________________
૬૮
પ્રવચન ક્રમાંક – ૭૩, ગાથા ક્રમાંક-૧૦૧-૧ કેશર છે. મધમધાટ સુગંધ છે, વર્ણન પણ થાય છે કે બાસુંદી આવી છે, આવી છે. નાકમાં સુગંધ પણ આવે છે, અને મોંમાં પાણી પણ છૂટે છે, પરંતુ જ્યાં સુધી જીભના ટેરવા ઉપર બાસુંદી ન મૂકો ત્યાં સુધી અનુભવ ન થાય. અનુભવ થયા પછી જે થાય તે ઘટના છે. સ્વાદ આવ્યો, આહ્લાદ આવ્યો, આનંદ આવ્યો ત્યારે ખબર પડી કે આ બાસુંદી છે. બાસુંદી કહેવાથી નહીં વળે, ખબર નહિ પડે, પણ ખાશો ત્યારે જ ખબર પડે, પ્રગટ અનુભવ થાય. આત્માને જાણવો એક વાત, આત્માનો પ્રગટ અનુભવ થવો બીજી વાત. આવા આત્માનો પ્રગટ અનુભવ કરવાની એક રીત છે, પદ્ધતિ છે, પ્રક્રિયા છે. તેની આ રીત પરકૃપાળુદેવે વચનામૃતજીમાં જણાવી છે.
આ વચનામૃત અનેક વખત વાંચવામાં, સાંભળવામાં અને જાણવામાં આવ્યું હશે પણ આ ગાથાના સંદર્ભમાં આ વચનામૃત છે એમાં “રીત' શબ્દ વાપર્યો છે તેની સ્પષ્ટતા વચનામૃતમાં છે. કડી મેળવવાની છે. પાના નં. ૪૩૬. વર્ષ ૨૮, વચનામૃત ક્રમાંક ૫૩૯. મુંબઈ કારતક સુદ ૧૪, સોમવાર. ૧૯૫૧. આ વચનામૃત કારતક સુદ ચૌદશનું છે, અને તે પહેલા કારતક સુદ સાતમે લખેલ વચનામૃત છે. તે કૃષ્ણદાસ આદિને લખેલું છે. સાત દિવસનું અંતર છે. કારતક સુદ સાતમે જે વાત ઘૂંટી તે જ વાતને કારતક સુદ ચૌદશે ઘંટી. પુનરાવૃત્તિ છે. બન્ને વાતોમાં રીત સ્પષ્ટ થઈ ગઈ. આ રીત જાણ્યા પછી મોક્ષમાર્ગમાં શંકા રહેવી ન જોઈએ, સંદેહ રહેવો ન જોઈએ. કયો માર્ગ છે તે વિકલ્પ રહેવો ન જોઈએ અને મતભેદ રહેવો ન જોઈએ.
પહેલું સૂત્ર – “સર્વ જીવ આત્માપણે સમ સ્વભાવી છે.' આ જૈનદર્શનનો સામ્યવાદ, કોઈને આમાં મારવા નહીં પડે. આ સામ્યવાદ લાવવો સ્વાભાવિક છે અને આ માટે આત્મસિદ્ધિમાં ઉત્તમ પરિભાષા આપી છે. “સર્વ જીવ છે સિદ્ધ સમ' તમે તો નિગોદ, એકેન્દ્રિય-બે ઇન્દ્રિયાદિ, પશુ, દેવ, માનવ, નારકી, સુખી-દુઃખી, સ્ત્રી-પુરુષ, બ્રાહ્મણ-ક્ષત્રિય, અમીર-ગરીબ, સારો – ખરાબ, રૂપાળો-કાળો, બિમાર-સાજો આટલું બધું જુઓ છો, અહીં તો ભેદ દેખાતો જ નથી. જ્ઞાની કહે છે કે અમને તો માત્ર સિદ્ધ જ દેખાય છે. અમને દેહ પણ દેખાતો નથી. કર્મકૃત ભેદો પણ દેખાતા નથી. જાતિભેદ, લિંગભેદ દેખાતા નથી. અમને કંઈ દેખાતું નથી. સ્થૂલ શરીર પણ દેખાતું નથી. સ્ત્રી નથી દેખાતી કે પુરુષ નથી દેખાતો, અમને માત્ર સિદ્ધ જ દેખાય છે. સર્વકર્મથી મુક્ત એવો સિદ્ધ દેખાય છે. આ બધા જીવો સિદ્ધ જેવા છે. જગતના જીવો કેવા છે, તેનું સ્ટેટમેન્ટ આથી ઉત્તમ હોઈ શકે નહિ. જોતાં આવડવું જોઈએ.
જ્ઞાનીની એક દૃષ્ટિ છે અને જગતની પણ એક દૃષ્ટિ છે. અજ્ઞાનીની પણ એક દૃષ્ટિ છે. અજ્ઞાની ભેદ પાડે છે, વિકલ્પ કરે છે અને વિવાદ કરે છે, અહંકાર કરે છે, દ્વેષ કરે છે, લઘુતાગ્રંથિ અનુભવે છે. જ્ઞાની બધા ભેદને ટાળે છે. જ્ઞાનીની દૃષ્ટિમાં ભેદ નથી. તેની દૃષ્ટિમાં સર્વ જીવો સિદ્ધ છે. નમો સિદ્ધાણં. “સર્વ જીવ છે સિદ્ધ સમ.” નિગોદમાં રહેલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org