________________
૬૪
પ્રવચન ક્રમાંક ૭૨, ગાથા ક્ર્માંક-૧૦૧ વાત ગમતી નથી પણ જ્ઞાની તો એમ કહે છે કે ભાઇ, દેહાદિક સંયોગો છે, તે દેખાય છે પણ તેનાથી આત્મા જુદો છે, એ બધા તારા નથી, એનાથી આત્મા જુદો છે. સર્વાભાસ રહિત. એ સંયોગોથી પણ આત્મા જુદો છે. વિભાવભાવથી રહિત છે. વિભાવભાવો એ આત્મા ઉપર ઘટતી ઘટનાઓ છે. દેહાદિક સંયોગ તે આત્માથી છેટી પણ બહારમાં બનતી ઘટના છે. દેહ આત્માથી છેટો છે, ઘર આત્માથી છેટું છે, કુટુંબ તો આત્માથી ઘણું છેટું. જગતનાં પદાર્થો આત્માથી વધારે છેટા. આ બધા સંયોગો છે.
સંયોગ બે પ્રકારે છે. વાસ્તવિક સંયોગ અને આસક્તિથી સંયોગ. તમે અહીં બેઠા છો અને તમારો ફલેટ કયાં તમારી સાથે છે? પણ મારો ફલેટ છે, લઇને આવ્યા છો. ફલેટ તો જુહૂના દરિયા કિનારે એની જગ્યા પર છે. પણ સંયોગ છે. તે નિકટમાં પણ છે અને દૂર પણ છે. રાગ, વિભાવો, સીધા આત્મામાં થાય છે અને દેહાદિ સંયોગો આત્માથી છેટા થાય. પરમકૃપાળુદેવને કહેવું છે કે રાગાદિ ભાવો જે આત્મામાં દેખાય છે તેનાથી આત્મા જુદો છે અને દેહાદિ સંયોગો જે દેખાય છે તેનાથી પણ આત્મા જુદો છે. આ સાંભળીને તમને ફડક બેસવી જોઇએ કે મને કેમ ફરક દેખાતો નથી ? આત્મા જુદો છે તેમ જ્ઞાનીપુરુષો કહે છે અને હું જુદો નથી, તેમ માની મઝા માણી રહ્યો છું. જ્ઞાની કહે છે, ભાઇ ! આ તો સંયોગ છે. આ સંયોગ લાંબા ગાળાનો છે. કોઇ પચાશ કે સાઠ અથવા સીતેર, એંશી વર્ષ સંયોગમાં રહે. કોઇ કળી થઇને કરમાઇ જાય, કોઇ ફૂલ થઇને ખરી જાય, અને કોઇ ફળ પાકીને ખરી પડે, પણ કળી, ફુલ, ફળ, બધું જવાનું એક દિવસ. વાવાઝોડું આવશે તો મોટું તોતીંગ ઝાડ હશે તો પણ જશે, જમીન દોસ્ત થશે. આ બધું દેખાય તો છે, કાયમ નથી, મારું નથી, બધો આભાસ છે.
‘આત્મા સત્ ચૈતન્યમય' આત્મા સત્-હોવારૂપ દ્રવ્ય છે તેને કેમ ઓળખવું ? તો કહે ચૈતન્યમય છે. ચૈતન્યમય એટલે જોવું અને જાણવું, એ બે ક્રિયાને ચૈતન્યમય કહેવાય. આવા જોવા જાણવાના સ્વરૂપવાળો આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. આવા આત્માને નહિ જાણવાવાળા જીવો આત્મા માટે જુદી જુદી કલ્પના કરે છે. આ બધી કલ્પનાઓથી આત્મા જુદો છે. કોઇને પ્રકાશ દેખાય, કોઇને જ્યોત દેખાય તો કોઇને લાલ, પીળો રંગ દેખાય પણ આ બધાથી આત્મા જુદો છે. સ્પર્શ, રૂપ, સ્વાદ, ગંધથી આત્મા ભિન્ન, શરીરથી આત્મા ભિન્ન, હલનચલનથી ભિન્ન, સાથે રાગાદિ વિભાવોથી પણ આત્મા ભિન્ન. ભલે વર્તમાનમાં વિભાવ ભાવો દેખાય છે, એ છે ખરાં, સાચા છે. વિભાવભાવો આત્મા જ કરે છે છતાં તે તેનાથી ભિન્ન છે. દેહાદિથી અને તેનાં સંયોગોથી આત્મા ભિન્ન છે. આમ સર્વ આભાસોથી રહિત એવો શુદ્ધ આત્મા જે રીતથી પ્રાપ્ત થાય તે મોક્ષનો પંથ છે તેમ હે શિષ્ય ! તું જાણ.
જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત
આ જગ્યાએ કેવળ એટલે કેવળજ્ઞાન નહિ પણ કેવળ એટલે ફકત, બીજું કાંઇ નહિ, માત્ર આત્મા જ. એ માત્ર શબ્દ આત્માને લગાડી શકાય. માત્ર આત્મા એટલે વિભાવોથી રહિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org