________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૪૨ ૧ તાજમહાલમાં કયારે ત્રાટકવું તે નક્કી કરેલ હોય છે તેમ મૃત્યુએ પણ આપણા ઊપર ક્યારે ત્રાટકવું તે નક્કી કરેલ છે. “કાળ ઓચિંતો આવશે રે માતા, કોઈ ન રાખણહાર.” કાળ ઓચિંતો આવશે તેને કોઈ રોકનાર નથી. તે આપણા પક્ષની ખામી નથી. આપણે તો સતત સાધના જ કરી રહ્યા છીએ, પણ વચમાં દેહ છૂટી ગયો તો નવો દેહ મળશે. બાકી છે ને તમારું કામ? સાત જન્મ સુધી તમને ચાન્સ મળે. મનુષ્યનો દેહ વધુમાં વધુ સતત સાત કે આઠ જન્મ સુધી મળી શકે છે. નવમી વખત નહિ મળે. એક ધારો આઠ વખત મનુષ્ય દેહ મળે છે, કુદરત ચાન્સ આપે પણ ફેંસલો તો તારે કરવો પડશે. મંડી પડવું પડે વૃત્તિઓને જીતવા, નક્કી કરવું પડે. ઈન્દ્રિયોને ગમે તે ઉપાયે જીતવી જ છે. યોગદષ્ટિ સમુચ્ચયમાં કહ્યું છે કે પ્રવાસી પ્રવાસ ચાલુ કરે અને સાંજ પડે તો કોઈ ઝાડ નીચે કે ગામમાં વિસામો લે, પણ વિસામો કરવાથી તેનો પ્રવાસ બંધ થયો નથી. વચમાં વિસામો કરવો પડયો છે. તેમ એક દેહ છૂટયા પછી તેને બીજો દેહ મળવાનો છે.
ભક્ત બીજ પલટે નહિ, જુગ જુગ જાય અનંત
ઊંચ નીચ ઘર ઉપજે, તો યે સંતકા સંત. તમે જયાં જશો ત્યાં અનુકૂળ સામગ્રી મળશે. સારા માતા-પિતા અને સારું કુળ મળશે. સારો દેહ, સારું ઘર અને સારું વાતાવરણ મળશે. જન્મતાંની સાથે જ કાન ઉપર ૩ૐ નમો અરિહંતાણં અથવા ગાયત્રી મંત્ર સાંભળવા મળશે. કારણ? તમે એ જ કરતા આવ્યા છો, મૂડી લઈને આવ્યા છો. ભગવતી સૂત્રમાં કહ્યું છે કે જ્ઞાન અને શ્રધ્ધા મનુષ્યની સાથે જાય છે. તમે કરેલું નકામું જતું નથી અને વચમાં દેહ છૂટી ગયો.
“ભાખે ભગવાઈ છઠ તપ બાકી, સાત લવાયુ છે રે.” સમજવા કોશિશ કરજો. એમ કહ્યું કે આ એક મોક્ષનો સાધક, તેનો મોક્ષ ન થયો. કંઈક ઓછું પડ્યું. શું ઓછું પડ્યું? સાત લવ પ્રમાણ આયુષ્ય ઓછું પડ્યું. શાસ્ત્રીય પરિભાષામાં લવ એ કાળનું માપ છે. આપણી ૪૮ મિનિટમાં ૭૭ લવ થાય. આવા ૭ લવ એટલે લગભગ સવા ચાર-સાડા ચાર મિનિટ વચ્ચેનો કાળ, એટલું આયુષ્ય વધારે હોત અને છઠ્ઠનો તપ થયો હોત તો તેમને અચૂક મોક્ષ મળી ગયો હોત. આ એટલા માટે કહે છે કે ટાઈમ ઈઝ મની, એક ક્ષણ પણ ખોવા જેવી નથી. ઘણાં લોકો કહે છે કે હમણાં શું ઉતાવળ છે? ગુરુ મહારાજ! જીંદગી આખી પડી છે, હમણા બીજું બધું કરી લેવા દો. એ તો થયા કરશે. છેવટે તો એ જ મોક્ષની સાધના કરવાની જ છે. અરે ! અનંતકાળથી તું બીજું બધું કરતો આવ્યો છે. તે કંઈ ઓછું કર્યું નથી. આવો પ્રપંચ તો ઘણો કર્યો છે. બળ અને પુરુષાર્થ નહિ કરે તો વચ્ચે ભવ કરવા પડે અને સત્ પુરુષાર્થ કરે તો અવશ્ય મોક્ષ થાય. આમ કૃપાળુદેવે સમાપન કર્યું. પહેલી ગાથામાં વંદન નમસ્કાર કર્યા.
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત (૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org