________________
૭૦
પ્રવચન ક્રમાંક - ૭૩, ગાથા માંક-૧૦૧-૧ તેટલા. જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્ય છે, અનિવાર્ય છે, જે વિચાર્યા કે ચિંતન વગર નહિ ચાલે, ધ્યાન કર્યા વગર નહિ ચાલે, આ પ્રાપ્ત કર્યા વગર નહિ ચાલે, એવી તાલાવેલી જેનામાં જાગી છે તે મુમુક્ષુ છે. એ અંદરમાં જાગ્યો છે, કે આવો માર્ગ વિચારવો આવશ્યક છે, અનિવાર્ય છે. અનંતકાળથી આ વિચાર્યું નથી પણ હવે વિચારવું આવશ્યક છે, તેવું જેને થાય છે, તેના માટે એક ઉપાય છે. તેને શું કરવું જોઈએ ? ત્રણ સૂત્રો પહેલાં કહ્યા તે સિદ્ધાંત અને હવે જે વર્ણન અને પ્રક્રિયા આવે છે તે સાધના છે.
જેના અંતરમાં આ વિચારવું આવશ્યક અને અનિવાર્ય લાગ્યું છે, અને એવો ભાવ જેના અંતરમાં જાગ્યો છે, જે તરફડી રહ્યો છે, જેનામાં તલસાટ થઈ રહ્યો છે, રાત દિવસ મંથન થઈ રહ્યું છે. તે મુમુક્ષુ છે. મીરાને આવું મંથન થયું. તેણે કહ્યું,
“અન્નડા ન ભાવે રાણા, નિદ્રા ન આવે, લોકડાં કહે છે મીરાં થઈ ગઈ છે ઘેલી.” શું દુઃખ છે મીરાંને ? શેર બજારના ભાવ ઘટી ગયા છે ? સંસારની ચિંતા છે ? ના, આવી કોઈ પીડા નથી. તેની પીડા જુદી છે. તેને પ્રભુનો વિયોગ સાલે છે. એને વિયોગ સહન થતો નથી. એના વગર જીવી શકાતું નથી. એના વગર ખાવું ભાવતું નથી. તરફડાટ થાય છે. જેમ માછલીને પાણીની બહાર કાઢો અને પછી માછલીને પૂછીએ કે શું જોઈએ છે ? તો કહેશે મને પાણીથી જુદી ન પાડો. હું પાણી વગર જીવી નહિ શકું. મીરાં કહે છે હું પરમાત્મા વગર જીવી નહિ શકું, અને મુમુક્ષુ એમ કહે છે કે હું આત્મા વગર જીવી નહિ શકું. તો આવી તાલાવેલી અને વેદના તેના અંતરમાં જાગી છે. ઠંડે કલેજે વાત કરશો તો મેળ નહિ પડે. અંદર આગ લાગવી જોઈએ, કયાંય ચેન ન પડે.
કોઈ કારણ વગર ધન્નાજી કહે છે, મા ! હવે આ સંસારમાં નહિ રહેવાય. મા કહે, બેટા ! અચાનક શું થયું ? ઘરમાં કલેશ થયો નથી, બત્રીશ પદ્મિની સ્ત્રીઓ છે. હાથમાં મીઠાઈના થાળી લઈને ઊભી છે. સ્વામીનાથ ! લ્યો તેમ વિનંતી કરે છે. ધન સંપત્તિના ઢગલા છે. માનું વાત્સલ્ય છે. કાનન્દીના મહેલમાં રહે છે. છતાં કહે છે કે મા ! હવે નહિ રહેવાય. પણ કારણ ? “માડી ! મેં વીર પ્રભુની વાણી સાંભળી છે. મારે મારામાં નિજ બુદ્ધિ કરવી છે. મારે આત્માનો અનુભવ કરવો છે.
સ્વાનુભવ કરવાની તાલાવેલી જેને લાગી છે તે કરશે શું? હજારો ઉપાયો નથી. આ એક ઉપાય સિવાય બીજો કોઈ માર્ગ નથી. હજારો ઉપાયો કરશો તો પણ કામમાં નહિ આવે. આ ભારપૂર્વક વાત થઈ રહી છે. આ જ માર્ગે જવું પડશે. આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. આ માર્ગ સાથે હજારો માર્ગ ભલે જોડાય. મેઈન રોડ સાથે હજારો પેટા રસ્તાઓ ભલે જોડાય, પણ મુખ્ય માર્ગ તો એક જ છે. હાઈ વે એક જ. જેને આત્મા પ્રાપ્ત કરવો છે તેના માટે મુખ્ય માર્ગ એક જ છે. જે મુમુક્ષુને આવી તાલાવેલી લાગી છે, તેને જ્ઞાન પ્રાપ્ત કરવાં ત્રણ સૂત્રો કહ્યાં.
પહેલું સૂત્ર - સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org