________________
૨ ૫૩
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા આપી છે અને એ છે બોધબીજ. એ જ ગુરુનો પ્રભાવ, એ જ પ્રતિભાવ, એ જ ગુરુની કૃપા, એ જ ગુરુની કરુણા, એ જ અનુગ્રહ અને એ જ ગુરુનો સદ્ભાવ છે. ગુરુ આ કામ કરે છે કે શિષ્યને બોધબીજની પ્રાપ્તિ થાય. તમારા ઘેર દીકરા થાય એવી પંચાત સદ્ગુરુને કરવી નથી. તેઓને તો શિષ્યને કોઈપણ રીતે સમક્તિની પ્રાપ્તિ થાય અને હૃદયમાં અપૂર્વ ભક્તિ પ્રગટ થાય તે ભાવ છે. આ સાચી ભક્તિ પ્રગટ થઈ. અંદર બોધ થયો, દેખાદેખી નથી, ભાન થયું, એ ભાન થયા પછી તેને જે બોધ પ્રાપ્ત થયો તેમાં આત્મા તેની દૃષ્ટિમાં આવ્યો. પછી આત્મા પૂરેપૂરો ખીલે તેના માટે તે પ્રક્રિયામાં ઢળે, ને સાધનાની શરૂઆત થાય.
મર્મ સમજી લેજો કે સદ્ગુરુએ છ પદનો ઉલ્લાસપૂર્વક ઉપદેશ આપ્યો. તેનું સ્વરૂપ સમજાવ્યું, કંઈપણ બાકી ન રહે એમ પૂરેપૂરી વાત શિષ્યને સમજાવી અને સમજાવ્યા પછી શિષ્ય પોતે પોતાની અંતરંગ ભૂમિકામાં, પોતાની તન્મયતામાં, પોતાના મનના ઊંડાણમાં જઈને તેણે પોતે કદીપણ નહિ સ્વીકારેલો નિર્ણય એક ધડાકે કર્યો કે હું આત્મા છું.
સમ્યક્ઝકારે તમે આ નિર્ણય કરો. માત્ર બોલવાની વાત નહિ, બોલવાથી કંઈ ન વળે પણ નિર્ણય કરો. નિર્ણયમાં અભિવ્યક્તિ છે, અનુભવ છે, અને હું આત્મા છું તેવું અપૂર્વ ભાન થવું તેને શાસ્ત્રો સમ્યગ્રદર્શન કહે છે. સમક્તિ કોઈ લેવાદેવાની ચીજ નથી કે અમે આપ્યું અને તમે લીધું. સમકિત એટલે બોધબીજ અને આ બોધબીજની મૂડી ઉપર મોક્ષની સાધના કરવાની છે. બોધ ઉત્તમ બિયારણ છે તેમાંથી મોક્ષનું બીજ તૈયાર થાય છે.
શિષ્ય પહેલાં તો આત્મા નથી એમ માનતો હતો. દેહ તે જ આત્મા છે, તેમ માનતો હતો. દેહને વળગી રહ્યાં છે તે બધાં મારાં છે, એમ માનતો હતો, પણ સદ્ગુરુએ જ્યારે ઉપદેશ આપ્યો ત્યારે તેને ભાન થયું કે હા હું આત્મા છું. (દેહ થી જુદો છું) અને “નિજપદ નિજમાં લહ્યું આત્મા આત્મામાંથી નિજમાંથી જ મળ્યો, તેના પરિણામે દેહ, ઇન્દ્રિયો, પ્રાણ, વિગેરેમાં આત્માની ભ્રાંતિ હતી તે ટળી ગઈ. “સદ્ગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વભાન. નિજપદ નિજમાંહી લઉં” પછી ઘટના શું ઘટી ? “દૂર થયું અજ્ઞાન'. અજ્ઞાન દૂર થવું તે આધ્યાત્મિક જગતની મોટામાં મોટી ઘટના છે. જેવું અજ્ઞાન દૂર થયું કે આત્માની અનુભૂતિ થઈ. આને કહેવાય સમ્યગ્દર્શન. આવા બોધબીજની પ્રાપ્તિ શિષ્યને થઈ છે.
શિષ્યને થોડી વિગત કહેવી છે. આ અનુભવ અને સાક્ષાત્કાર તો થયો તેનું વર્ણન શિષ્ય હવે પછીની ગાથામાં કરશે અને ત્યાર પછી ઈ મૂડી લઈ શિષ્ય આગળ વધે છે તેની વાત બે-ત્રણ ગાથામાં આવશે.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org