________________
૭૨
પ્રવચન ક્રમાંક – ૭૩, ગાથા ક્રમાંક-૧૦૧-૧ વ્યકિત થઈ. તેમને સદ્ગુરુ મળ્યા. દાસાનુદાસ થઈને અહંભાવ ઓગાળ્યા વગર કામ નહિ થાય. દાસભાવ તે જ પરમ ઉપાય. જ્યાં દાસભાવ છે, ત્યાં સેવા છે, શુશ્રુષા અને ભક્તિ છે. ભક્તિ ટોચની વસ્તુ છે અને આવી શરૂઆત જીવનમાં જેને થાય તે દાસના પણ દાસ એટલે દાસાનુદાસ છે. તેમની ભક્તિ કરવી પરમ શ્રેય છે. આશ્ચર્યની વાત છે કે આવો સિદ્ધાંત સર્વ જ્ઞાની પુરુષે જગતને આપ્યો અને જેના આત્મામાં જ્ઞાન પ્રકાશ્ય છે તેવા મુમુક્ષુ જીવોને દાસાનુદાસપણે ભક્તિ કરવાની આજ્ઞા આપી છે, તેની સાથે સાથે તેઓ જાણતા હતા કે આનો દુરુપયોગ થાય તેવો છે. હંમેશા ઉત્તમ અને શ્રેષ્ઠ વસ્તુનો જ દુરુપયોગ થાય. એની જ કોપી થાય. બીજાની કોપી ન થાય. ઇમીટેશન સોનું મળે, પણ ઇમીટેશન લોખંડ કયાં છે? કપચી કાંકરા મળે પણ કૃત્રિમ કપચી અને કાંકરા કયાં મળે ? ઢગલાબંધ જોઈએ તેટલી મળી જાય.
દાસાનુદાસ ભાવ જેના અંતરમાં છે એવા મુમુક્ષુની ભક્તિ મળવી ઉત્તમ વાત છે. નકલી માલ તો ઘણો મળે પણ આવો મુમુક્ષુ પ્રાપ્ત થાય તે ઉત્તમ વાત છે. તો આવી ભક્તિ પ્રાપ્ત થવા છતાં જેને વિષમતા આવતી નથી, અહંકાર આવતો નથી, એ જ્ઞાનીને ધન્ય છે. આવી ભક્તિ દાસાનુદાસપણે જેની કરે છે, તે ગુરુને એમ નથી થતું કે આવો મારો શિષ્ય છે. મારે કેટલા શિષ્યો છે ? શિષ્ય શબ્દ તો સારો પણ મારે કેટલા ચેલા છે. લોકો નોંધ રાખે છે. કયા ગામનો ? કયારથી થયો ? આ વર્ષે આવ્યો હતો કે ગેરહાજર હતો ? બહુ મૂંઝવણ છે. આ પ્રશ્ન કંઈ જેવો તેવો નથી. કોઈ ગુરુ ચેલાઓનું લીસ્ટ રાખે છે. મોહ ત્યાંથી ઊઠયો અને અહીં આવીને બેઠો. મોહ એમ કહે છે કે મને બેસવા માટે એક ઇંચ પણ જગ્યા આપશો, તો હું બેસીશ. એક ઇંચ, એક તણખલું, એક રાતી પાઈ, એક ફૂટેલી હાંડલી ચાલશે. વધારે નહિ. અમને કોઈપણ જગ્યા મળે ત્યાં અમે બેસીએ. સંસારી પાસે પણ અને સાધુ પાસે પણ બેસીએ છીએ. ભગવા પહેરનાર પાસે પણ જઈએ અને ઘોળા વસ્ત્ર પહેરનાર પાસે પણ જઈએ. અમારી હાજરી બધે જ છે. આ મોહનું સામ્રાજય જુઓ !
ઉચ્ચ મુમુક્ષુને અને ઉચ્ચ સદ્ગને વિષમતા હોતી નથી. બન્ને વચ્ચે તાલમેળ છે. આ સર્વાગદશા, સંપૂર્ણ દશા, એવી નિરહંકાર દશા, જ્યાં સુધી પ્રગટી ન હોય ત્યાં સુધી આત્માને કોઈ ગુરુપણે આરાધે કે સાહેબ ! તમે મારા ગુરુ છો અને હું તમારો શિષ્ય છું. એમ ગુરુપણે આરાધે તો પ્રથમ ગુરુપણું છોડી એ શિષ્ય વિષે, ગુરુને દાસાનુદાસપણું કરવું ઘટે. કાંઈ સમજાયું? સાધકને આ ક્રિયા કરવાની છે, અને ગુરુપણ એમ કહે કે અમે દાસાનુદાસ છીએ.
ગુરુ પણ જાગૃત છે અને સમજે છે કે જીવંત વ્યક્તિની જવાબદારી લેવી, એના જીવનમાં કદી અકલ્યાણ ન થાય તેવી કાળજી રાખવી એ સૌથી મોટી જવાબદારી છે. વડાપ્રધાન પદ કરતાં પણ મોટી જવાબદારી છે. એક રાજા અને સેનાપતિ કરતાં પણ મોટી જવાબદારી છે. કોઈનું અહિત ન થાય, કોઈનું અકલ્યાણ ન થાય, તેની કાળજી રાખવી, તે સૌથી મોટી જવાબદારી છે. જે શરણે આવ્યો છે, જે ચરણે આવ્યો છે, દાસાનુદાસ ભાવે આવ્યો છે, શિષ્યત્વ સ્વીકાર્યું છે, તેનું હિત ન થાય તેવું બને નહિ અને જો પોતાનું અહિત થતું હોય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org