________________
૭૧
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
બીજું સૂત્ર - પર પદાર્થમાં જીવ જો નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે છે. ત્રીજું સૂત્ર - નિજ ને વિષે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. આને અમે જ્ઞાન કહીએ છીએ.
લોકો પૂછે છે કે મેરુ પર્વત કયાં આવ્યો ? તારે ચડવું છે ? જ્ઞાનીને લોકો આવા સવાલો જરૂર વગર પૂછ્યા કરે છે. તું આત્મા છો, તેમ નક્કી કર ને ? જેને અંદરમાં ઉતકંઠા થઈ રહી છે તેને જીવંત પુરૂષ શોધવો પડશે. ઇજીપ્તમાં કહેવત છે કે આ ધરતી ઉપર શિષ્ય જન્મે છે, તેની પહેલાં ગુરુ પણ જન્મે છે, શિષ્ય હોય અને ગુરુ ન હોય તે કદી પણ બનતું નથી. જ્ઞાની પુરુષ તમને શોધતા શોધતા આવે ત્યારે ઘૂંઘટ ન કાઢશો. જે વખતે તમારો હાથ ઝાલે ત્યારે હાથમાંથી હાથ છોડાવશો નહિ અને ભળતાના હાથમાં તમારો હાથ આપશો નહિ. ધરતી કોઈ પણ દિવસ સપુરુષ વગરની હોતી નથી. અંદર તીવ્રતા જાગશે ત્યારે સદ્ગુરુ સામે આવશે ત્યારે ગુરુને શોધી લેજો. ચૈતન્ય મહાપ્રભુને શોધી લેજો, કબીરને શોધી લેજો. યશોવિજયજી મહારાજે આનંદધનજીને શોધી લીધા. - જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, આવો અનુભવ જેને થયો, આવી પ્રતીતિ જેને થઈ, નિજમાં નિજ બુદ્ધિ જેને થઈ, અને પર પદાર્થમાંથી નિજ બુદ્ધિ હટી, આવી ઘટના જેનામાં ઘટી, જેમણે નિજ આત્માનો નિરંતર અનુભવ થયો અને થઈ રહ્યો છે, તેની દાસાનુદાસપણે, નમ્રપણે ભક્તિ કરવી, એ જ પરમ શ્રેય છે. આ સ્પષ્ટ અને શંકા વગરની વાત છે. દાસના પણ દાસ થવું. આ વાત આપણને ફાવે તેવી નથી. અમને ધનપતિ, ઉદ્યોગપતિ કહો, મોટા વકીલ કહો, મોટી સંસ્થાના મોટા ટ્રસ્ટી કહો પણ દાસ થવાનું કહો છો ? જેટલો અહંકાર તીવ્ર તેટલી મોટાઈ બતાવવાની વૃત્તિ પણ તીવ્ર. જોર આને કહેવાય. અહંભાવને ઓગાળવા માટે દાસભાવને સ્વીકારવો પડશે. અહંભાવ ઓગળ્યા સિવાય પ્રેમ પ્રગટ થતો નથી. પ્રેમ પ્રગટ થયા સિવાય સમર્પણ થતું નથી અને સમર્પણભાવ વગર અખંડ આજ્ઞા પાલન થઈ શકતું નથી અને અખંડ આજ્ઞા પાલન કર્યા સિવાય સંસાર નિરોધ થઈ શકતો નથી. કંઈ સમજાય છે ? આ ક્રમે યાત્રા કરવી પડશે.
લોકો મને પૂછ્યા જ કરે છે. આ કાળમાં કોઈ સદ્ગુરુ હશે ? પાછો પોતે જ કહે છે કે આવા દુષમકાળમાં સદ્ગુરુ કયાંથી હોય ? હું કહું છું કે બીજું બધું ન હોય પણ સદ્ગુરુ હોય જ. આ ધરતી મુમુક્ષુ વગર નથી અને મુમુક્ષુને જીવાડનાર સદ્ગુરુ ન હોય એવી ઘટના કોઈ દિવસ ઘટે નહિ. મા વગર બાળક ન હોય તેમ સદ્ગુરુ વગર મુમુક્ષુ ન હોય. કોણ જીવાડશે મુમુક્ષુને ? સદ્ગુરુ વગર મુમુક્ષુ જીવી શકશે નહિ. સદ્ગુરુ કરુણા વશ આવશે. ટાગોરજીએ કહ્યું, આવો, કરુણા વરસંત આવો. આંખમાં અમી લઈને આવો. હૃદયમાં પ્રેમનું અમૃત અને આંખમાં કણા લઈને આવો અને આવશે જ.
જ્ઞાનેશ્વર કહેતા હતા, મારે સદ્ગ શોધવાની જરૂર નથી. મારા મોટાભાઈ નિવૃત્તિનાથ જડયાં. સોપાન, જ્ઞાનેશ્વર અને મુકતાબાઈ આ બધા ભાઈબેન, દુનિયામાં આ ત્રણ અલૌકિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org