________________
૪૨૦
પ્રવચન ક્રમાંક - ૧૧૪, ગાથા ક્રમાંક-૧૪૧-૧૪૨ સ્થાનકો વિચારી શ્રધ્ધા દૃઢ કરવી અને પછી મોક્ષના ઉપાયમાં મંડી પડવું. તમારી રફ ભાષામાં કભી કિયા અને કભી નહિ કિયા, એમ નહીં. ખાઈ ખપૂસીને પાછળ પડવું. માત્ર સાઠીકડાથી કામ નહિ ચાલે. મજબૂત તાકાત વાપરવી પડશે. પોતાના મનની અને શરીરની સમગ્ર શકિત વાપરવી પડશે. ભગવાન મહાવીરને જન્મથી અવધિજ્ઞાન, પચીસમા ભવમાં વર બોધિ-નિર્મળ સમકિત અને સંયમ, એક લાખ વર્ષ માસક્ષમણને પારણે માસક્ષમણ આવો ઘોર તપ કર્યો અને તીર્થકર નામકર્મનો બંધ જેમણે નિશ્ચિત કર્યો, તીર્થકર થવાના એ નક્કી જ હતું અને તેમનો જન્મ થયો, ૩૦ વર્ષની ઉંમરે ભગવાને સંસારનો પરિત્યાગ કર્યો. મનઃપર્યય જ્ઞાન તેમને થયું અને આટલું જ્ઞાન થયા પછી પણ તેમને લાગ્યું કે બળ ઓછું પડે છે, હજી શકિત ઓછી પડે છે, હજી સાધના ઓછી પડે છે તો સાડાબાર વર્ષ સુધી પ્રભુએ ઘોર તપ અને સાધના કરી. લોકો તો બે-ચાર મહિના સાધના કરે પછી પૂછે કે હવે બસ ને ? કયાં સુધી સાધના કરવી ? જ્ઞાનીઓ કહે છે કે અપૂર્વ બળ વાપરી સાધના કરે તો મોક્ષ મળે તેમાં કોઈ સંદેહ નથી. કૃપાળુદેવ પોતા તરફથી કહે છે કે પાંચ સ્થાનકનો વિચાર કરજો, તેનો અભ્યાસ કરજો. દઢ શ્રધ્ધા કરજો અને છઠ્ઠા સ્થાનકમાં વર્તજો. આવું જો કરશો તો મોક્ષ મળ્યા વગર નહિ રહે. તેમાં કોઈ સંદેહ નથી. એમાં કોઈ જ શંકાને સ્થાન નથી.
એક નાનકડી પણ બહુ મહત્ત્વની વાત - શાસ્ત્રોમાં કહ્યું કે મોક્ષની સાધનામાં કાળ બહુ મહત્ત્વનો નથી. કાળ ટૂંકો થઈ શકે છે. આઈન્સ્ટાઈને રીલેટીવીટીની થીયરી જગતને આપી. એમને કોઈએ પૂછયું કે કાળ ટૂંકો થાય કે કાળ લાંબો થાય તે કેવી રીતે સમજવું? આઈન્સ્ટાઈને જવાબ આપ્યો કે વાત ખ્યાલમાં લો. ધગધગતી ભઠ્ઠી હોય, તેમાં અગ્નિ પ્રજ્વલિત થયો હોય અને તેમાં લોઢાના સળિયાં નાખ્યાં હોય, તેને તપાવવાના હોય, વૈશાખ મહિનાનો તાપ પડતો હોય અને ધગધગતી ભઠ્ઠી પાસે તમને કોઈ બેસવાનું કહે તો પાંચ મિનિટ પાંચ કલાક જેવી લાગે અને કોઈ પ્રિય પાત્ર સાથે બેસીને આખી રાત વાત કરે તો થશે કે અરેરે ! ટાઇમ થઈ ગયો ? ત્યાં પાંચ કલાક પાંચ મિનિટ જેવા લાગે. ખબર જ ન પડી, આટલો ટાઇમ થઈ ગયો ? આ સાપેક્ષ. જેટલો પુરુષાર્થ તેટલો કાળ ટૂંકો થશે. કેટલાંક લોકો એક અંતર્મુહૂર્તમાં (એટલે ૪૮ મિનિટમાં) અનંતકાળના સંસારનો ફેંસલો કરી શકે છે. એ કેવી રીતે કરે છે? પોતાના સામર્થ્ય અને પુરુષાર્થના જોરે કરી શકે છે. સાચા ઉપાયમાં પ્રવર્તે તો મોક્ષે પહોંચી જાય. પરંતુ એટલું સામર્થ્ય ન વાપરી શકે અને કંઈ બાકી રહી ગયું હોય તો જ્ઞાની પુરુષો કહે છે કે ચિંતા ન કરશો. તમને ફરી નવો જન્મ અને નવો દેહ મળશે. ભગવદ્ગીતામાં તો કહ્યું છે કે
शूचीनां श्रीमतां गेहे, योगभ्रष्टोऽपि जायते યોગ સાધના કરતાં કરતાં, અધ્યાત્મની સાધના કરતાં કરતાં વચ્ચે દેહ છૂટી જાય તે આપણા હાથની વાત નથી. તે તો કાળના હાથની વાત છે, મૃત્યુના હાથની વાત છે. આતંકવાદીઓએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org