________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૪૧૯ નહિ લીધી હોય. સદ્ગુરુ મા પણ છે અને બાપ પણ છે અને તે ઉપરાંત શિક્ષક પણ છે. ત્રણેની ચેતના પ્રગટપણે તેમનામાં કામ કરે છે. માતાનું વાત્સલ્ય, બાપની શિસ્ત અને શિક્ષકનું શિક્ષણ. આ ત્રણે ઘડવૈયા છે. માટી ઉપર જેમ કુંભાર કામ કરે છે તેમ જીવંત વ્યકિત પર જ્ઞાની પુરુષ કામ કરે છે. જીવંત વ્યકિતને ઘડવી તે જેવું તેવું કામ નથી. એવું ઘડતરનું કામ આ ગાથામાં કહે છે.
આત્મા છે, નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે. આત્મા કર્મનો ભોક્તા છે અને મોક્ષ છે. આ પાંચ સ્થાનકો પહેલાં વિચારીને સમજી લેવાં, એકવાત. તેની દઢ શ્રધ્ધા કરવી “છે જ. જ્ઞાની પુરુષોએ કહ્યાં છે એટલે સત્ય છે. મારા દર્શનમાં અને અનુભવમાં હવે આવશે. આ પરમ સત્ય છે એમ હું સ્વીકારું છું. તમેવ સર્વે નિશં ગં નહિં પડ્રગં હે પરમાત્મા! તમે જે કહ્યું તે જ પરમ સત્ય છે. આપનો કોઈ સ્વાર્થ નથી, આપને કોઈ અહંકાર નથી, કોઈ અપેક્ષા નથી, આપને કાંઈ લેવાદેવા નથી. માત્ર કરુણા સિવાય આપના હૃદયમાં બીજો ભાવ નથી માટે તેની શ્રધ્ધા છે. પહેલાં સાંભળવું, પછી વિચારવું, પછી સમજવું અને શ્રધ્ધા કરવી. આ બધા પગથિયાં છે. પહેલાં શ્રવણ, પછી વિચાર, પછી સમજ. વિચાર અને સમજમાં ફરક છે. સમજ તેને કહેવાય કે વાત ધીમે ધીમે હૈયામાં બેસી જાય. સમજ્યા પછી છઠું સ્થાનકે મોક્ષનો ઉપાય બતાવ્યો છે. આગળ કહ્યું ને કે રાગ, દ્વેષ અને અજ્ઞાન એ મુખ્યકર્મની ગાંઠ છે. જે જે કારણ બંધના છે તે પહેલા છોડવાં. જે બધી વાત છઠ્ઠા સ્થાનકમાં કહી છે, તે મુજબ વર્તવું. આમાં વર્તન આવ્યું. આમાં જીવવાનું આવ્યું, આચરણ આવ્યું, સાધના આવી. આમાં પુરુષાર્થ, અભ્યાસ અને આયોજન આવ્યું. આમાં સમય અને શકિત વાપરવાની વાત આવી.
આ બધા સાધનો આ મન, આ વાણી અને આ શરીર તેને ઉપયોગમાં લેવાનાં છે. આજે પણ શરીર તો વાપરો છો, ઊંઘવા માટે, ખાવા માટે, ભોગો માટે, હરવા ફરવા માટે. લીલા લહેર કરવા માટે શરીર તો વાપરો જ છો. વાણી વાપરો છો કજીયા, કંકાસ અને કલેશ માટે અને મન વાપરો છો જાત જાતના ઘાટ ઘડવા માટે, કેવી રીતે ? અત્યારે નાનું ઘર છે ! પૈસા બચાવી ફલેટ લઈશું પછી તેમાં રહેવા જઈશું, પછી ફલેટ નહિ ફાવે તો સ્વતંત્ર બંગલો. વિચાર કરે છે, કલ્પનામાં રાચે છે અને મને કંઈ નહિ. આમ મનની કલ્પનાઓ થયા કરે છે. આમ મનને ન વાપરો, વાણીને ન વાપરો અને શરીરને પણ ન વાપરો. વાપરો તો ફકત મોક્ષના કારણ માટે જ વાપરો.
મન, વચન અને કાયા એ ત્રણ સાધનો સંસાર વધારવા માટે પણ છે અને સંસાર ઘટાડવા માટે પણ છે. મન, વાણી અને શરીર આ સાધનો જેવા તેવા નથી પણ ઘણા મોંધા અને કિંમતી છે. મોક્ષની સાધનામાં મન પણ જોઇશે, વાણી અને શરીર પણ જોઇશે. મોક્ષનો ઉપાય એ છઠું સ્થાનક છે. તે મુજબ વર્તવામાં આવે તો અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય. પ્રથમ પાંચ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org