________________
૫૪
પ્રવચન ક્રમાંક - ૭૧, ગાથા ક્યાંક-૧૦૦ થયું. કેટલાય આશ્રમોમાં જઈ આવ્યાં પણ કયાંય ઠરીને રહી શકતા નથી. '
એક ઠેકાણે ઠરવું. કોનામાં કરવું ? બહાર કરવા જેવું છે જ નહિ. બહારથી નીકળીને અંદર કરવા જેવું છે. પણ રાગ, દ્વેષ અને અજ્ઞાન આ ત્રણ ઠરવા દેતા નથી. ખો-ખો ની રમત જોઇ હશે. એક છોકરો બેઠો હોય અને પાછળથી બીજો આવીને કહે ખો, એટલે તે દોડવા લાગે. તમે ધ્યાન કરવા બેઠા હો અને રાગ આવીને કહે હો, તો તમે તુરત જ ઊભા થઈ જાવ, જરાય વાર ન લાગે. આમ તો તમે પ્રેમ અને મૈત્રીની વાત કરતા હો અને દ્વેષ આવીને કહે ખો, તો પ્રેમ ગયો, મૈત્રી ગઈ. આ ખો ખોની રમતમાંથી મુક્ત થવાની જરૂર છે. બહુ રમ્યા, રમી રમીને ઘરડા થઈ ગયા. અનંતકાળ આ રમતમાં ગયો. પરમકૃપાળુ દેવ કહે છે કે, “થાય નિવૃત્તિ જેહથી તેજ મોક્ષનો પંથ.”
આ ધર્મમાં મતભેદો નથી, આ ધર્મમાં શાસ્ત્રોનો વિરોધ નથી, અલગ અલગ કોઈ પ્રક્રિયા નથી. આ ધર્મમાં કોઈ હઠાગ્રહ-મતાગ્રહ નથી. સર્વને સંમત થાય તેવો ધર્મ છે, કારણ કે જ્ઞાની પુરુષોએ કહેલો છે. વ્યવહાર સમક્તિની વ્યાખ્યા કરતી વખતે એમ કહ્યું કે સદૈવ, સદ્ગુરુ, સદ્ધર્મ અને સન્શાસ્ત્રની શ્રદ્ધા તે સમતિ. વીતરાગ હોય તે જ પરમાત્મા-સવ અને તેમની શરણાગતિનો સ્વીકાર. રાગદ્વેષને જીતવા માટે રાત દિવસ પુરુષાર્થ કરે તે સદ્ગુરુ. દશવૈકાલિકમાં શ્રમણ શબ્દ છે. શ્રમ શબ્દમાંથી શ્રમણ શબ્દ બન્યો છે, શ્રમ એટલે મહેનત કરનારો. ભગવાન મહાવીરનો સાધુ એ શ્રમણ છે, મહેનત કરનારો છે, એ શેના માટે મહેનત કરે છે? રાગ દ્વેષને જીતવા માટે, એટલા માટે તેમને સદ્ગુરુ કહ્યા. જેમાં રાગ દ્વેષને જીતવાની પદ્ધતિ બતાવી, પ્રક્રિયા છે તે સન્શાસ્ત્ર.રાગ દ્વેષ જેનાથી જીતાય તેવી જે પ્રક્રિયા તેનું નામ સદ્ધર્મ છે. સવ, સશાસ્ત્ર, સદ્ગુરુ અને સદ્ધર્મ તેની પ્રતીતિ, એની શ્રદ્ધા એનું નામ વ્યવહાર સમ્યગ્દર્શન અને તેની પ્રતીતિ કરીને રાગથી, દ્વેષથી અને અજ્ઞાનથી નિવૃત્ત થવું, એવી અવસ્થા થવી તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. બે સભ્ય દર્શન સાથે જો થાય તો તે મોક્ષનો પંથ છે. નિઃશંકપણે પરમકૃપાળુદેવે વાત કરી છે કે સો ટકા આ જ મોક્ષનો માર્ગ છે. બીજો માર્ગ હોઈ શકે નહિ. અનંતકાળથી ધર્મ કર્યો છે, પણ રાગ દ્વેષ અને અજ્ઞાનથી નિવૃત્તિ થઈ નથી માટે આત્મ સ્વરૂપને ઓળખવું. અને સ્વરૂપને ઓળખીને પર પદાર્થ પ્રત્યે જે ઢળવાપણું છે તે ટાળવું અને પર વસ્તુની આસક્તિને કારણે બીજા જીવો પ્રત્યે જે દ્વેષ થાય છે તેને દૂર કરવો. ત્રણ શબ્દો મળ્યાં, એક શબ્દ ઉદાસીનતા, બીજો મૈત્રી અથવા પ્રેમ અને ત્રીજો શબ્દ વસ્તુ તત્ત્વ જેમ છે તેમ તેનું યથાર્થ જ્ઞાન. આની સામે પણ ત્રણ શબ્દો છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન. આ તમામ શાસ્ત્રો આ ત્રણ શબ્દો ઉપર છે. એક સપોર્ટર છે અને એક વિરોધી છે. જે વિરોધી તેને આપણે સપોર્ટર માન્યા અને જે સપોર્ટર છે તેને આપણે વિરોધી માન્યા.
રાગનો રાગ એ અનંતાનુબંધી કષાય છે. રાગની મીઠાશ આપણને ગમે છે. એટલા માટે કહ્યું કે મોટો ભોરીંગ નાગ ફૂંફાડા મારતો આવતો હોય, તો આપણે તેનાથી ડરીને ચેતી જઈએ. પણ ઉંદર મામા આખી રાત કરડે, આખો પગ ફોલી ખાય પણ તેના મોંમા રસાયણ હોવાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org