________________
૪૧૮
પ્રવચન ક્રમાંક - ૧૧૪, ગાથા ક્યાંક-૧૪૧-૧૪૨ લોભ બધાથી જે ઉપર ઉઠે છે તે સ્થિતપ્રજ્ઞ છે. રાગ અને દ્વેષની ગ્રંથિઓને જે દૂર કરે છે તે સ્થિતપ્રજ્ઞ છે. મોક્ષનો માર્ગ અટપટો નથી, ગંભીર નથી. કાનમાં ફૂંક મારવાની જરૂર નથી. અરે મોટેથી બોલને, કોઈ સાંભળી જાય તો શું થયું ? પાછા ભલામણ કરે. આ મંત્ર અમે તમને આપ્યો છે. કોઈને તે કહેશો તો મંત્ર તૂટી જશે.
રાગ, દ્વેષ અને અજ્ઞાન આ ગ્રંથિ છે, ગાંઠ છે. “થાય નિવૃત્તિ જેહથી.” તે શોધો. રાગ અને દ્વેષ શેનાથી વધે ? અને શેનાથી ઘટે ? આ જો નક્કી થઈ જાય તો જેનાથી ઘટે તે ઉપાય અજમાવો અને જેનાથી વધે તે બંધ કરો. ડોક્ટરને પૂછશો કે હાઇપર એસિડીટી થઈ છે, છાતીમાં બળ્યા જ કરે છે તો દવા આપો. ડોક્ટર કહેશે કે દવા પછી આપું. પહેલાં તું તળેલું, તીખું, તમતમતું ખાવાનું છોડી દે. તે પૂછશે કે સાહેબ ! અથાણું ખવાય કે નહિ ? તીખું તમતું ના પાડી અને તું અથાણાનું પૂછે છે ? પણ જીભનો રસ ! જેનાથી રાગ વધે તે બંધ કરવાનું અને જેનાથી રાગ ઘટે તે આચરવું. આ સીધો ધર્મ છે. જેનાથી દ્વેષ વધે તે દૂર કરવાનું, જેનાથી દ્વેષ ઘટે તે આચરવું, એટલા માટે જ મૈત્રીભાવ. રોજ બોલવાનું કે નિતી.
સવ્વપૂબેલુ જગતના સર્વ પ્રાણીઓ પ્રત્યે મને મૈત્રીભાવ છે. કોઇના પ્રત્યે પણ મને વેરભાવ નથી, તેમ રોજ બોલવાનું અને પછી કરવાનું. કોઈના પ્રત્યે ધૃણા, તિરસ્કાર, નફરત કે દ્વેષ થયો હોય તો સામે ચાલીને જાવ અને હિંમત કરીને કહો કે હું તારી પાસે ક્ષમા માંગવા આવ્યો છું. ક્ષમા માંગે તે વીર કહેવાય અને ક્ષમા આપે તે મહાવીર કહેવાય. તો આપો, જરૂર આપો. જેનાથી રાગ, દ્વેષ અને અજ્ઞાનની નિવૃતિ થાય તે મોક્ષપંથ છે. આટલી વાત આપણે વિચારી ગયા છીએ. આ મોક્ષનો પંથ તમને બતાવ્યા પછી થાય શું ? બહુ મહત્ત્વની વાત,
આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત;
જે થી કેવળ પામિએ, મોક્ષપંથ એ રીત. આ ગાથા સોનાના અક્ષરે લખી ઘરમાં ટીંગાડવા જેવી છે. ઘરમાં દાખલ થતાં જ વાંચો. આત્મા સત્ છે, ચૈતન્યમય છે, જ્ઞાનમય છે, સર્વ આભાસ રહિત છે, જેનાથી એ કેવળ આત્માની પ્રાપ્તિ થાય તે જ મોક્ષપંથ છે. મોક્ષ મેળવવાની રીત છે. કૃપાળુદેવે સમાપન કરતાં એમ કહ્યું કે મોક્ષના ઉપાયો જે કહ્યા છે તેમાં પ્રવર્તે તો શું થાય ? શબ્દની ખૂબી જુઓ. “સ્થાનક પાંચ વિચારીને છઠે વર્તે છેડ', પાંચ સ્થાનક વિચારીને જે છઠ્ઠામાં પ્રવર્તે છે તેને શું લાભ થાય. “પામે સ્થાનક પાંચમુ' એટલે પાંચમું સ્થાનક મોક્ષ છે તેને પામે. અત્યાર સુધી તો ગરબડ હતી કે મોક્ષમાં જઈએ ત્યાં ટી.વી. ન હોય, ઈન્ટરનેટ ન હોય, ટાઇમ કેમ જશે? કોમ્યુટર ન હોય, પકોડીપૂરી, ભેળ ન હોય. અલ્યા, આ બધામાં સાચું સુખ નથી. તેના વગર પણ સુખ હોઈ શકે છે. સમાધિમાં આનંદ અનુભવી શકાય છે.
હવે આત્મસિધ્ધિ ભણીને શું કરવું? આપણો કોર્સ તો પૂરો થયો એટલે હવે શું કરવાનું જુઓ, જ્ઞાનીપુરુષો આપણી કેટલી કાળજી લે છે? આટલી કાળજી તો તમારા મા-બાપે પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org