શું પરિણામ આવે ? ઉદાસીનતા આવે તો તે નિમિત્તે અંદરમાં દ્વેષનો પરિણામ ન આવે. દ્વેષને અલગ રીતે કાઢવાની જરૂર નથી. ઉદાસીનતા આવશે તો દ્વેષ તેની મેળે જશે. દ્વેષને કાઢવાનો ઉપાય પ્રેમ છે. પ્રેમ વગોવાઇ ગયેલ શબ્દ છે એટલે પ્રેમને બદલે મૈત્રીભાવ શબ્દ વાપરીશું. જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રી હોય. દ્વેષ જાય તો મૈત્રી આવે. જેટલો પદાર્થો પ્રત્યે, વસ્તુ પ્રત્યે અને સંયોગો પ્રત્યે રાગ એટલો વ્યકિત પ્રત્યે દ્વેષ. સમજી લેજો, આ દ્વેષની પેદાશ કેવી રીતે થાય છે ? ટલી રાગની તીવ્રતા હશે તેટલી દ્વેષની પણ તીવ્રતા હશે.
ન
શ્રેણિક રાજાએ કોણિકને રાજ આપ્યું અને હલ્લ વિહલ્લને હાર, હાથી અને કુંડલ આપ્યા. હવે એક વખત હાથી ઉપર બેસીને હલ્લ વિહલ્લની પત્નીઓ નીકળી અને કોણિકની પત્ની પ્રભાવતીએ આ જોયું. હાર અને કુંડલ સુંદર લાગતાં હતાં. પ્રભાવતીએ પોતાના પતિને કહ્યું, જુઓ, આ રાજ તમારું છે કે બીજા કોઇનું ? રાજ જો તમારું હોય તો હાથી ઉપર આ કુંડલ અને હાર પહેરીને હલ્લ વિહલ્લની પત્ની નીકળે અને હું એમને એમ રહી જાઉં ? આ રાજ તમારું કે બીજા કોઇનું? આ ચાવી ટાઇટ કરવાની રીત છે. હાર ને હાથી પ્રત્યે રાગ થયો, આસક્તિ થઇ, કથા એવી દુઃખદ છે કે તેના કારણે યુદ્ધ થયું અને એ યુદ્ઘમાં એક કરોડ એંશી લાખ માણસોનો સંહાર થયો. પરિણામ એ આવ્યું કે સેચનક હાથી, હાર અને કુંડલ કોઇના ન રહ્યાં. યુદ્ધ થયું અને કેટલાય માણસો ખતમ થયા. પરંતુ એના મૂળમાં કોણ ? રાગ. રાગ હશે તો દ્વેષ આવ્યા વગર રહેશે નહિ. તમે ભલે પ્રેમનાં ગીતો ગાવ અને પ્રેમની વાત કરો પણ એનાથી જીવનમાં પરિવર્તન નહિ આવે. રાગ, દ્વેષને લાવ્યા વગર રહેશે નહિ. એટલા માટે કહ્યું કે વસ્તુ નિમિત્તે વ્યકિત ઉપર દ્વેષ થાય છે. પદાર્થ જડ, વસ્તુ જડ અને તેના નિમિત્તે જીવતા માણસની સાથે દ્વેષ ? કુટુંબમાં, ઘરમાં આગ લાગે છે, તે કાંઇ અમસ્તી લાગતી નથી. રાગની આગ લાગે છે. બધી આગ ઓલવાઇ જાય, પણ રાગની આગ ઓલવાતી નથી. આ રાગ નિમિત્તે દ્વેષ. જુઓ ! આ પૃથક્કરણ જુઓ ! રાગ વગર દ્વેષ નહિ થાય, અને રાગ ગયા વગર દ્વેષ નહિ જાય.
૫૧
ફરીથી સમજી લો, ગમે તેટલી પ્રેમની વાતો કરો, લોકો કરે જ છે ને ? પ્રેમથી રહો, હળીમળીને રહો, હસતાં હસતાં રહો, પણ કયાંથી રહેવાય ? વચમાં વસ્તુઓ અને પદાર્થ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org