________________
૬ ૨
પ્રવચન ક્રમાંક – ૭૨, ગાથા ક્રમાંક-૧૦૧ રીતે થાય છે તે જાણો. આત્મા કેવી રીતે બંધાય છે ? શું કરવાથી અને કઈ પ્રક્રિયાથી બંધાય છે ? ભગવાન મહાવીરે બંધન કોને કહ્યું ? અને શું જાણવાથી આ બંધન તૂટે ?
આ બંધની, કર્મ સંબંધની, સંયોગોની અને વિભાવની તમામ ઘટના આત્મામાં ઘટે છે. તેનું સ્થળ ભીતર છે. અંદર જ્ઞાન પણ દેખાશે, સાથે સાથે ક્રોધની પર્યાય પણ દેખાશે. અંદર વૈરાગ્યની ઝલક પણ દેખાશે, ને રાગની પર્યાય પણ દેખાશે. જે વખતે રાગની પર્યાય દેખાય તે વખતે બળ વાપરીને, આ રાગથી ચૈતન્ય જુદું છે, તેવો ભાવ આપવો તે સાધના છે અને એવી સાધના તે મોક્ષનો પંથ છે.
“આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત” આ શબ્દો ધ્યાનમાં લેજો. ત્રણે કાળ કોઈપણ જાતના કારણ વગર, કોઈની પણ સહાય વગર, કોઇપણ જાતના નિમિત્ત અને બાહ્ય પરિબળ વગર જેનું હોવાપણું છે, તેને કહેવાય છે સત્. ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ, ત્રણે કાળમાં જે છે તેના હોવા માટે કોઈની જરૂર નથી. ત્રણે કાળ કોઇના અવલંબન કે ટેકા વગર જે છે તે સત્. તેને કોઈનો આધાર લેવો પડતો નથી. સત્ સ્વાધીન છે. ત્રણે કાળ છે. તે અવિનાશી છે. આત્મા સત્ એટલે અવિનાશી અને ચૈતન્યમય એટલે સર્વભાવને પ્રકાશવારૂપ સ્વભાવમય છે. અન્ય સર્વ વિભાવ અને દેહાદિ સંયોગના આભાસથી રહિત એવો કેવળ એટલે શુદ્ધ આત્મા પામીએ તેમ પ્રવર્તાય તે મોક્ષનો માર્ગ છે.
આત્મા’ શબ્દ બોલ્યા પછી બીજો કોઈ શબ્દ બોલવાની જરૂર નથી. શાસ્ત્રોમાં એક જ શબ્દ ઘૂંટ્યો છે આત્મા. ૧૪ પૂર્વમાં અને ૪૫ આગમોમાં એક જ શબ્દ ઘૂંટ્યો છે આત્મા. આત્મા’ શબ્દ બોલ્યા પછી જ્ઞાની મૌન થઈ જાય છે. “આત્મા એ જ શાસ્ત્રોનું પ્રતિપાદ્ય છે, નિયંદન છે, નિચોડ છે, શાસ્ત્રોનો અર્ક છે. શિષ્ય કહે છે, પ્રભુ ! અજવાળું ન થયું તમે શું કહેવા માગો છો, તે ખબર ન પડી. પછી બીજો શબ્દ બોલવો પડ્યો, “સતું' અરે, શિષ્ય ! ત્રણે કાળ જ રહે છે, ત્રણે કાળ જે છે, અવિનાશી છે તેની અમે વાત કરીએ છીએ. કંઈ ભાન ન થયું, અજવાળું ન થયું, પછી શબ્દ બોલ્યા, “ચૈતન્યમય'. આ શબ્દો પરાણે બોલવા પડે છે. જ્ઞાની શબ્દોની બહુ કરકસર કરે છે. તમે રૂપિયાની કરકસર કરો છો ને ?
આત્મા શબ્દ બોલ્યા અને કામ પતી જતું હોય તો આગળ બીજો શબ્દ બોલવાની જરૂર નહિ. પરંતુ જ્ઞાની આત્મા શબ્દ બોલ્યા પણ હલચલ ન થઈ, ઝલક ન આવી, હર્ષ ન થયો, સમજણ ન પડી, અંદર પ્રતિક્રિયા ન થઈ. તેથી કહે છે કે આત્મા સત્ છે એટલે અવિનાશી છે, તેનો નાશ થઈ શકતો નથી અને ચૈતન્યમય છે.ચૈતન્યમય એટલે જગતના જેટલા પદાર્થો, જેટલા ભાવો છે એ બધા ભાવોને જાણનાર અને પોતાને જણાવનાર એવો આત્મા છે. આત્મા બે કામ કરે છે. પોતાને પણ જાણે છે અને સાથે સમગ્ર વિશ્વના પદાર્થોને પણ જણાવે છે. તમારા જ્ઞાનમાં જેટલું આવતું હોય તેટલું તમારું જ્ઞાન જાણે, પણ આપણા જ્ઞાનનું કદ નાનું છે. મતિજ્ઞાન - શ્રુતજ્ઞાન નાનું કદ, સાથે અવધિજ્ઞાન હોય તો પણ નાનું કદ અને મનઃપર્યય જ્ઞાન હોય તો પણ નાનું કદ. આ ચાર જ્ઞાનનો ધણી હોવા છતાં કદ નાનું. અફાટ અને વિરાટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org