________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
પ્રવચન ક્રમાંક - ૭૩
ગાથા ક્રમાંક - ૧૦૧-૧ જેનદર્શનનો સામ્યવાદ
આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત;
જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત. (૧૦૧) આપણે અહીં ૧૦૧મી ગાથાનું પુનરાવર્તન કરીએ છીએ. એકની એક વાત વારે વારે કહેવી તેનું નામ પુનરાવર્તન. પુનરાવૃત્તિની ત્યારે જરૂર પડે કે જ્યારે કોઈ ચોક્કસ ભલામણ કરવાની હોય. બાપ દીકરાને ઘણીવખત કહેતો હોય છે, બેટા ! ધ્યાન રાખજે, આ વાત મહત્ત્વની છે. દીકરો કહેશે કે કેટલી વખત કહેશો કે આ વાત મહત્ત્વની છે ?
અહીં સમગ્ર મોક્ષની સાધના, તેની રીત, તેની પદ્ધતિની વાત કરવાની છે. ગાથામાં એક લીટી આવી છે કે મોક્ષપંથ તે રીત. આ મોક્ષનો પંથ છે અને આ મોક્ષ પ્રાપ્ત કરવાની શૈલી છે, પદ્ધતિ છે. કોઈપણ વાત કર્યા પછી છેવટે આપણને પ્રશ્ન ઊભો થાય છે કે વાત તમારી બરાબર, પણ કરવું કેવી રીતે ? મેળવવું કેવી રીતે? કઈ એવી રીત છે કે જેથી મોક્ષની પ્રાપ્તિ થાય? પહેલો શબ્દ ખ્યાલમાં રાખજો, કેવળ શુદ્ધ આત્માના સ્વરૂપની નિરંતર અનુભૂતિ એ મોક્ષની રીત છે. નિરંતર અનુભૂતિ એટલે વચ્ચે વિક્ષેપ ન થાય, બીજા વિચારો કે વિષયો વચ્ચે ન આવે, દ્વન્દ્ર ન થાય. બીજા વિકલ્પો, વિચારો કે ભાવો વચ્ચે ન આવે, ધારા ન તૂટે, સતત અંતરમાં અખંડ ધાર ચાલે, જેમ તેલની ધારા અખંડ હોય છે, તેમ આ ધ્યાનની ધારા પણ અંતરમાં અખંડ ચાલે અને એ ધારામાં શુદ્ધ આત્માની અનુભૂતિ થાય.
શાસ્ત્રોમાં તત્ત્વનું વર્ણન છે, પણ શાસ્ત્રોમાં તત્ત્વ નથી. શાસ્ત્રો શ્રવણ કરનારને શબ્દો મળે છે પણ શબ્દોમાં તત્ત્વ નથી. શબ્દો દ્વારા કહેવું પડે છે પણ શબ્દો સાંભળીને શબ્દોમાં જો અટકશો તો હાથમાં કંઈ નહિ આવે. એ શબ્દો લઈને, એ શબ્દો જેના માટે છે, જેનો સંકેત કરે છે, જેનું પ્રતિપાદન કરે છે, જેની લક્ષતા છે, જેની સંવેદના છે ત્યાં પહોંચવાનું છે. વચમાં શબ્દો છૂટી જાય છે. છીલકું નીકળી જશે ત્યારે દાણો હાથમાં આવશે, છીલટા વગર દાણો નથી. અનુભવ જેમને થયો છે, એમણે આદાન પ્રદાન જો કરવું હોય તો શબ્દોના માધ્યમ દ્વારા કરવું પડે. શબ્દો દ્વારા તેમણે કહ્યું, પણ શબ્દોથી શબ્દોનું પ્રતિપાદ્ય જુદું છે. એ શબ્દોથી પ્રતિપાદ્ય જે આત્મ તત્ત્વ – શુદ્ધાત્મા, તેના સ્વરૂપનો અનુભવ, તે શુદ્ધ આત્માનો સાક્ષાત્ અનુભવ છે. આત્માને જાણ્યો છે, સાંભળ્યો છે, વાંચ્યો છે, વાત કરી છે, શ્રવણ કર્યું છે પણ અનુભવ્યો નથી અને અનુભવ ન થાય ત્યાં સુધી આહુલાદ નહિ આવે, પ્રસન્નતા નહિ આવે, સમાધાન નહિ થાય, વિકારો અને વાસના શાંત નહિ થાય, કર્મોનો ક્ષય નહિ થાય, રાગ દ્વેષ મંદ નહિ પડે. કારણ ? અનુભવ થયો નથી.
અનુભવ તો એવું કહે છે કે બાસુંદી જોઈ રહ્યા છીએ, દેખાય છે, અંદર બદામ, પીસ્તા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org