________________
પ્રવચન ક્રમાંક - ૭૨, ગાથા ક્રમાંક-૧૦૧ ભ્રમ છે, ગટર ભ્રમ છે. ગટરમાં સોનાની વીંટી પડી છે, મેલી થઈ છે તે ભ્રમ છે', ભ્રમ નહીં તથ્ય છે, સત્ય છે પણ ગટરમાં પડેલી સોનાની વીંટીને ધોઈ શકાય છે, તે સત્ય છે. વીંટી મેલી પણ થઈ છે અને ધોઈ શકાય તેમ પણ છે. તેમ આત્માને શુદ્ધ કરી શકાય, જેથી કેવળ પામીએ.” ઓનલી માત્ર આત્મા, શુદ્ધ આત્મા પામીએ તેમ પ્રવર્તાય, તે મોક્ષનો પંથ છે.
પચાશને તમે પૂછશો કે મહારાજ ! મોક્ષનો પંથ શું છે ? અને કહેનાર હજાર ઉપાય બનાવશે. તું આખ મીંચીને બેસ, પ્રાણાયામ કર, ભ્રસ્ત્રિકા કર. પ્રાણાયામ બહાર અને કપાલભાતિ પણ બહારની વસ્તુ છે. આ બધું બહાર, અંદરમાં કંઈ નહિ ? સંયોગો આત્માથી ભિન્ન છે, બહારની ક્રિયાઓ પણ ભિન્ન છે, જેનાથી કેવળ શુદ્ધ આત્મા પ્રાપ્ત થાય એ જ મોક્ષનો પંથ છે.મોક્ષના પંથ અનેક નથી. ચિદાનંદજી મહારાજે કહ્યું, “જાકુ જાકુ પૂછીએ સૌ અપની અપની ગાવે પણ સાચો માર્ગ કોઈ બતાવતું નથી. આનંદધનજી મહારાજ ૩૦૦ વર્ષ પહેલાં થયા. એમણે પણ કહ્યું કે
મત મત ભેદે રે, જો જઈ પૂછીએ, સો સ્થાપે અહમેવ. આ બધા પોતાના જ મત સ્થાપે છે. મોક્ષમાં જવા માટે જુદાં જુદાં બારણાં બતાવે છે. અલ્યા! મોક્ષને દરવાજા જ નથી. દરવાજાની વાત કયાં કરે છે ? રસ્તો સળંગ છે.
છેલ્લી વાત, ધ્યાન રાખી સાંભળજો, આત્મા શુદ્ધ છે, એ કારણ પરમાત્મા છે. પરમપરિણામિક ભાવની અપેક્ષાએ આત્મા શુદ્ધ જ છે, પરંતુ વર્તમાનમાં નજર નાખતા કર્મનો સંબંધ દેખાય છે માટે અશુદ્ધ છે. તું તારામાં જો ઠરીશ તો કર્મનો સંબંધ છૂટી જશે. તું શુદ્ધ જ છો અને એવો શુદ્ધ આત્મા જે રીતથી પામીએ તે મોક્ષનો પંથ છે, રીત છે.
થોડાં સૂત્રો આનાં સંદર્ભમાં બાકી છે, તેનો હવે વિચાર થશે. એ ગહન વિષયનો પણ હવે પ્રાંરભ કરીશું. કર્મ અનંત પ્રકારનાં શાથી છેડ્યાં જાય ? આ મહત્ત્વની ગાથા છે. આ જૈન દર્શનની કર્યતંત્રની ફીલોસોફી છે. જૈનદર્શનમાં દ્રવ્યાનુયોગ છે તેમ કર્મની ફીલોસોફી પણ છે. આત્માશુધ્ધ છે પણ કર્યતંત્ર પણ છે તે વર્ણનનો પ્રારંભ ૧૦૨મી ગાથાથી થશે.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org