________________
૨૬૨
પ્રવચન ક્રમાંક - ૯૬, ગાથા માંક-૧૨૧ પાસે બુદ્ધિ છે, વિચાર કરવાની ક્ષમતા છે, સમજણનું બળ છે, શાસ્ત્રોનું જ્ઞાન છે અને સદ્ગુરુએ ઉપદેશ જ્યારે આપ્યો તેની પહેલાં મેં ઘણા ઉપદેશો સાંભળ્યા છે અને જ્ઞાનનો સંગ્રહ પણ કરેલ છે, એમાંથી મારી સમજણ અને મારા સદ્ગુરુએ આપેલો ઉપદેશ એ બે વચ્ચે કંઈ તાલમેલ છે ? પ્રામાણિક શિષ્યને આ તાલમેલ મેળવવો છે એટલે તેનો આગ્રહ ગયો, જાણપણાનું અભિમાન ગયું, હું જાણું છું એ મિથ્યા અહંકાર ગયો, કદાગ્રહ ગયો. હવે સાચું જાણવા માટે મારી પૂર્વ તૈયારી છે. એવી તૈયારી પણ કરી અને સાચું જાણવા છતાં વર્ષોથી પંપાળેલું અને ખોટું સમજેલ છોડવું હોય તો છોડવા માટે તેવી હિંમત પણ જોઈએ. તેવી હિંમત પણ આવી. આટલો બધો ફેરફાર જેનામાં થઈ શકે છે તે શિષ્યત્વ પ્રાપ્ત કરી શકે છે.
કૃપાળુદેવે આ ગાથાઓની પુનરાવૃતિ કરી નથી પરંતુ શિષ્યનું અહીં અંતર અવલોકન છે, પૃથક્કરણ છે. સમજણને સાચી કરવાનો નમ્ર પ્રયત્ન છે. માટે શિષ્ય કહે છે. હે પ્રભુ ! આપે જે ઉપદેશ આપ્યો તે મેં સાંભળ્યો અને હું જે કહું છું તે આપના ઉપદેશ પ્રમાણે યથાર્થ અને સમ્યક છે કે નહિ તે મારે જાણવું છે. શિષ્ય ખૂબ જ નમ્ર બન્યો છે. આ ધરતી ઉપર સદ્ગુરુ અને શિષ્યના પ્રેમ વચ્ચે બીજો કોઈ આવી શકે નહિ. તેણે કહ્યું કે આપે કહ્યું તેના પરિણામે મારો દેહાધ્યાસ છૂટી ગયો. મને ભાન આવ્યું. હું મને મળ્યો. હું ખોવાઈ ગયો હતો, હવે હાજર થયો. ‘નિજપદ નિજમાંહી લહ્યું'. આત્મા કદી બહારથી મળતો નથી. જેને આત્મા મળે છે, તેને પોતાનામાંથી મળે છે. કારણકે પોતે આત્મા છે. પોતે પોતે જ છે છતાં આજ સુધી પોતે નથી તેમ માનતો આવ્યો છે. જે પોતે છે તે ના પાડતો આવ્યો છે તે ભૂલ મને સમજાઈ. આપણને આપણું શરીર કાયમ રાખવું છે, અમર થવું છે. લોકો અમર થવાની વાત કરે છે, કાયમ ટકવાની વાત છે. ટકી શકો પણ જેના આધારે તમારી વૃત્તિ કાયમ ટકવાની વાત કરે છે તે શરીર પોતે કાયમ ટકી શકે તેમ નથી. જે કાયમ ટકી શકે છે તે અમારા જોવામાં આવ્યું નથી.
બીજું પદ આપે આપ્યું કે આત્મા નિત્ય છે તેનાથી આ વાત સ્પષ્ટ થઈ કે હું નિત્ય છું. આ ધરતી ઉપર મારું અસ્તિત્વ ભૂંસી નાખે એવું કોઈ બળવાન તત્ત્વ નથી. સદાજીવી છું. ભગવદ્ ગીતામાં થોડા શબ્દો છે.
મનો નિત્યઃ શાશ્વતોડ્ય પુરાણો, ન હન્યતે ઇચમીને શરીરે ! (૨/ર૦) શરીર હણાવા છતાં જે નથી હણાતો તેવો હું જીવ છું, તેવો હું આત્મા છું. જેમ દિવાળી પર્વમાં જૂનાં કપડાં ઉતારી નવા કપડાં પહેરીએ છીએ. કપડાં બદલાયાં પણ પહેરનારો રહ્યો. જેમ કપડા બદલવાથી પોતે બદલાતો નથી તેમ શરીર બદલવાથી આપણે બદલાતા નથી. એક દેહ છોડી બીજા દેહમાં જઈએ છીએ ત્યારે તેમાં જનાર એ જ આત્મા છે. હું નિત્ય છું. આ મોટી ઘટના છે. હું નિત્ય છું એમ સમજણ આવે તો તમામ ભયોમાંથી આત્મા બચી જાય. ખલીલ જીબ્રાને એક વાર્તા લખી છે. કાલ્પનિક છે. તેણે એમ લખ્યું કે દમાસ્કસથી તહેરાન જવા હું નીકળ્યો તો પ્લેગને પૂછયું કે તમારો શું પ્લાન છે? કેટલાનો ભોગ લેવાનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org