________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૬૫ સ્વભાવ અને વિભાવ બે શબ્દો સમજી લ્યો. વિકારી ભાવ, વિક્તભાવ તેને કહેવાય છે વિભાવ. પરભાવ છે તે પણ વિભાવ છે.
જિઉ લાગિ રહ્યો પરભાતમેં, સહજ સ્વભાવ લિખે નહિ અપનો, પરિયો મોહકે દાઉમેં, જિ ઉ લાગિ રહ્યો પરભાવમેં. યશોવિજયજી મહારાજ કહે છે, આ મારો જીવ વિભાવમાં લાગ્યો છે. સાહેબ ! ધર્મ કરવો એટલે શું કરવું? ધર્મ કરવામાં શું કરવું પડે અને શું છોડવું પડે ? આખું મોટું લીસ્ટ આપવું પડે. લીલોતરી છોડો, રાત્રી ભોજન છોડો. પૈસા છોડો. આ લાંબુ લીસ્ટ નથી આપતો. એક જ શબ્દ કે વિભાવ છોડો. વિભાવ છૂટયો કે બધું જ ગયું. વિભાવ એટલે વિકારી ભાવ. અસલમાં, મૂળમાં જે ન હોય પણ વર્તમાનમાં જે દેખાય તે વિકારી ભાવ. બે દિવસ પહેલાં કહ્યું હતું કે અગ્નિ પ્રગટાવો એટલે ધૂમાડો થાય. ધુમાડો અગ્નિનો સ્વભાવ નથી. અગ્નિનો સ્વભાવ છે પ્રકાશ, તો ધુમાડો આવ્યો કેમ? પાણીના સંયોગના કારણે, લાકડાં ભીનાં છે તે પ્રગટાવ્યાં એટલે ધુમાડો થયો. લાકડાં સુકા હોય તો ધુમાડો ન આવે.
વિભાવ છે તો કર્મનું કર્તાપણું આવે. કર્મનું કર્તાપણું છે તો ભોકતાપણું પણ છે. આ બન્ને જો હોય તો સંસારની યાત્રા અવિરતપણે ચાલ્યા જ કરશે. તમે હાથ જોડીને કહેતા હો છો કે અમારે સંસારમાં રખડવું નથી, પણ રખડવું પડશે. કયાં જશો ? હાથ જોડીને શું કરશો? ‘વિભાવ વર્તે જ્યાંય’ આત્માનો સહજ સ્વભાવ જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર. એ સિવાય જે કંઈ દેખાય તે વિભાવ છે. શાંતિથી બેસો, અંદર શું છે તે જુઓ. જ્ઞાન ઊઠતું હોય, શ્રદ્ધા ઊઠતી હોય, ચારિત્ર ઊઠતું હોય, કરૂણા અને પ્રેમ ઊઠતો હોય, સમભાવ ઊઠતો હોય, શાંતિ અને પ્રસન્નતા ઊઠતાં હોય તો તમે સ્વભાવમાં છો. પણ રાગ થતો હોય, ઈર્ષ્યા ઊઠતી હોય, દ્વેષ અને તિરસ્કાર ઊઠતો હોય તો કયાંક ગરબડ છે. આ રાગ દ્વેષ, તિરસ્કાર, ઈર્ષા તમારો સ્વભાવ નથી. વિભાવ અથવા વિક્તભાવ છે. એટલે તેમાં આખું તંત્ર છે. કર્મનો ઉદય થાય અને આત્મા જાગૃત ન રહે, વળી તે કર્મને આધીન થાય અને ફરી રાગ દ્વેષ કરે, આમ આત્મા કર્મનો કર્તા થાય છે અને ભોકતા પણ બને છે. અહીં આત્માની અજ્ઞાન દશા છે. શિષ્ય પોતાની સમજણ કેવી થઈ છે, તેની વાત સદ્ગુરુ પાસે કરી રહ્યો છે.
વિભાવનો અર્થ મિથ્યાત્વ, દર્શનમોહ. તેટલા માટે તો વારે વારે કહેવાયું છે કે કર્મો અનંત પ્રકારનાં છે, તેમાં મુખ્ય આઠ કર્મો છે અને તેમાં પણ સૌથી જબરું કર્મ મિથ્યાત્વ-દર્શનમોહનીય છે. કુટુંબમાં પણ બહુ મોટા અને વડા હોય તેને માનપાન આપવાં પડે. અહીં મોહનીયમાં પણ દર્શનમોહનીયનું જોર વધારે છે. આખા કર્યતંત્રની ધરી એક જ દર્શનમોહ, તેને મિથ્યાત્વ કહે છે તેના ઉપર કર્મનું ચક્કર ચાલે. તેના કારણે કર્મનું કર્તાપણું અને ભોકતાપણું છે. જ્યારે આત્મા વિભાવમાં પરિણમે છે, વિભાવમાં રમે છે, વિભાવને આધીન થાય છે ત્યારે કર્મનો કર્તા બને છે. આમાં કર્મનો વાંક છે જ નહિ. કર્મ સીધા તમારા સંબંધમાં આવતાં નથી પણ કર્મનો રસ્તો આપણે તૈયાર કરીએ છીએ. સાહેબ ! નેશનલ હાઈવે તૈયાર છે પધારો. તમને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org