________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૬૫ શુદ્ધાત્મા. શાસ્ત્રીય પરિભાષામાં બોલવું હોય તો શુદ્ધાત્મા નોકર્મ, દ્રવ્યકર્મ અને ભાવકર્મથી રહિત છે. ઉપર જતા પહેલાં, છેલ્લો વરઘોડો નીકળે તે પહેલાં આ બધું સમજી લેવું, જાણી લેવું જરૂરી છે. આમ તો આઠ-નવ વર્ષની ઉંમરે આ બધું વર્ગમાં શીખવા જેવું છે. તે ચૂકયા તો સોળથી વશ વર્ષ સુધી, પાંત્રીશ પછી ઊતરતો કાળ. મોટી ઉંમરે તમારામાં શીખવાનો વેગ કેવી રીતે આવશે ? આ ચૈતન્ય તત્ત્વ કેવું છે તે નક્કી કરી લ્યો. આત્મામાં વૈભાવિક ભાવો દેખાય છે તે માત્ર આભાસ છે. જૈનદર્શન સિવાય આ કહેવાની કોઇમાં હિંમત નથી. હું પુનરાવૃત્તિ કરીને કહું છું કે જૈનદર્શનની આ ખૂબી છે. એણે એમ કહ્યું કે આ રોગ છે અને આ રોગની દવા પણ છે. ભૂલ પણ છે અને ભૂલને સુધારી શકાય છે. રાગાદિ ભાવો છે,તેને દૂર કરી શકાય છે. રાગાદિભાવો નથી, નથી એમ કહેવાથી દૂર નહિ થાય. વેદાંતને એમ કહેવું છે કે બ્રહ્મમાં રાગાદિ ભાવો નથી. પરંતુ નથી કહેવાથી ભાવો દૂર નહિ થાય. છે તેનો સ્વીકાર કરો અને તેનાથી પણ આત્મા ભિન્ન છે તેમ જાણો અને તેને દૂર કરો.
નોકર્મ એટલે શરીર. શરીર કર્મ નહિ પણ કર્મનું કારણ. કર્મની બધી ઘટનાઓ શરીર હોય તો થાય, શરીરમાં થાય, શરીર દ્વારા થાય, માટે શરીર તે નોકર્મ. ભાવકર્મ કરવાના પરિણામે આત્મા સાથે કર્મનો જે સબંધ થાય એને કહેવાય છે દ્રવ્યકર્મ અને દ્રવ્યકર્મને કોલ આપનાર અંદરના રાગાદિ પરિણામો, વિભાવો તેને કહેવાય છે ભાવકર્મ. હે શિષ્ય ! તું દ્રવ્યકર્મોથી ભિન્ન છો, નોકર્મથી પણ ભિન્ન છો અને ભાવકર્મથી પણ ભિન્ન છો. કેવળ એવો શુદ્ધ આત્મા પામીએ – પણ પામવાનો છે કયાં ? શબ્દ છે પામીએ પણ આત્મા તો છે જ, પામવાનો કયાં છે ? સ્ટેશને ગયા પછી તમને ખબર પડે કે બેગ ઘેર રહી અને તે લેવા ફરી દોડીએ તેમ આત્માને મૂકીને તમે કયાંય જઈ શકો નહીં. આત્મા તો પ્રાપ્ત જ છે. પરંતુ પ્રાપ્તની પ્રાપ્તિ કરવાની છે. જૈનદર્શનની આ અદ્ભુત વાત છે. તે મેળવવાનો નથી, કોઈ પાસે માંગવાનો નથી, બેંકમાં મૂક્યો નથી અને કોઈ ટ્રસ્ટીઓને વહિવટ કરવા આપ્યો પણ નથી. ટ્રસ્ટીઓ પાસે મિલકત મૂકી હોય તો સગીર વય પછી મિલકત મળે. ઓલો છોકરો કહેશે કે મને અઢાર વર્ષનો થવા દો પછી તમારી ખેર નથી. આત્માને પામવાનો નથી તે કયાંય ગયો નથી. આત્મા હાજર છે. આ જૈનદર્શનની ઉદ્ઘોષણા છે કે આત્મા છે. એને પામવાનો છે એટલે જાણવાનો છે, એને જાણવાનો છે એટલે એનો મેલ દૂર કરવાનો છે. નોકર્મ, દ્રવ્યકર્મ, ભાવકર્મ દૂર થાય અને તેને દૂર કરવા બહુ મહેનત કરવાની નથી. અંદરમાં સ્વીચ ઓફ કરી દો. ભાવકર્મ સ્વીચ છે. બીક વગર બોલો કે “જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ.” આ જૈન ધર્મની અદ્ભુત ઉદ્ઘોષણા છે. કેસે દેત કર્મનકુ દોષ' તું કર્મને કેમ દોષ આપે છે? તેમ યશોવિજયજી મહારાજ કહે છે. જો ચેતન એટલે આત્મા કર્મ ન કરે તો ન થાય.
જેથી, જેનાથી, જે કરવાથી, જે રીતથી, જે પ્રક્રિયાથી કેવળ શુદ્ધ આત્મા પામીએ તે મોક્ષનો પંથ છે. અમારે શુદ્ધ આત્મા જોઈએ છે. વીંટી સોનાની છે, ગટરમાં પડી છે, ધોઈ નાખ બાપા ! પહેરવી તો છે, ધોવાની મહેનત કરવી પડશે. એમ ન કહેશો કે “ના, ના,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org