________________
૨ ૫૯
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા આ ઘટના ઘટી. મને સમજણ આવી કે,
“ભાસ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતનારૂપ;
અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ”. - હવે શબ્દો ન રહ્યા પણ અનુભવરૂપ બની ગયા. ઘટના ઘટી ગઈ અને પરિણામ આવી ગયું. હવે વૃદ્ધાવસ્થા કે મૃત્યુનો ભય નથી. જગતમાં તમામ પદાર્થો નાશ પામે છે, એટલે કશો ભય નથી. એક ભાઈ એમ કહેતા હતા કે કબાટના ખાનાના ચોરખાનામાં મેં પૈસા મૂકેલ છે. કોઈ દેખે જ નહિ. થયું એવું કે તે મૃત્યુ પામ્યો અને નોટો તેમાં જ રહી ગઈ. જગતના બધા પદાર્થો વિનાશી છે પણ હું તે બધાને વિનાશી છે તેમ માનતો ન હતો. દેહને ટકાવી રાખવા ખૂબ જ મહેનત કરતો હતો. દેહ ધન મકાન સાત પેઢી સુધી ટકે. પરંતુ જગતના બધા પદાર્થો વિનાશી છે તેનું મને ભાન થયું. આ આત્મા એક જ અવિનાશી છે. હવે પદાર્થોનો નાશ થશે પણ મારો નાશ નહિ થાય. આ પુદ્ગલનો શો ભરોસો ? જોતાં જોતાં ખરી પડે. લોકો કહે છે કે જોતજોતામાં ઘડપણ આવી ગયું. ઘડપણ ન આવે, ઘડપણ ન દેખાય તેટલા માટે ઘણા લોકો ઘણી બધી કોશિશ કરે છે. વાળ કાળા કરે, કપડાં મઝાનાં પહેરે. પણ ઘડપણ ચાડી ખાધા વગર રહેતું નથી. ગમે તેમ પ્રગટ થઈ જાય. એક આત્મા કયારેય વૃદ્ધ થતો નથી. શરીર ઘરડું થાય છે.
યે પુગલ કા કયા ભરોસા, હૈ સ્વપને કા વાસા |
ચમત્કાર બીજલી કે જે સા,પાની બીચ પતાસા | આ વીજળી છે ને, પ્રકાશ થયો ન થયો અને ઘોર અંધકાર. પાણીમાં જેમ પતાસું રાખો અને તમે માનો છો કે ચોવીસ કલાક રહેશે? આ વીજળી ચમકે છે ને ? પ્રકાશ થયો ન થયો અને ઘોર અંધકાર ! બે મિનિટ પણ ન રહે. દેહ તો પતાસા જેવો છે, ખરી પડશે. જે દેખાય છે તે બધું વિનાશી પરંતુ તેને જોનાર હું અવિનાશી. અવિનાશી જોનારને હું ભૂલી ગયો હતો અને વિનાશી નાશ ન પામે તેની મથામણ કરતો હતો. કપડાંની ઘડી સરસ કરી કબાટમાં મૂકું અને કોઈ અડે તો પણ બૂમ પાડું કે રહેવા દો, બગડી જશે. ત્યારે કયાંથી યાદ આવે કે એક દિવસ આયખાનું કપડું પણ ફાટી જવાનું છે.
કોના માટે છે આ બધું ? હવે ભાન થયું, અજર અમર અવિનાશી છું. મને એટલો બધો આનંદ થઈ ગયો કે હું વૃદ્ધ નથી, મરવાનો નથી, હું તો અવિનાશી છું. જે કાયમ ન રહે તેને કાયમ રાખવા કોશિશ કરતો હતો, અને જે કાયમ છે તેને માનતો ન હતો. આ બે મૂર્ખાઈ મારી મોટી હતી. આત્માની નિત્યતાનો ઉપદેશ આપીને આપે મારી મૂર્ખાઈ દૂર કરી દીધી છે. હવે વિશ્વાસ અને શ્રદ્ધા આવી ગયા. હવે મૃત્યુ આવે તો તેનું સ્વાગત કરું, આનંદથી વધાવી લઉં.
જગત મરણ સે ડરત છે, મો મન બડો આનંદ, કબ મરશું કબ ભેટશું, પૂરણ પરમાનંદ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org