________________
૪૨ ૨
પ્રવચન ક્રમાંક - ૧૧૪, ગાથા માંક-૧૪૧-૧૪૨ અને છેલ્લી ગાથામાં પણ નમસ્કાર કર્યા. નમસ્કાર વંદનથી પ્રારંભ અને નમસ્કાર વંદનથી ઉપસંહાર. જુઓ આ જ્ઞાનીઓની કેવી ખૂબી છે ?
હરિભદ્રસૂરિજી મહારાજે કહ્યું કે વંદના ધર્મનો મૂળભૂત હેતુ છે. જે નમી શકતો નથી, ઝૂકી શકતો નથી, જે માથું ઝૂકાવી શકતો નથી તેને મોક્ષ ન મળે. “ન તુરં રિ’ ગર્વથી પોતાનું માથું અક્કડ અને અક્કડ રાખે છે. બાપા ! અક્કડાઈ છોડી દે. કુદરત કયારે બદલો લેશે, તે ખબર નહિ પડે. પહેલા સદ્ગુરુને વંદન કર્યા અને છેલ્લે તે જ્ઞાનીના ચરણમાં વંદન હો અગણિત એમ કહ્યું.
દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત;
તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. એ જ્ઞાનીના ચરણમાં વંદન જયારે કર્યા છે, ત્યારે આખા જગતમાં આપણા માટે આધારભૂત કોઈ તત્વ હોય તો સાકાર પરમાત્મા છે એમ જણાવ્યું. પરમાત્મા ખરા પણ સાકાર પરમાત્મા. સાકાર એટલે દેહધારી. દેહમાં રહેલા હોવા છતાં જાણે દેહમાં નથી, એવી રીતે જે રહે છે તે દેહધારી પરમાત્મા.
દેહ હોય તે અપરાધ નથી, દેહનું હોવું તે પાપ નથી, તે ગુનો નથી, તે અંતરાય નથી. દેહ તો ઘટ મંદિર છે. મીરાંએ ગાયું કે “જુનું તો થયું રે દેવળ જુનું તો થયું, મારો હંસલો નાનો ને દેવળ જુનું તો થયું.” આ દેહ દેવળ છે, મંદિર છે. આનંદઘનજીએ પણ ગાયું કે “કયા સોવે તન મઠમેં' આ તારું જે તન છે, જે શરીર છે, તે આશ્રમ છે, તે દેહાલય છે, શિવાલય છે, તેમાં પરમાત્માનો વાસ છે. આ દેહનું મૂલ્યાંકન છે. આવા દેહમાં હોવું તે ગુનો કે અપરાધ નથી. પરંતુ દેહમાં હોવા છતાં તેમને દેહાધ્યાસ નથી. દેહ પ્રત્યે આસકિત, મૂછ કે મમત્વ નથી. તાદાભ્ય બુધ્ધિ પણ નથી, અભેદ બુધ્ધિ નથી. દેહમાં રહ્યાં છે પણ દેહથી જુદાં છે. સૌથી મોટી કોઈ પણ કળા જો હોય તો જીવન જીવવાની કળા છે. નૃત્યકળા, સંગીતકળા, હસાવવાની કળા, કોઈને છેતરવાની કે કોઇનું આવું પાછું કરવાની, કજીયા કરાવવાની એમ જાત જાતની કળાઓ છે. આ બધી કળાઓ કરતાં એક શ્રેષ્ઠ કળા છે અને તે દેહમાં હોવા છતાં, જાણે દેહમાં નથી, એવી શ્રેષ્ઠ અવસ્થા જેમણે પ્રાપ્ત કરી છે તેવા જ્ઞાનીપુરુષનાં ચરણમાં વંદન હો. સમય પૂરો થાય છે. અમારે જે કહેવું હતું તે પૂરેપૂરું કહી દીધું છે.
અમારે એ જ કહેવું હતું કે પાંચ સ્થાનકો છે તેને સાંભળો, સમજો, વિચારો, પ્રતીતિ કરો, શ્રધ્ધા કરો. છઠ્ઠા સ્થાનકમાં વર્ગો અને સિધાવો સીધા મોક્ષમાં.
જીત નિશાન ચઢાવજો રે, મોહને કરી ચકચૂર,
જેમ સંવત્સ દાનથી રે, દારિદ્ર કાઢયું દૂર. તીર્થકરો જયારે દીક્ષા લઈ વિદાય લેતા હતા ત્યારે કુળની વૃધ્ધ સ્ત્રીઓ તેમને આશીર્વાદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org