________________
૨૫૬
પ્રવચન ક્રમાંક - ૯૫, ગાથા ક્રમાંક-૧૨૦ કારણે તો દુઃખી દુઃખી થઈ ગયો છું. મારી ભૂલ કંઈ હોય તો આપ બતાવો. તેથી આપ હું જે સમજ્યો છું તે સાંભળો. ૧૧૯મી ગાથાથી આ ચાલુ થાય છે. આ સૂક્ષ્મ ઘટના છે. જરા કલ્પના કરો. ગુરુદેવ શાંતિથી કોઈ વૃક્ષ નીચે બેઠા હશે. સામે શિષ્ય હશે. રોમેરોમમાં આનંદ અને ઉલ્લાસ હશે. આંખમાંથી આંસુ ટપકતાં હશે. તું સમજ્યો છે તે બરાબર સમજ્યો છે તેમ કહેવાથી શિષ્ય ધન્ય થઈ ગયો હશે. દુનિયા જે કહે છે, દુનિયાનું પ્રમાણપત્ર જોઈતું નથી. પરંતુ ગુરુદેવ કહે કે તારી સમજણ યથાર્થ છે એમ મહોર મારી આપે એને કહેવાય છે બોધ. એ બોધ કામમાં આવશે, માત્ર જ્ઞાન કામમાં નહિ આવે. જ્ઞાન તો ઘણું મેળવ્યું. એમાં જ્ઞાનનો દોષ નથી. દોષ તો આ જીવનો છે.
અહીં તો શિષ્ય નરમાશથી કહે છે ગુરુદેવ ! આત્મા નિત્ય છે તેમ આપે કહ્યું તેથી મને અપૂર્વભાન થયું. “સદ્ગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન' પહેલી ઘટના ઘટી, સદ્ગુરુના ઉપદેશથી આત્મા છે તેવો શબ્દ અમારી પાસે આવ્યો. અમારી નોંધમાં આત્મા શબ્દ જ ન હતો. સ્ત્રી, પુત્ર, જમાઈ, કપડાં, દાગીન, મકાન, સોનું, ઢોકળાં, ઢેબરાં, મસાલો આ બધું અમારા લીસ્ટમાં હતું, પરંતુ આત્મા કયાંય ન હતો. ગુરુદેવ! આજે આપે અદ્ભુત તત્ત્વ બતાવ્યું. બીજું બધું હવે છેકાઈ ગયું. પ્રથમ તો હું આત્મા નથી પણ દેહ છું, તેવી માન્યતા હતી, તે બદલાઈ ગઈ. હું દેહ નથી પણ આત્મા છું. આ બરાબર છે ને પ્રભુ ! અને “નિજ પદ નિજમાં કહ્યું પોતાનું પદ પોતામાંથી પ્રાપ્ત કર્યું. કેટલી બધી ભ્રમણા હતી કે આ શરીર તે હું, ઈન્દ્રિય, મન, શ્વાસોચ્છવાસ, પ્રાણ તે હું. પરંતુ આપના સમજાવવાથી બધી ભ્રમણા ભાંગી ગઈ અને શુદ્ધાત્મા તે હું છું, તે પ્રતીતિ થઈ ગઈ. મને લાગે છે કે મારામાંથી અજ્ઞાન દૂર થયું અને મને આત્મા સમજાયો. તે આત્મામાંથી જ સમજણ આવી. મારામાં શું થયું ? અજ્ઞાન ગયું. શિષ્યને આનંદનો પાર નથી. - અજ્ઞાન દૂર થયું, જીવનની આ મોટામાં મોટી સિદ્ધિ છે. કારણ? આ સંસાર અજ્ઞાનના કારણે ઊભો હતો. આ મોહ અને વિષયો અજ્ઞાનના કારણે જોર કરતાં હતાં. આ અજ્ઞાન જવાથી મોહનું બળ તૂટ્યું. મારા ઉપર ક્રોધ, કામવાસના અને અહંકારનું જોર હવે નહિ ચાલે. પ્રભુ! આવું અદ્ભુત કામ મારા જીવનમાં થયું. કયા શબ્દોમાં હું આપનો ઉપકાર માનું? આવું અલૌકિક કામ ગુરુદેવ ! આપે કર્યું. ઘરમાં પાંચ ફૂટનો ભોરીંગ નાગ ફૂંફાડા મારતો ફરતો હોય તો ઘરમાં કોઈને ઊંઘ આવે ? અને જ્યારે દેખાય ત્યારે તેને પકડીને બહાર મૂકી આવે, પછી જ હાશ થાય, તેમ અનાદિકાળનું અજ્ઞાન દૂર થતાં પ્રભુ! અમને હાશ થયું. હવે અમને મોક્ષની ચિંતા નથી. અજ્ઞાન દૂર થવાથી મોક્ષ સરળ છે. અત્યાર સુધી ભ્રમણામાં ફરતાં હતાં, હવે સાચું જ્ઞાન થયું, આપે અમારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. આ ઉલ્લાસ વ્યકત કરવા મારી પાસે શબ્દો નથી. “શું પ્રભુ ચરણ કને ઘરું' સમજાય છે આ સૂક્ષ્મ ઘટના ? આ શિષ્યના હૃદયમાં કેટલું મંથન થતું હશે ? કેટલો ઉલ્લાસ આવતો હશે ?
પ્રભુ! મને કહેવા દો ! મારો દેહાધ્યાસ છૂટી ગયો. આત્મા છે એવો સ્વીકાર જે ક્ષણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org