________________
૨૬૦
પ્રવચન ક્રમાંક - ૯૫, ગાથા ક્રમાંક-૧૨૦ જગત મરણથી ડરે છે. અમારા મનમાં આનંદ છે કે આ મરશે એટલે પૂરણ પરમાત્મા મને મળશે.
યહ જીવ હૈ સદા અવિનાશી, મર મર જાયે શરીર.' તો શું કરવું ? એની ચિંતા કરવી છોડી દો. આ શરીરની મદદથી જે ધ્યાન, તપ, પૂજાપાઠ, ભક્તિ થાય, સત્કર્મો થાય તે કરી લો. શરીર નાશ પામવાનું છે અને આત્મા અવિનાશી છે.
હવે ૧૨૧મી ગાથાનો પ્રારંભ થશે. ત્રીજું અને ચોથું પદ આત્મા કર્મનો કર્તા છે, અને આત્મા તે કર્મોનો ભોકતા છે તેના માટે શિષ્યની શું સમજ થઈ છે તેનું ૧૨૧-૧૨૨ ગાથામાં નિવેદન કરશે.
શિષ્ય બોલે છે અને સદ્ગુરુ સાંભળે છે. એટલા માટે સાંભળે છે કે શિષ્યની નાનકડી ભૂલ પણ રહી નથીને ? સમજણ જેમ છે તેમ યથાર્થ હોવી જોઈએ. આવી અભુત ઘટના ઘટી છે.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org