________________
૨૬૬
પ્રવચન ક્રમાંક - ૯૬, ગાથા ક્રમાંક-૧૨૧ ખબર નથી પડતી પણ રાગ કરો કોઈ પ્રત્યે, તો કર્મોને આવવાનો રસ્તો ખુલ્લો છે. દ્વેષ કરો કોઈના પ્રત્યે, કર્મને આવવાનો રસ્તો ખુલ્લો. મન બગાડયું કોઈને જોઈને, કોઈ ભલે દુઃખી થાય તેમ વિચાર કરો તો કર્મને આવવાનો રસ્તો ખુલ્લો, દ્વેષના પરિણામ પાંચ દશ મિનિટ થયા અને તેને ભોગવવાનો સમય આવે, ફળ ભોગવવાનું આવે ત્યારે આખું વર્ષ ભોગવવું પડે. આટલી બધી શિક્ષા ? રાગ દ્વેષ કર્યા પણ તેનું પરિણામ આટલા લાંબા સમય ભોગવવાનું? ભગવાન ચંડકૌશિકને કહે છે કે તારા શિષ્ય તને એટલું જ કહ્યું હતું ને કે ગુરુદેવ ! પ્રાયશ્ચિત કરવાનું બાકી છે. ઈરિયાવહી બોલવાનું બાકી છે. આટલું તને યાદ કરાવ્યું. તારા ભલા માટે યાદ કરાવ્યું અને તું ગુસ્સો કરી તેને મારવા દોડયો ? થાંભલે અથડાયો. કપાળ લીલુછમ થયું.
ત્યાં મરણ પામ્યો અને વચ્ચે બે ભવ કરી આ જન્મમાં સાપ થયો, આ તારા વિભાવને કારણે. વિભાવ દૂર કરો, મોટું વીલું કરીને બોલો કે સંસાર અસાર છે, તેમાં કઈ નહિ વળે.
ચેતન જો નિજ ભાવમાં', આત્મા પોતાના ભાવમાં હોય તો પરભાવનો કર્તા ન બને પણ સ્વભાવનો કર્તા બને. આટલી બધી સ્પષ્ટતા પંચમકાળમાં પણ જાણવા મળે છે તો મોક્ષ છે કે નહીં તે ચિંતા કર્યા વગર વિભાવની ચિંતા કર. વિભાવને દૂર કરવાનો ઉપાય શું છે? વિભાવ એ સંસાર છે. સંસાર સાથે તારે લડવાની જરૂર નથી. વીંછીનો ડર છે જ નહીં, વીંછીમાં તેનો કાંટો જબરો હોય છે. કાંટો લઈ લેવામાં આવે તો વીંછીનો ડર નથી. નાગપાંચમને દિવસે ઓલો મદારી સાપને ગળામાં પહેરી ફરતો હોય છે, તેને બીક નથી, કેમ કે ઝેરની કોથળી કાઢી નાખી છે. ઝેરી દાઢ કાઢી નાખો એટલે શાંતિ રહે, પછી ભય નથી. ગમે તેટલાં બટકાં ભરે, મારી ન શકે. અહીં હવે સાપની મુશ્કેલી નથી, ઝેર ગયું. સંસારનું ઝેર વિભાવમાં છે. વિભાવનો કાંટો કાઢી નાખો એટલે કર્મનો ડર ગયો. મહાદેવજીના ગળામાં સાપ પ્રતીકરૂપે હિંમેશા રહેલો છે. મહાદેવજી બેઠા છે તેમનો વિભાવ દૂર થયો છે, સંસારમાં ફરી આવે તો પણ ડર નથી. કારણ કે વિભાવ દૂર થયો છે. જ્યાં સુધી વિભાવ છે ત્યાં સુધી આત્મા કર્મનો કર્તા બને છે અને પછી કર્મનો ભોક્તા પણ બને છે. બળાપો કરવાની જરૂર નથી, ચાવી તમારા હાથમાં આપી છે. આ સંસાર ઘટતો ન હોય તો લાકડી લઈને પણ વિભાવને કાઢો. સંસારને લાકડી મારવાની જરૂર નથી.
“વૃત્તિ વહી નિજ ભાવમાં” આપણી વૃત્તિ આપણો ઉપયોગ જો નિજ ભાવમાં હોય એટલે સ્વરૂપમાં હોય તો તે જ ક્ષણથી આત્મા અકર્તા બને છે. શું તારણ આવ્યું ? વિભાવ છે ત્યાં સુધી કર્તા ભોકતાપણું છે અને જ્યારે પોતાનો ઉપયોગ, પોતાની વૃત્તિ નિજભાવમાં જાય એટલે કર્મનો કર્તા મટી જાય છે. કર્મનું કારખાનું બંધ. હડતાલ પાડવાની જરૂર નથી. અકર્તા થયો. આપણે વિભાવો કરી કરી દુઃખ ભોગવીએ છીએ. પેટ ચોળી પીડા ઊભી કરીએ છીએ. તારે સંસાર અને દુઃખ જોઈતું નથી તો શા માટે વેરભાવ, રાગ દ્વેષ કરે છે ? સામાયિકમાં પણ તું રહી શકતો નથી. સામાયિક કરતો હોય અને વરઘોડો નીકળે તો ધ્યાન વરઘોડામાં હોય. સામાયિક તો ફરી થશે, આ વરઘોડો કયાં જોવા મળશે ? વિભાવ થયો એટલે સંસાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org