________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૬૯
જીવમાં પણ સિદ્ધ દેખાય અને સિદ્ધશીલા ઉપર બેઠેલા જીવમાં પણ સિદ્ધ દેખાય, આવી દર્શન કરવાની ક્ષમતા તે સમ્યક્ દર્શનની ક્ષમતા છે. સમ્યષ્ટિને ભેદ દેખાતો નથી એટલા માટે એમ કહ્યું કે સર્વ જીવો આત્માપણે સમસ્વભાવી છે. કોઇનો દ્વેષ ન કરશો. કોઇ પ્રત્યે રાગ પણ ન કરશો. કોઇને વિશેષ પણ ન કહેશો કે કોઇને ઓછો પણ ન કહેશો. લઘુતાગ્રંથિ પણ ન અનુભવશો અને ગુરુતાગ્રંથિ પણ ન અનુભવશો. કોઇના પ્રત્યે નફરત પણ ન કરશો અને કોઇના પ્રત્યે આસક્તિ પણ ન કરશો. કારણ ભેદ છે જ નહિ, છે જ નહિ. જે કંઇ છે તે સિદ્ધ છે. બધે આવા સિદ્ધ દેખાવા તે સંસારી અવસ્થામાં, દેહવાળી અવસ્થામાં, પ્રાણી માત્રમાં સિદ્ધ દેખાવા તે સમ્યગ્દર્શનની સર્વોચ્ચ અવસ્થા છે, અનુભૂતિ છે.
બીજું સૂત્ર ‘બીજા પદાર્થમાં જીવ જો નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણ પામે છે'. બીજા વાક્યની જરૂર નથી. આ સંસાર કેમ ઊભો થાય છે ? આ રખડવું કેમ પડે છે. આ ચોર્યાશીના ચક્કર કેમ ઊભા છે. આ ચોર્યાશી લાખ વેષ કેમ ધારણ કરવા પડે છે ? આ સંસારમાં પરિભ્રમણ કેમ કરવું પડે છે? આ જગતમાં કેમ રહેવું પડે છે ? કયો અપરાધ છે ? કઇ ખામી છે ? એક જ છે. બીજા પદાર્થમાં જીવ નિજ બુદ્ધિ કરે છે. આત્મા સિવાય બીજા પદાર્થમાં જીવ નિજ બુદ્ધિ કરે તો આ પરિભ્રમણ થાય. અત્યારે આ જ થઇ રહ્યું છે. જીવ સંસાર છોડી, ઘર છોડી, આશ્રમમાં જાય તો આશ્રમ મારો એમ નિજ બુદ્ધિ ત્યાં કરે છે. અહીંથી ઊખડીને ત્યાં ચોંટયો. ‘પર પદાર્થમાં નિજ બુદ્ધિ કરે,' પર એટલે આત્મા સિવાય ઇતર જે કંઇપણ છે તે પર, આ બધા પદાર્થોમાં પોતાપણાની બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે. લોકો પૂછે છે કે આ સંસારમાંથી મુક્ત કેમ થવાય ? આમાં ચાવી છે. જાણી લ્યો કે પરિભ્રમણ કેમ થાય છે ? બીજા પદાર્થમાં નિજ બુદ્ધિ કરે છે એટલે પરિભ્રમણ થાય છે.
હવે ત્રીજું સૂત્ર : નિઘ્ને વિષે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ ટળે. પહેલા સૂત્રમાં ફન્ડામેન્ટલ, બીજા સૂત્રમાં સંસારનું વર્ણન અને ત્રીજા સૂત્રમાં મોક્ષનો ઉપાય. આટલી સરળ વાત તમને કયાંય જોવા નહિ મળે, આવું સંકલન જોવા નહિ મળે. પહેલાં સૂત્રમાં જગતનાં તમામ જીવો સમસ્યભાવી છે. આ પાયાની વાત. સંસાર કેમ છે? કોના કારણે છે ? બીજા સૂત્રમાં – આ જીવ પરપદાર્થમાં નિજ બુદ્ધિ કરે છે માટે પરિભ્રમણ દશા પામે છે. આ પરિભ્રમણ કરવું નથી. સંસાર જોઇતો નથી. આ ચાર ગતિમાં રખડવું નથી. હવે જન્મ લેવો નથી અને સંસારના ચૌટે ચૌટે રખડવું નથી. તો શું કરવું? નિજને વિષે નિજ બુદ્ધિ થાય. નિજ એટલે પોતે, પોતા વિષે પોતાપણાની બુદ્ધિ થાય, તો પરિભ્રમણ ન થાય. નિજ વિષે નિજ એટલે પોતે, પોતા વિષે પોતાપણાની બુદ્ધિ થાય, તો પરિભ્રમણ ન થાય. નિજ વિષે નિજ બુદ્ધિ થાય આ માસ્ટર કી છે. હજાર ઉપાય છે જ નહિ. ઉપાય એક જ છે. નિજ એટલે પોતે, નિજ એટલે આત્મા, તે પણ શુદ્ધાત્મા. એ શુદ્ધાત્મા વિષે પોતે છે એવી બુદ્ધિ થાય. પોતાપણાનું તાદાત્મ્ય જો પોતા વિષે જોડાય તો પરિભ્રમણ દશા ટળે છે.
આ વાત બધા માટે નથી. સાંભળતા ભલે બધા હોય પરંતુ કરનારા આંગળીના વેઢે ગણાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org