________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૬૩ છે. ટારગેટ શું છે? પ્લેગે કહ્યું કે પાંચ હજાર માણસોનો છે. પાછો ફર્યો ત્યારે સમાચાર મળ્યાં કે પંદર હજાર માનવી મર્યા, તેથી તેને પૂછયું કે તમે પાંચ હજાર કહ્યા પણ આ તો પંદર હજાર ગયા. પ્લેગે કહ્યું કે મારાથી તો પાંચ હજાર મર્યા છે, પરંતુ બીજા દશ હજાર ભયથી મર્યા છે. આપણે જીવીએ છીએ પણ જીવવાનો આનંદ નથી. મુંબઈમાં તો લોકો કહે છે કે ઘેર હેમખેમ પાછા આવીએ ત્યારે ખરા. આટલા ભય વચ્ચે જીવવાનું? આ ભયનું કારણ દેહ છે.
ભર્તુહરીએ કહ્યું કે જગતમાં જેટલી વસ્તુઓ છે તે બધી ભયથી મુકત નથી. ભોગમાં રોગનો ભય. કુળને નાશ થવાનો ભય, પૈસાને રાજા તરફથી ભય, શાસ્ત્ર ભણવામાં વાદનો ભય, શરીરને મરણનો ભય હોય છે. આપણે ભય વચ્ચે જીવીએ છીએ. કારણ ? આત્મા નિત્ય છે તેવી પ્રતીતિ નથી. શું લાગે છે તમને ? આત્મા છે, નિત્ય છે એમ બોલીએ એટલે આત્મ સિદ્ધિ થઈ ગઈ ? ના. આ પરિણામ હોય, કોઇપણ સંજોગોમાં તેને ભય લાગતો નથી; રોગનો, વૃદ્ધાવસ્થા કે ઈષ્ટવિયોગનો ભય નહિં, મૃત્યુનો ભય નહિ, પ્રાપ્ત થયેલું જશે તેનો ભય નહિ. બાળક જન્મે, યુવાન થાય, ઘરડો થાય અને છેલ્લો વરઘોડો પણ નીકળે, સ્વાભાવિક છે. આ બધા સંયોગો વચ્ચે જેમ મણકા ફરે અને દોરો એનો એ જ રહે એમ શરીરો બદલાય પણ આત્મા એનો એ જ રહે, આવી પ્રતીતિ ને થઈ છે તેને આત્મા નિત્ય છે એમ સમજાયું છે, એવું કહેવાય. શિષ્યનું નિવેદન છે કે દેહનો ધર્મ જુદો છે અને આત્માનો ધર્મ પણ જુદો છે. વિનાશી દેહમાં અવિનાશી આત્મા બેઠો છે.
દેહ વિનાશી હું અવિનાશી, અપની ગતિ પકરેંગે, નાસી, જાસી હમ સ્થિરવાસી, ચોખે વહેં નિખરેંગે !
અબ હમ અમર ભયે ન મરેંગે. સ્પષ્ટ થઈ ગયું? કોઈ ભય ન રહે, જો તમે સમજશો તો. સાંભળો તો છો પણ ભયમાંથી મુકત નથી. એટલે હા પણ પાડો છો છતાં આત્મા નિત્ય છે એવી પ્રતીતિ થઈ નથી. કહો છો ખરા પણ પ્રતીતિ નથી. પ્રતીતિ એક અદ્ભુત ઘટના છે. તેથી આનંદધનજીએ કહ્યું કે......
યહ જીવ હૈ સદા અવિનાશી, મર મર જાય શરીરા’ શરીર મરવાનું જ છે. તમે તેને કાયમ રાખવા ખોટી મહેનત કરો છો. દેહથી અમર થઈ શકતું નથી અને અમર તત્ત્વ કયારેય મરતું નથી, તો દેહ વિનાશી, હું અવિનાશી, આવો પ્રગટ અનુભવ આત્મા નિત્ય છે તે સાંભળ્યા પછી મને થયો. “નાસી જાસી’ બે શબ્દો છે. નાશ પણ થશે અને જશે પણ ખરું. આવી એક પ્રતીતિ જ્યારે થઈ ત્યારે કદી ન થાય તેવો આનંદ મને થયો. એ અનુભવનો આનંદ ઓર છે. આવો આનંદ પ્રાપ્ત થતાં જીવનમાં સમાધાન આવે છે. - ત્રીજું સૂત્ર – સદ્ગુરુએ કહ્યું કે આત્મા કર્મનો કર્તા છે અને આત્મા કર્મનો ભોકતા છે. જગતનો વ્યાપક નિયમ છે, તમારે જે ભોગવવાનું થાય છે તે તમે કર્યું છે. તમે કર્યું હશે તેવું ભોગવશો. ગુજરાતીમાં એક કહેવત છે કે જેવું વાવો તેવું લણો. વાવો છો બાજરો અને માંગો જીરૂ તો નહિ મળે. લાળ માળ તુ નલ્થિ મો . આ સિદ્ધાંત સ્પષ્ટપણે સમજાય તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org