________________
૬૩
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા કેવલ્યજ્ઞાન છે. કેવળજ્ઞાન એવું છે કે તે જગતના બધા પદાર્થોને જણાવે છે. જગતના બધા પદાર્થો અને તેના અસ્તિત્વને જાહેર કરનાર આપણું જ્ઞાન તે કેવળજ્ઞાન. જ્ઞાન ન હોય તો અસ્તિત્વની ખબર ન પડે. બહુ મઝાકમાં સ્વામી રામતીર્થ કહેતા હતા કે મારા કહેવાથી સૂર્ય ઊગે છે. સૂર્ય તો આકાશમેં આયા, પર મેં આંખ ન ખોલું તો ? ઉસકી હા કહના, ના કહના મેરે હાથમેં હૈ. એટલે જ્ઞાન જગતના પદાર્થોને પણ જણાવે છે અને પોતાને પણ જણાવે છે. ૨૪ કલાક તમારા પોતામાં જે થાય છે, તેને પણ તમે જાણો છો અને જગતના પદાર્થોને પણ જાણો છો. - જ્ઞાનમાં જગતનાં પદાર્થો જણાય છે તેને કહેવાય છે શેય. અને જે જાણનાર છે, જે પોતાને જાણે છે તેને કહેવાય છે જ્ઞાતા. આ જગતમાં બે સંબંધ છે, જ્ઞાતા અને શેય. અને બેને જોડનાર કડી છે જ્ઞાન. જ્ઞાન ક્ષેય તરફ ઢળે છે, જ્ઞાતા તરફ પણ ઢળે છે. જ્ઞાન તો જ્ઞાતા અને જોય બંનેને જણાવે છે. તમે એકલા બેઠા હો અને તમને કોઈ પૂછે કે કોણ છે ? તો તમે એમ કહેશો કે કોઈ નથી. તો બે વાત થઈ. તું છે એમ નક્કી થયું, ના કહેનારો છે તે નક્કી થયું. આ વાત કોણે કરી ? આ કામ કોણે કર્યું ? માટે જ્ઞાન જાણનારને પણ જાણે છે અને જાણવા લાયક છે તેને પણ જાણે છે. તો આત્માનો સ્વભાવ સર્વભાવને પ્રકાશવા રૂપ છે અને અન્ય સર્વ વિભાવ અને દેહાદિના સંયોગના આભાસ રહિત છે. આભાસ, બહુ સરસ શબ્દ છે. તમે ઘણી વખત કહેતા હો છો કે મને આભાસ થયો, પણ કંઈ સ્પષ્ટ ન થયું. આભાસનો અર્થ એ થાય કે દેખાય ખરું પણ હોય નહિ. આંખમાં કંઈ તકલીફ થાય તો ચંદ્ર બે દેખાય. બે ચંદ્ર છે નહિ. ચંદ્ર તો એક જ છે. કાઠિયાવાડ પાસે ભાલની ધરતી ઉપર મોટી નદી વહેતી દેખાય છે અને આપણને થાય કે ચાલો પાણીની બેગ ત્યાં જઈ ભરી લઈએ. દોડતા દોડતા ત્યાં જઈએ ત્યારે પાણી હોય નહિ. દેખાય છે ખરું પણ હોય નહિ, તેનું નામ આભાસ. તેવી જ રીતે, રાગદ્વેષ આદિ વિભાવ ભાવો છે, આત્મામાં દેખાય છે, પરંતુ દેખાતા હોવા છતાં, તેનાથી આત્મા જુદો છે એમ જે જોવું તેને કહેવાય છે આત્માનું સત્યદર્શન. આ જીવનમાં જે કંઈ દેખાય છે, જેટલા સંયોગો દેખાય છે તેનાથી પણ આત્મા જુદો છે. આ છે સત્યદર્શન.
આ જીવનમાં જે કંઈ સંયોગો દેખાય છે તેનાથી આત્મા પર છે. ટ્રેઈનમાં આપણી બાજુમાં કોઈ અળવીતરું છોકરું આવી જાય અને તોફાન કરે તો આપણે કહીશું કે તું કયારે જવાનો છે? તે કહેશે કે બે સ્ટેશન પછી. શા માટે આકરા થવાનું ? આ તારી જીંદગીમાં જડાયેલ નથી. સંયોગ છે, છૂટી જશે. ઘરવાળો ઘરવાળી એટલે કે પતિ પત્ની પણ જીંદગીમાં સાથે જડાયેલાં નથી, એ પણ સંયોગ છે, છૂટી જશે.
બાહ્ય સંયોગોથી તો ભિન્ન, પણ દેહાદિક સંયોગથી પણ આત્મા ભિન્ન છે. જેના દર્શનની ભાષાનું ગૌરવ ઊંચું છે. તે કહે છે કે કોઈ કોઈનું નથી, તારે બધું અહીં મૂકીને જવાનું છે. તારા વડિલો કંઈ સાથે લાવ્યા ન હતા, તેઓ મૂકીને ગયા, તેમ તું પણ મૂકીને જઇશ. આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org