________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨ ૫૫. પાસેથી પ્રેમ મળે છે, તેમને કંઈ જ કરવાની જરૂર નથી માત્ર તેમની હાજરી બસ છે. શિષ્યનું તો હૃદય ગદગદ્ થઈ જાય છે કે શું કરું અને શું આપું ? આગળ આવશે કે “શું પ્રભુ ચરણ કને ઘરું' ? આ તેના શબ્દો નથી, આ હૃદયરૂપી સાગરનાં મોજાઓ છે. તેને ખૂબ જ પ્રેમ અને ઉલ્લાસ પ્રગટ થયો છે. પરમકૃપાળુદેવે એક વ્યકિતને લખેલું કે તમને જેટલી જ્ઞાનની ચિંતા છે તેટલી ભક્તિની ચિંતા નથી. આ વાત સાચી છે. અહીં તો પરમ ભક્તિનો ઉદય શિષ્યને થયો છે. તે રહી શકતો નથી. તેના રોમરોમમાં આનંદ થાય છે. આ બીજી મહત્ત્વની ઘટના છે. - ત્રીજી એક મહત્ત્વની ઘટના - સદ્ગુરુ પાસેથી જે ઉપદેશ સાંભળ્યો, શ્રવણ કર્યું, તે હું બરાબર સમજ્યો કે ન સમજ્યો ? સભ્યપ્રકારે સમજ્યો કે ખોટો સમજ્યો તેનો નિર્ણય થવો જોઈએ. સદ્ગુરુએ પરિપૂર્ણ ઉપદેશ આપ્યો. પરંતુ હું તેને યથાર્થપણે સમજ્યો છું ને ? આપણી મોટામાં મોટી મુશ્કેલી જો કંઈપણ હોય તો સદ્ગુરુના ઉપદેશને યથાર્થ પણે સમજવામાં આવ્યો નથી. સદ્ગુરુ કંઈ કહે અને શિષ્ય કંઈ સમજે. શેઠના સાળાને શેઠે એક દિવસ કહ્યું કે તું એક દિવસ કાકડી લઈ આવ્યો, એક દિવસ ભીંડા લઈ આવ્યો. બધું સાથે લાવતો હોય તો. જરા કામ કરતાં શીખ. એક કામ કરવા જઈએ તો ત્રણ કામ સાથે કરી આવીએ. હવે એક દિવસ શેઠ માંદા પડ્યા. શેઠાણીએ દવા લેવા મોકલ્યો. તે દવા તો લઈ આવ્યો, સાથે સ્મશાને લઈ જવાની વસ્તુઓ પણ લઈ આવ્યો. શેઠાણીએ પૂછ્યું કે આ બધું કેમ લાવ્યો? તો કહે કે શેઠે કહ્યું હતું કે બધું કામ એક સાથે કરતાં આવવું. શેઠે શું કહ્યું અને સાળો સમજ્યો શું ? ગુરુ કહે છે તે શિષ્ય અહીં બરાબર સમજે છે. પરંતુ જેમ કહ્યું તેમ બરાબર ન સમજે તો મોટી મુશ્કેલી ઊભી થાય. અહીં શિષ્યને સદ્ગુરુ પાસે માન્ય કરાવવું છે કે તે જે સમજ્યો છે તે બરાબર, યથાર્થ સમજ્યો છે? નહિ તો શેઠના સાળા જેવું થાય.
શિષ્યને સગુરુ પાસે ખરું કરાવવું છે, માન્ય કરાવવું છે. ખરું કરાવવું હોય તો નમ્રતાથી, આનંદથી, ઉલ્લાસથી કહેવું પડે કે હું આ રીતે સમજ્યો છું. પોતાની સમજણ સાથે ગુરુની સમજણનો તાળો મળે તો ગુરુ-શિષ્યની સંધિ કહેવાય. ઉપદેશની પ્રક્રિયા અભુત પ્રક્રિયા છે. તે પોતાને મુખેથી સદ્ગુરુને કહેવા લાગે છે કે આપે ષટપો જે ઉપદેશ આપ્યો તે પરમ ઉપકાર કર્યો છે. શાસ્ત્ર અનુસાર, અનુભવના અનુસાર, બોધના અનુસાર, જ્ઞાનના અનુસાર આપે કહ્યું, શબ્દના આધારે જેટલું કહી શકાય તે આપે કહ્યું. ગુરુદેવ ! હું આ પ્રમાણે સમજ્યો તે સાચું છે? આપ એમ કહો કે તું જે સમજ્યો છે તે સાચું છે તો સિક્કો લાગે, મહોર લાગે. ગુરુદેવ ! હું આપના ચરણોમાં નિવેદન કરું છું. આપ સાંભળો. પ્રથમ તો સદ્ગુરુએ જે છે પદનો ઉપદેશ કર્યો તેનું સ્વરૂપ પોતાને યથાર્થપણે સમજાયું કે ન સમજાયું તે પ્રેમ અને ભક્તિપૂર્વક સદ્ગુરુને કહી બતાવે છે. આ એટલા માટે કહી બતાવે છે કે મારી કંઈ ભૂલ ન થઈ જાય. આપણો અનંતકાળ ભૂલમાં ગયો, હવે ભૂલ નથી કરવી, હવે મારે અહંકાર નથી કરવો, મારે મત વચમાં નથી લાવવો, મારે ડહાપણ ડોળવું નથી, માટે માન્યતા વચ્ચે લાવવી નથી. તેના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org