________________
૨૫૪
પ્રવચન ક્રમાંક - ૯૫, ગાથા ક્યાંક-૧૨૦
પ્રવચન ક્રમાંક - ૯૫
ગાથા ક્રમાંક - ૧૨૦ નિજસ્વરૂપનું શાસન
ભાસ્યું નિજ સ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ;
અજર, અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. (૧૨૦) ટીકા –પોતાનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, અજર, અમર, અવિનાશી અને દેહથી સ્પષ્ટ જુદું ભાસ્યું. (૧૨૦)
આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ગાથા ૧૧૯ થી ૧૨૩ સુધી સૂક્ષ્મ ઘટનાનું વર્ણન છે. એ સૂક્ષ્મ ઘટનાને સમજવી અનિવાર્ય છે. ઘટના એટલા માટે સૂક્ષ્મ છે કે અંદર થઈ રહી છે. બહાર નથી. સદ્ગુરુનો ઉપદેશ પ્રાપ્ત થયો, તેનું વિધિપૂર્વક શ્રવણ થયું અને શિષ્યના અંતરમાં ઉલ્લાસ થયો. જેમ આકાશમાં મેઘ ગર્જના થાય અને મોરને ઉલ્લાસ થાય, વસંતઋતુ આવે એટલે કોયલ ટહુકવા લાગે, સંગીતની મહેફીલ જામે એટલે માણસ ડોલવા લાગે તેમ શિષ્યને સદ્ગુરુના ઉપદેશથી અંતરમાં ઉલ્લાસ થયો.
આ ઉલ્લાસ પારમાર્થિક છે. ભૌતિક કે સાંસારિક નથી. ઉલ્લાસ તો આપણને ઘણી વખત આવે, ખાતાં પીતાં, લગ્નનાં ગીત ગાતી વખતે પરંતુ આ ભૌતિક ઉલ્લાસ છે. અહીં તો અભૌતિક ઉલ્લાસ છે. અંતર નાચી ઊઠે છે. કારણ કે અજબ ઘટના ઘટી છે. ભૂલાઈ ગયેલ ઘણી કિંમતી ચીજ મળી ગઈ છે. લાખો રૂપિયાનો મોંઘો હાર ખોવાઈ ગયો હોય અને તલાશ કરવા છતાં ન મળતો હોય, પણ અચાનક એક દિવસ હાર હાથ લાગે તો શું થાય ? આનંદ અને ઉલ્લાસ થાય. તેમ બિલકુલ ભૂલાઈ ગયેલ આત્મા મળે તો સાડા ત્રણ કરોડ રોમ નાચી ઊઠે. ઉપદેશ સાંભળતાં સાંભળતાં શ્રવણ કરનારમાં આવો ઉલ્લાસ ન આવે તો ટ્રેડીશનલ પ્રોગ્રામ થયો કહેવાય. સદ્ગુરુ આવે, ઉપદેશ આપે, તમે સાંભળો, તમે તમારા રસ્તે અને તેઓ તેમના રસ્તે, એવી આ ઘટના નથી.
અપૂર્વ ઉલ્લાસમાં એક બીજી ઘટના એ ઘટે છે કે ભક્તિનો ઉદય થાય છે. ભક્તિ કરવાની નથી, તેનો ઉદય થાય છે. ઉલ્લાસમાંથી પ્રેમ આવે છે અને પ્રેમમાંથી ભક્તિ ફલિત થાય છે. એ ગીત નથી પણ પ્રેમની પરિપકવતા છે. અંદર પ્રેમનો સાગર ઘૂઘવે છે. એમાંથી પ્રેમનો પ્રવાહ જે આવે તેને કહેવાય છે ભકિત. સૌથી પરમપ્રેમની ભકિત શિષ્યને સદ્ગુરુ ઉપર છે. કારણ કે પરમાત્મા તો અતીન્દ્રિય છે. પરંતુ સદ્ગુરુ ભક્તિને જાણે છે, માને છે, સ્વીકારે છે તે ભક્તિનું સાકાર સ્વરૂપ છે. પરમકૃપાળુદેવના શબ્દમાં એ સજીવન મૂર્તિ છે. એ સજીવન મૂર્તિ સાથે ભક્તિ કરતાં પ્રેમનો ગુણાકાર થાય છે. પરમાત્મા તરફની ભક્તિ તમે કેવી રીતે પ્રગટ કરી શકો ? પૂજાપાઠ કરો, ચંદન લગાડો, તિલક કરો પણ કોઈ પ્રતિભાવ નહિ. સદ્ગુરુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org