________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨
૬ ૧
પ્રવચન ક્રમાંક - ૯૬
ગાથા ક્રમાંક - ૧૨૧ કર્મના અકર્તા બનો
કત ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય;
વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય. (૧૨૧) ટીકા -જ્યાં વિભાવ એટલે મિથ્યાત્વ વર્તે છે, ત્યાં મુખ્ય નયથી કર્મનું કર્તાપણું અને ભોકતાપણું છે; આત્મસ્વભાવમાં વૃત્તિ વહી તેથી અકર્તા થયો. (૧૨૧).
અહીં, તમામ પ્રયત્નો સમજણને સાચી કરવા માટેના છે. સમજણ જો સાચી થાય તો જીવનની બધી ભૂલો સુધરી જાય અને સમજણ જો ખોટી હોય તો જીવનમાં બધી જ ભૂલો થાય. શાસ્ત્રો વાંચવા માટે નથી અને જાણવા માટે પણ નથી. પોતાની ખોટી સમજણ સુધારવા માટે શાસ્ત્રો છે. ખરી સમજણ કોને કહેવાય ? સત્યને અનુકૂળ, સત્યનિષ્ઠ સમજણ એટલે અસ્તિત્વ જેવું છે તેવું, પરંતુ હું માનું છું તેવું નહિ, તમે જે માનો છો તેવુ નહીં પણ સત્ય જેમ છે તેમ સ્વીકારનાર બુદ્ધિ બને. સત્ય વિષેની સમજણ આપણા પક્ષે નહિ પણ સત્યના પક્ષે આપણામાં થાય.
આટલી વાત આપણા જીવનમાં જો થાય, તો મનુષ્યની તમામ સાધનાની યાત્રા સમ્યક થાય. માણસ જે ભૂલ કરે છે તેને ભૂલ નથી લાગતી, કારણ કે તે સમજણની ભૂલ છે. ભૂલ સમજે તો ફરી ભૂલ કરે નહિ. સમજણની ભૂલ તે સ્વીકારવા તૈયાર નથી. જ્યારે જયારે શાસ્ત્રોનું શ્રવણ થાય, અથવા વાંચન થાય તે વખતે સાધક પોતાની સમજણ તરફ જુએ અને આ બધાના પરિણામે મારી સમજણ યથાર્થ થઈ છે કે નથી થઈ તેનો કયાસ કાઢે. આ મહત્ત્વનું કામ છે. જીવનમાં ફેરફાર – પરિવર્તન સમજણ વગર નહિ થાય. બે શબ્દો છે. સાચી સમજણ અને ખોટી સમજણ. કદાચ ખોટી સમજણ થઈ હોય પણ તે ખોટી સમજણ સાચી છે તેવો આગ્રહ થાય તો ખોટી સમજણ સુધારવી બહુ મુશ્કેલ પડે છે. જ્ઞાની પુરુષો અથવા સપુરુષો આપણને જ્યારે મળે છે ત્યારે તેમનો મોટા ભાગનો સમય ખોટી સમજણ દૂર કરાવવા માટે જાય છે. જો ખોટી સમજણ દૂર ન થાય તો તેમનો યોગ સફળ થતો નથી. લોઢું પારસમણિને અડતાંની સાથે સોનું બની જાય છે, તે પારસમણીમાં સામર્થ્ય છે, તો જીવંત પુરુષ પ્રાપ્ત થયા પછી આપણામાં પરિવર્તન ન આવે? આવવું જોઈએ પણ આવતું નથી. ત્યાં ખોટી સમજણ નડે છે, અને જ્ઞાની પુરુષની સમજણ સાથે તાલ મેળવતા નથી. ઘણી વખત તો પોતાની ખોટી સમજણને સાચી ઠેરવવા માટે જ્ઞાની પુરુષની સમજણનો આશ્રય કરીએ છીએ.
આ ભૂલ જેને સમજવી છે તે વિનમ્ર બની ખોટી ભૂલ સુધારી શકે છે. સદ્ગુરુએ ઉપદેશ તો આપ્યો. બોધ આપ્યો, તેની સાથે જાગૃત શિષ્ય પોતાના અંતરનું અવલોકન કરે છે. મારી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org