________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૫૭ થાય તે ક્ષણથી દેહાધ્યાસ છૂટી જાય. દેહ તો રહેશે તેને ખવરાવશે, કપડાં પહેરાવશે પરંતુ ત્રીજી પાર્ટી તરીકે. હું કપડાં પહેરું છું તેમ નહિ પણ બીજી પાર્ટી તરીકે બીજાને પહેરાવતાં હોય, બીજાને ખવરાવતાં હોય તેમ હવે વર્તન થાય છે. હવે શરીરથી જુદો રહીને શરીરને સાચવે છે, સંભાળે છે. પ્રભુ ! દેહાધ્યાસ છૂટી ગયો. બરાબર છે ? હવે આત્મા છે એમ પહેલા પદની સમજણ મારામાં આ પ્રમાણે થઈ છે. ગુરુદેવ મૌનમાં છે અને ઘટના એમ કહે છે કે હા ! આ સમજણ બરાબર છે. બીજું પદ આત્મા નિત્ય છે તે મને કેમ સમજાયું ? તે કહે છે.
- ભાસ્યું નિજ સ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ;
અજર, અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. આ બીજું પદ આત્મા નિત્ય છે તેમ આપે કહ્યું ને ? તે હું આ પ્રમાણે સમજ્યો છું. મને ભાસ થયો, મને અનુભવ થયો, મને પ્રતીતિ થઈ, મને બરાબર સમજાયું. શું સમજાયું? નિજસ્વરૂપ”. નિજસ્વરૂપ સમજાયું તે શિષ્યનો ઉઘાડ છે. પરમ પુરુષાર્થથી ઉઘાડ કર્યો છે. નિશ્ચયનયની ભૂમિકા અને પારમાર્થિક નયની ભૂમિકાથી ઉઘાડ થયો છે માટે તેને આત્મા શુદ્ધ જ દેખાય છે. અશુદ્ધ અને મેલો છે, કર્મો વળગેલાં છે, કચરો અને ઝાળાં બાઝેલાં છે ખરાં, પરંતુ શિષ્ય તેને લક્ષમાં લેતો નથી. તે બધાને બાદ કરીને લક્ષમાં લે છે કે આત્મા નિત્ય છે. વિકારો, રાગદ્વેષ, કષાયો બધું જ છે પરંતુ મને સમજાયું છે કે હું બધાથી જુદો છું. જેમ સાપ કાંચળીથી જુદો છે, જેમ તલવાર મ્યાનથી જુદી છે, નાળિયેરનો ગોટો છાલથી જુદો છે તેમ હે ગુરુદેવ ! આત્મા નિત્ય છે, તે સાંભળીને દેહથી આત્મા જુદો છે એમ સમજાઈ ગયું છે. આત્મા નિત્ય છે અને શુદ્ધ ચેતનારૂપ છે.
જે પરિણામિક ધર્મ તમારો, તેહવો અમચો ધર્મ, શ્રદ્ધા ભાસન રમણ વિયોગે, વળગ્યો વિભાવ અધર્મ.
(પૂ. દેવચંદ્રજી મ.સા.) મોહનવિજયજી મહારાજે કહ્યું, ભગવાન ! તમે તો તીર્થંકર થઈને સમવસરણમાં બીરાજમાન થઇને બેઠા છો. કંઈ વાંધો નહિ, તમે મોહથી છૂટી ગયા છો. વિકારોએ તમને છોડી દીધા છે, પણ વાંધો નહિ. તમે મને મળ્યા ને ? હવે મને ભાન થયું. હવે મોહમાં નહિ ફસાઉં અને તમારી સાથે આવીને રહીશ. તમે મને ભાન કરાવ્યું કે આત્મા શુદ્ધ છે. કર્મ છે, રાગદ્વેષ છે, કષાયો અને મલિનતા છે, બધું જ છે. પાંચ બહેનો અનાજ વીણવા બેસે તો થાળીમાં કચરો છે, કાંકરા છે, પણ એમને ઘઉંના દાણા જ દેખાય છે. કારણ? કાંકરા રાખવા નથી. વીણવા બેઠાં છે. ઘઉં કાંકરા અલગ કરવા છે. એમ આત્મામાં જે કંઈ બહારથી આવેલું છે તે જુદું કરવા અમે બેઠાં છીએ. અમને શુદ્ધ આત્મા જ દેખાય છે. - ઓહો ! આ શિષ્યની મસ્તી જુઓ ! મલિનતામાં શુદ્ધાત્માને જુએ છે. એ દ્રવ્યાર્થિક નયની દૃષ્ટિએ જોવે છે. કહ્યું છે કે પાણી ખાળમાં છે, તળાવમાં છે, નદીમાં છે, લોટામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org