________________
૬૦
પ્રવચન ક્રમાંક - ૭૨, ગાથા ક્રમાંક-૧૦૧
મોક્ષની ઘટના બહાર ઘટતી નથી, શરીરમાં ઘટતી નથી. સ્થળમાં કે કાળમાં ઘટતી નથી. મોક્ષની ઘટના તો સમગ્રપણે આંતરિક ઘટના છે. દેહમાં રહીને સાધના થાય તે વખતે દેહનો ઉપયોગ તમે કરો તેની વાત જુદી છે પણ મોક્ષની જે ઘટના ઘટે છે તે આંતરિક ઘટના છે, તે અંદર ઘટે છે. તેમાં પ્રધાન દ્રવ્ય આત્મા છે, મુખ્ય દ્રવ્ય આત્મા છે, મોક્ષ પણ આત્માનો થાય છે. ઉપાદાન અને ઉપાદાનકારણ પણ આત્મા છે. આ બધી સામગ્રી ભીતર છે. બહાર કયાંય નથી. હા! “સદ્ગુરુ આજ્ઞા જિન દશા, નિમિત્ત કારણ માંય' આ વાત આગળ આવશે. આ બંને જોઇશે પણ તે બન્ને બહાર ઊભા છે. ઘટના જે ઘટે છે તે અંદર ઘટે છે. મોક્ષનો મૂળભૂત આધાર કંઈપણ જો હોય તો આત્મા છે. એનો અર્થ એવો છે કે મોક્ષ માટે બહાર કંઈ કરવાનું રહેતું નથી. જરા તટસ્થપણે વાતને સમજજો. આનો અર્થ એમ ન કરશો કે કાલથી મંદિરે જવું નથી. આત્મસિદ્ધિનો પાઠ બંધ કરી દો. પરંતુ ઘટના જે ઘટે છે તે અંદર ઘટે છે. મોક્ષ માટે જે કરવાનું છે, તે અંદર કરવાનું છે, આત્મામાં કરવાનું છે. આ વાત પ્રધાનપણે સમજજો. તો મોટી ભ્રમણામાંથી મુક્ત થવાશે. આનંદધનજી મહારાજે સાદી ભાષામાં કહ્યું –
દોડતા દોડતા દોડતા દોડિયો, જેતી મનની રે દોડ જિનેશ્વર, પ્રેમ પ્રતીત વિચારો ટૂંકડી, ગુરુગમ લેજો રે જોડ જિનેશ્વર,
ઘર્મ જિનેસર ગાઉ રંગશું આ અદ્ભુત ગાથા છે, દોડતા દોડતા દોડતા દોડિયો એટલે હું દોડ્યો. જેટલું દોડાય તેટલું દોડ્યો. મનથી દોડ્યો, મનમાં જે કંઈ વિચારો ઊઠ્યા તેથી દોડ્યો. મને કહ્યું ચલો કાશી, તો કાશી ગયા. મને કહ્યું કે ચલો, સમેતશિખર. તો શિખરજી ગયા. મને કહ્યું, ચલો ઈડર, તો ઈડર ગયા. મને કહ્યું કે ચલો જંગલમાં તો જંગલમાં ગયા. મને કહ્યું કે થા દિગંબર તો દિગંબર થયા. લેકિન ભીતર કુછ હુઆ નહિ. બહાર દોડ્યા. બહાર ઘટના ઘટતી નથી. ઘટના અંદર ઘટે છે. શાસ્ત્રોએ એમ કહ્યું કે ઘટના જે ઘટે છે તે અંદર ઘટે છે, તે આત્મામાં ઘટે છે, મોક્ષનું કાર્યક્ષેત્ર આત્મા છે. જરા ધીરજથી વાત ખ્યાલમાં લેજો. ઘણી શંકાઓ થશે. શંકા ભલે થાય. પરંતુ માન્યતા ન બાંધશો. તમે એમ ન કહેશો કે અમે તો આ પ્રમાણે માનીએ છીએ. તમે માનો છો પણ તમે સર્વજ્ઞ છો? સર્વશે કોઈ દિવસ એમ નથી કહ્યું કે અમે માનીએ છીએ. માન્યતાની વાત જ નથી. અવસ્થા શું છે ? ભીતર શું છે ? પ્રતીતિ શું છે ? ઘટના શું છે ? અને અંદરના બનાવો કેવા છે? એ અર્થમાં મોક્ષ માટે બહાર કશું કરવાનું નથી. અંદર નહિ થાય તો, બહાર કરેલું સફળ નહિ થાય. એ અર્થમાં કહ્યું કે
યમ, નિયમ, સંજમ આપ કિયો, પુનિ ત્યાગ વિરાગ અથાગ લહ્યો,
વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો'. ઊંઘમાં બોલો છો? વહ સાધન બાર અનંત કિયો. આ જબરો ફટકો છે. ક્રિકેટની બેટીંગ મોટામાં મોટી થઈ ગઈ. અરે ! તું શેનો ગર્વ કરે છે ? “અમે મુનિ થયા, અમે અગિયાર અંગના પાઠી થયા, માસખમણ કર્યું, અમે ત્રણ કાળ દેવવંદન કરીએ છીએ, એકસો બેતાલીશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org