________________
૨૬૪
પ્રવચન ક્રમાંક – ૯૬, ગાથા ક્રમાંક-૧૨૧ મનુષ્યની સમગ્ર જીવનયાત્રા સુખમય થઈ જાય. પ્રસન્નતાથી હસતો હસતો, ગીત ગાતો ગાતો પસાર થાય. કોણ જાણે, કોયલ ટહુકવાનું ભૂલતી નથી, મોર ટહુકાર કરે છે, બાળક પણ
સ્મીત કરે છે. એક આપણે જ એવા છીએ કે ગંભીર થઈને ફરીએ છીએ. થયું છે શું ? તથ્યને આપણે સમજતા નથી. ત્રીજા સૂત્રમાં આપે કહ્યું તે પ્રભુ ! તથ્ય જ કહ્યું છે. જીવન નિયમથી ચાલે છે. જીવન અકસ્માત કે અસ્તવ્યસ્ત નથી. જીવન પરતંત્ર કે પરાધીન નથી. જીવન મહાનિયમ પ્રમાણે ચાલે છે. આ મહાનિયમ જાણી જીવનમાં ઉતારીએ તો પ્રસન્નતાથી જીવી શકાય. જીવન હળવાશથી જીવવા માટે આ સાદી સમજ આપણે મેળવવી પડશે. બળાપો કરીને, દુઃખી થઈને, લમણે હાથ મૂકીને, બડબડાટ કરતાં આપણે જીવવું છે ? જીવન બહુ ટૂંકુ છે અને મોટા ભાગનો સમય બળાપો કરવામાં જ જાય છે. એક પાયાનો સિદ્ધાંત સમજશો તો સુખી થઈ જશો. ‘તમે જે કંઈ પ્રાપ્ત કરો છો, તમારા જીવનમાં જે કંઈ આવે છે તે તમે જે પ્રમાણે કર્યું હશે તે મુજબ જ આવે છે.”
આ અર્થમાં કહ્યું છે કે આત્મા કર્મનો કર્તા છે અને બીજો નિયમ એ કે તું કર્મનો ક્ત છે તો તું કર્મના ફળનો ભોકતા પણ છો. જે કર્તા છે તે જ ભોકતા હોઈ શકે. એક કરે અને બીજો ભોગવે તેવી વ્યવસ્થા નથી. મા દીકરો હોય કે પતિ-પત્નીનો સંબંધ હોય, કોઈ એક બીજાનું સુખ દુઃખ લઈ શકે નહિ. પત્ની એમ કહેતી હોય કે હું તમારા માટે પ્રાણ આપું, પરંતુ આપી ન શકે. કોઈ પરીક્ષા કરવાની જરૂર નથી કેમ કે આ શક્ય જ નથી. અશકયને શકય બનાવી ન શકાય અને તે બનાવવાની જરૂર પણ નથી. જે વ્યકિતએ જે વસ્તુ માટે કાર્યવાહી કરી હશે તેના પરિણામો તેને જ જોવા પડશે. એનો અર્થ એ થયો કે તમે તમારા જીવનમાં જે કંઈ અનુભવો છો એ તમે કરેલું જ અનુભવો છો, તો આનંદ માનો, હિંમતથી સ્વીકારો, શ્રદ્ધાથી સ્વીકારો, નિર્ભયપણે અને હસતાં હસતાં સ્વીકારો. જ્ઞાની કહે છે કે પહેલી લીટી સુધારો તો બીજી એની મેળે સુધરશે. કર્મોનો કર્તા આત્મા છે અને તમે કર્મો કરવામાં સ્વતંત્ર છો. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે કર્મ કરવા સુધી તારો અધિકાર, કર્મ કર્યા પછી તારો અધિકાર નથી. આ ઠેકાણે શિષ્ય કહે છે ....
કર્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય;
વૃત્તિ વહી નિજ ભાવમાં, થયો અકર્તા ત્યાંય. આત્મા કર્મનો કર્તા છે અને આત્મા કર્મનો ભોક્તા છે. એ સદ્ગએ વિસ્તારથી સમજાવેલું. આત્મા કર્મનો કર્યા છે તેની પણ ઘણી ગાથાઓ છે અને આત્મા તે જ કર્મોનો ભોકતા છે તેની પણ ઘણી ગાથાઓ છે. શિષ્ય એ બધી ગાથાઓનો નિષ્કર્ષ એક ગાથામાં આપે છે. એ એમ કહે છે કે આત્મા કર્મનો કર્તા છે તેમાં ના નહિ, અને આત્મા કર્મનો ભોકતા છે તેમાં પણ ના નહિ. આ ખેલ કયાં સુધી ચાલે છે? આ ઘટના કયાં સુધી ઘટે છે ? તે આ કર્મો કયાં સુધી કર્યા કરશે અને કયાં સુધી ભોગવ્યા કરશે? તો જ્ઞાની અર્ધી લીટીમાં જ કહે છે કે ‘વિભાવ વર્તે જયાંય'. આ જ્ઞાની પુરુષોની ખૂબી છે. જ્યાં સુધી વિભાવ છે ત્યાં સુધી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org