________________
૭૪
પ્રવચન ક્રમાંક – ૭૩, ગાથા ક્યાંક-૧૦૧-૧ દેહના વિકાર એના કારણે, આ મારો પુત્ર, આ મારાં માતાપિતા, આ મારા શત્રુ, આ હાલો, આ ગમતો, આ અણગમતો, એવા કલ્પનાના ભાવો પણ અજ્ઞાન અને મોહ મમત્વના કારણે થાય છે. પણ જ્યારે સહજ રીતે આત્માને જાણશો ત્યારે આ બધા ભાવો ટળી જશે.
આ પંચમકાળમાં, આવો પ્રગટ માર્ગ કહેનાર પુરુષ, આ ધરતી ઉપર આવીને આપણા વચ્ચેથી ગયો. તેણે પ્રગટ માર્ગ દર્શાવ્યો. સંસારની નિવૃત્તિના અર્થે સત્ પુરુષ અને સત્સંગ આદિ સાધન થયાં. આ સાધન જો જીવ પોતાના પુરુષાર્થને ગોપવ્યા સિવાય, જેટલી પોતાની શક્તિ છે તે પ્રમાણે કરે તો મોક્ષ મળે નહિ તેવું ન બને. એક માણસ ધીમે ધીમે ચાલતો હોય અને બીજો પૂછે કે કેમ, શું થયું ? તો કહે પગ ચાલતા નથી. જો બીજો માણસ બૂમ પાડે કે એ સાવધાન ! હડકાયું કૂતરું આવ્યું. તો શું થાય ? દોડે કે નહિ? મતલબ એ છે કે તેની પાસે ઘણી શક્તિ પડી છે પણ વાપરતો નથી. તમે પણ તમારી શકિત વાપરતા નથી, મંડી પડતા નથી, શક્તિ બચાવો છો માટે મોક્ષ મળતો નથી. દાંત કચકચાવી, હોઠ બીડી પાછળ પડો. આંખો મીંચીને ઝંપલાવો, તે માર્ગે જાવ તો મોક્ષ ન મળે તેવું ન બને. પોતાનો પુરુષાર્થ ગોપવ્યા વગર પ્રવર્તે તો બધા સાધનો સિદ્ધ થશે. નહિ તો બધાં રમકડાં છે તમારા માટે ! બાળકો ઢીંગલી સાથે રમે, તમે પુસ્તકો સાથે રમો છો, શું ફરક પડ્યો? રોજ બે કલાક વાંચન કરો પણ શું ફરક પડ્યો ? બે કલાક આ બધાં રમકડાં.
વધારે શું કહેવું? આ કરુણા બોલે છે, આ વ્યથા બોલે છે. આ વેદના બોલે છે. આટલો સંક્ષેપ, આ એક જ લીટી પરિણામ પામે, “આ એક વાત જીવ સમજે તો સહજ મોક્ષ છે.” વૈદ્ય એમ કહેતા હોય છે કે રાઈના દાણા જેટલી દવા છે, પણ તે લેજો હોં. રાઈના દાણા જેટલી દવામાં બીજી હજાર દવા નાખી છે. રોગ નહિ રહે. મહાપુરુષ કહે છે, વધારે શું કહેવું? આટલી જ વાત છે. જીવ સમજે તો સહજ મોક્ષ છે. પર પદાર્થમાં નિજ બુદ્ધિ થાય તો સહજ પરિભ્રમણ છે અને નિજમાં નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ ટળે. આટલી જ વાત છે.
જેનામાં આવી જ્ઞાનનો પ્રકાશ થયો છે, એવાના ચરણે માથું મૂકીને દાસાનુદાસપણે ભકિત કરે તો નિવૃત્તિ થાય. આટલી જ વાત ! વધારે શું કહેવું ? આટલો સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો સર્વ વ્રત, નિયમ, સર્વ પ્રકારના જાપ, સર્વ પ્રકારની જાત્રા, સર્વ પ્રકારની ભકિત અને સર્વ શાસ્ત્રનું જ્ઞાન કરીને છૂટ્યો (અર્થાત્ તે સાર્થક થયું). તેમાં કોઈ સંશય નથી. કૃષ્ણદાસ અને મુમુક્ષુઓ ! આ જ અમારી વિનંતી છે.
આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત;
જે થી કે વળ પામિયે, મોક્ષપંથ તે રીત. આ રીતથી આજે વાત કરી. આ રીત છે. હવે કોઈને પૂછવા ન જશો કે શું રસ્તો છે? આ સીધો રસ્તો, આ નેશનલ હાઈ વે, ચાલ્યા જજો. છેક મોક્ષમાં જઈ ઊભા રહેશો. કંઈ વચ્ચે ફંટાવાનું બનશે નહિ. પણ કોઈ બીજે ઠેકાણે ફસાઈ ગયા તો મોક્ષ હાથમાં નહિ આવે. આટલી સરળ વાત જીવનમાં ઉતારજો. *
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org