________________
૨ ૫૮
પ્રવચન ક્રમાંક - ૯૫, ગાથા ક્રમાંક-૧૨૦ છે. કચરાથી પાણી ગંદુ થાય તો પાણી ચોખ્ખું થઈ શકે છે. અમે વિકારોને બાદ કરીને શુદ્ધ ચેતનારૂપ આત્માને જોઈએ છીએ, આત્મા ચૈતન્ય સ્વરૂપ છે અને આત્મા નિત્ય છે. શિષ્યને આત્મા આવો જણાયો. અને ત્રણ શબ્દો જીવનમાં આવ્યાં. અજર, અમર, અવિનાશી.
જરવું, ખરવું એને જરા અવસ્થા અથવા વૃદ્ધાવસ્થા કહે છે, ઘડપણ કહે છે. પરંતુ વૃદ્ધાવસ્થા તે હું નથી. વૃદ્ધાવસ્થામાં વાળ ખરી જાય છે. લોકો કલાકો સુધી વાળ પાછળ મહેનત કરે છે. જુવાનીમાં વાળ કાળા ભમ્મર હોય પણ વૃદ્ધાવસ્થામાં ખરી પડે. એક ભાઈએ ટાલ પડ્યા પછી લાખો રૂપિયા નવા વાળ ઊગે તે માટે ખય્ય, પણ વાળ ફરી ન ઊગ્યા. મેં કહ્યું યુરિયા ખાતર નાખો, કદાચ એ કામ લાગશે. ટાલ પડી તેમાં તારું ગયું શું? કબીર કહે છે કે “બાલ જલે જૈસે ઘાસ કે પૂણી', મરી જાય પછી મડદાને બાળે ત્યારે વાળ તો વાસના પૂળાની માફક બળી જાય છે. યુવાનીમાં દાંત તો દાડમની કળી જેવાં લાગે છે, આ ડોકટર દાંત કાઢી હાથમાં આપે કે ‘લો સાહેબ ! દાડમની કળી', “ફેંકી દો, મારે શું કરવું છે એને'! દાંત ગયા, વાળ ગયા, કરચલીઓ પડી. એક દિવસ એવો હતો કે ચાર ચાર પગથિયાઓ સાથે ચડતા હતા. હવે એક ઉંબરો ઓળંગવો હોય તો લાકડીનો ટેકો લેવો પડે છે. ગુરુદેવ ! હવે મને મારી ભૂલ સમજાણી. આ વૃદ્ધાવસ્થા તે હું નથી. હું તો જોનારો છું. આ ક્રાંતિ મારામાં થઈ. આ આત્મા નિત્ય છે તેનો બોધ થયો. નાના હતા ત્યારે ગાતા હતા કે આ ઘડપણ કોણે મોકલ્યું ? હવે અમે કહીએ છીએ કે જે આવ્યું તે ભલે આવ્યું, શરીરને આવ્યું છે. શરીરને જોનાર આત્મા અજર છે. તે ઘરડો નથી.
અમર :- નિશ્ચિત એવા મોતનો ભય અમને રહ્યો નથી. કોઈ કવિએ ગાયું છે કે “મૃત્યુ મરી ગયું રે લોલ” અમે મોતના ભયથી મરતાં હતાં. હવે મૃત્યુનું મૃત્યુ થઈ ગયું. ટાગોરજીએ કહ્યું, મૃત્યુદેવતા ! અમે તૈયાર થઈને ઊભા છીએ આવો. અમને ભય નથી. આનંદધનજીએ ગાયું, “અબ હમ અમર ભયે ન મરેંગે', અરે, શું થયું એવું ? “યા કારણ મિથ્યાત્વ દિયો તજ, કયું કર દેહ ઘરેંગે' ? હવે અમારે જન્મવાનું નથી. કારણ કે આત્મા નિત્ય છે તે બોધ અમને મળ્યો છે. આત્મા નિત્ય છે તેમ બોલવા માટે નથી. નચિકેતા આઠ વર્ષનો બાળક હતો. કથા એવી છે કે તે સામેથી તપાસ કરતાં કરતાં યમરાજને ઘેર ગયો. યમરાજ કહે તું આવ્યો ? લોકો તો મારાથી ડરે છે. તો કહે કે ડર શેનો ? મરનાર જુદો છે અને મરનારને જોનાર પણ જુદો છે. મરનાર શરીર અને મરનાર શરીરને જોનાર આત્મા છે, તે અમર છે. - ત્રીજો શબ્દ છે અવિનાશી :- આત્મા નિત્ય છે, આ સમજણ જેણે આવી તેને આત્મા શુદ્ધ ચેતનારૂપ દેખાયો. અજર અમર અને અવિનાશી છે તેવો તેને અનુભવ થયો.
છેલ્લી વાત, તે દેહાતીત સ્વરૂપ છે. દેહથી રહિત, એટલે દેહથી તદ્દન ભિન્ન, એવા આત્માનો અનુભવ એને થયો. તે ગુરુદેવને પૂછે છે કે આ સમજણ સાચી છે ને ? આપે ઉપદેશ આપ્યો કે આત્મા નિત્ય છે, તે વખતે આપે વિગતવાર કહ્યું, મેં વિચાર્યું અને મારામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org