________________
૭૩
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા તો ગુરુપણું છોડીને તેનું દાસાનુદાસપણું સ્વીકારે આવી શાસ્ત્રોએ આજ્ઞા કરી છે.
પરમકૃપાળુદેવ કહે છે, આ મોક્ષનો માર્ગ છે. આ નિશ્ચય છે. તીર્થંકર આદિ મહાપુરુષોએ ફરી ફરી જીવોને ઉપદેશ કર્યો છે. જેટલા તીર્થંકરો થયા, તેઓએ આ જ ઉપદેશ આપ્યો છે. જેટલા વર્તમાનમાં છે અને જે ભાવિમાં થશે, તેઓનો આ જ ઉપદેશ હશે પરંતુ જીવ જાણી જોઈને, ઈરાદાપૂર્વક રખડવા માંગે છે. શું કહેવું આ લોકોને ? બાપ છોકરાને સમજાવે છે કે આપણો આટલો મોટો ધંધો ચાલે છે, હવે તું દુકાને બેસ અને અનુભવ લે. તો છોકરો કહેશે, તમે બેસો ! મારે બેસવું નથી. રખડવું જ છે તેના માટે ઉપાય નથી.
ફરી ફરી જ્ઞાની પુરુષોએ કહ્યું કે, એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે. નહિ તો અનંત ઉપાયે પણ નથી. તમારા ઉપર આધાર છે. તમારી પાસે તો જ્ઞાનીને નિષ્ફળ બનાવવાની કળા છે. કેટલા તીર્થંકરો થયા, કેટલી ચોવીશી થઈ પણ તમે તેને આઉટ કરો તેવું બેટીંગ કરો છો. કેટલા જ્ઞાની પુરુષોને આઉટ કર્યા ? તીર્થકર દેવનાં સમોવસરણમાં જઈને આવ્યા. અમે ગુરુજીના નિકટ છીએ, તમારે કંઈ કામ હોય તો કહેજો, એમ કહી ગુરુજીને પણ આઉટ કર્યા. તમારું કામ આઉટ કરવાનું છે. કયાં સુધી આ કરશો? હવે આ સ્વીકારો કે જીવ સમજે તો સહજ મોક્ષ છે અને નહિ તો અનંત ઉપાયે પણ નથી. આત્માને સમજવો વિકટ નથી. આત્માને સમજવો સહેલો છે, કેમ કે જીવનું તે સહજ સ્વરૂપ છે. આ કોઈ બીજાના સ્વરૂપની વાત નથી. કોઈ બીજાને પૂછો કે અમારે તમારું સ્વરૂપ સમજવું છે તો કોઈ કહે અને કોઈ ન પણ કહે. સી.બી.આઇ. ની તપાસ આવે તો બધા સાચું કયાં બોલે છે ? ઇન્કમટેકસ ઓફીસર આવે તો સાચું કહી દો છો ?
બીજાના સ્વરૂપની વાત નથી. પોતે પોતાને ગોપવે, છૂપાવે, અથવા ન જણાવે તેવું નથી. કારણ? બહુ મઝાનું સૂત્ર છે. પોતે પોતાથી છૂપાઈને રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે ? બીજાથી ગુપ્ત તમે રહી શકો પણ પોતાથી ગુમ ન રહી શકો. તમે શરીરથી, કુટુંબથી, પરિવારથી ગુપ્ત રહી શકો, પણ તમે આત્માથી ગુપ્ત કઈ રીતે રહી શકો ? મર્મ સમજો. પોતે પોતાથી ગુપ્ત ? બીજાથી ગુપ્ત રહી શકાય પણ પોતે પોતાને પોતાથી કેમ ગુપ્ત રાખી શકે ? પરમકૃપાળુદેવ કહે છે કે એ ન બને. પણ બને છે. કેવી રીતે ? સ્વપ્ન દશામાં જીવ ન બનવા યોગ્ય પોતાનું મૃત્યુ પણ જોવે છે. કોઈને સ્વપ્ન આવે કે હું મરી ગયો અને ભય પામી આંખ ઉઘાડે તો આ રહ્યો ! સ્વપ્નમાં મર્યો છે, ખરેખર મર્યો નથી.
સ્વપ્નમાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ જોવે છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વપ્નમાં આ જીવ પોતાના નહિ તેવા બીજા દ્રવ્યને વિષે સ્વપણું માને છે. એ જે માને છે તે અજ્ઞાનના કારણે માને છે. એ માન્યતા તેનું નામ મિથ્યાત્વ, એ માન્યતા તેનું નામ સંસાર, આ ખોટી માન્યતાનું નામ માયા, તેનું જ નામ મોહ અને આ ખોટી માન્યતાનું નામ ગ્રંથિ. પૂછો છો કે ગ્રંથિ અને મોહ કોને કહેવાય? તો ખોટી માન્યતા તે મોહ, તે જ અજ્ઞાન, અને આ નર્કગતિનો હેતુ છે. જન્મ આ અજ્ઞાન અને મોહના કારણે છે, મરણ એના કારણે, દેહ એના કારણે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org