________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ખમાસમણાં આપીએ છીએ. અમે આ ત્યાગ કર્યો’ એમ ગર્વ શેનો કરે છે? આ બધું એક વખત નહિ પણ અનંતવાર કર્યું છે. બહારમાં ઘટના ઘટી, પરંતુ અંદર કંઈ નહિ. મોક્ષની ઘટના આત્મામાં ઘટે છે, બહાર નહિ. પણ બહાર અને અંદર કનેકશન છે. સમગ્ર ચારિત્રની સાધના, ગુપ્તિની સાધના, વ્રતની સાધના, તમને બહાર દેખાશે. ભક્તિની, સ્વાધ્યાયની, તપ જપની સાધના બહાર દેખાશે પણ ખરી સાધના આત્મામાં થવી જોઈએ. સ્વીચ ઓન ત્યાંથી કરશો તો બધું ચાલુ. સ્વીચ તો કોઈક ખૂણામાં છે. આ બધું દેખાય છે ઝાકઝમાળ, એરકન્ડીશન, સ્પીકર, આ લાઈટો પરંતુ આ બધા પાછળ નાનકડી સ્વીચ કામ કરે છે. એ બંધ કરો તો બધું બંધ કર્યું શું ? આટલું જ હલાવ્યું, જે કંઈ છે તે એમાં છે, તેમ સંસારની સ્વીચ આત્મામાં છે. એ સ્વીચ બંધ કરો તો મોક્ષ અને સ્વીચ ખોલશો તો સંસારમાં છો. માટે જે પણ કરવું હોય તે અંદરમાં કરો.
જૈનદર્શને બે નયનો, બે કારણોનો સ્વીકાર કર્યો છે, નિશ્ચયનય અને વ્યવહારનય, ઉપાદાન કારણ અને નિમિત્તકારણ, જ્ઞાન અને ક્રિયા, એમ બે વાતનો સ્વીકાર કર્યો. શાસ્ત્રીય પરિભાષામાં જ્ઞ પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા, શબ્દો છે. “ઈડરમાં પરમકૃપાળુદેવે આપેલી ધર્મ દેશના', આ વિષય ઉપર અમારાં પ્રવચનો ઘાટકોપરમાં ચાલતાં હતાં, ત્યારે નોંધ વાંચવામાં આવી હતી. સૂયગડાંગ સૂત્રના બે વિભાગ છે. પ્રથમ શ્રુત સ્કંધ અને દ્વિતીય શ્રુત સ્કંધ. તેમાં હજારો શ્લોકો છે. એ સૂયગડાંગ સૂત્ર પરમકૃપાળુદેવે બે હજાર વખત વાંચ્યું. ચૌદ વર્ષની ઉંમર થતાં કેટલાંય આગમો ઉપર દૃષ્ટિ ફેરવી. ભગવતી સૂત્રમાં ગૌતમ સ્વામી, અગ્નિભૂતિ, વાયુભૂતિ માર્કદી પુત્ર જયંતિ શ્રાવિકા વિગેરેએ ૩૬ હજાર પ્રશ્નો પૂછ્યા છે. એ ભગવતી સૂત્ર તેમણે ૩૬ વખત વાંચ્યું. આનું નામ સ્વાધ્યાય કહેવાય. શાસ્ત્રની કેટલી જરૂર છે ! સ્વાધ્યાયનું કેટલું મહત્વ છે તે પણ આના ઉપરથી સમજી શકાય. અને છતાં 1. “જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહિ;
તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં. આ ફટકો પણ આપ્યો. વ્યવહારનય-નિશ્ચયનય, ઉપાદાન-નિમિત્ત, જ્ઞાન-ક્રિયા, દ્રવ્યભાવ, એ બંનેને સાથે રાખવા એ અદ્ભુત કળા છે. તમે કહો છો ને કે પંદર માણસો હોય તેને સાચવવા મોટી કળા છે, આવા પંદર તો સચવાશે પણ વ્યવહારનય નિશ્ચયનય આદિ બન્નેને સાથે રાખવા એ તો અદ્ભુત કળા છે. જૈનદર્શન એમ કહે છે કે નયો મુખ્ય ગૌણ હોઈ શકે પરંતુ નિષેધ ન હોઈ શકે.
बुज्झिज्ज तिउद्देज्जा, बंधणं परिजाणिया। किमाह बंधणं वीरे ? किं वा जाणं तिउद्दई ? ॥१॥
(સૂયગડાંગ સૂત્ર પ્રથમ શ્રુતસ્કંધ, પ્રથમ અધ્યયન ઉદ્દેશ-૧) સુધર્માસ્વામીને જંબુસ્વામી પૂછે છે કે હે પ્રભુ ! ભગવાન મહાવીર સ્વામીએ શું કહ્યું? સુધર્માસ્વામીજી કહે છે કે ભગવાને બે શબ્દો કહ્યાં, “બોધ પામો અને તોડો'. બંધન કેવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org