________________
૨૫૨
પ્રવચન ક્રમાંક - ૯૪, ગાથા ક્રમાંક-૧૧૯ જગતમાં શોધવા નીકળ્યા છો. તમારો આત્મા કયાં ભાગીને ગયો છે ? આત્માની ખોજ કયાં કરશો ? આત્મા તો તમારી પાસે જ છે. ગંગાસતીએ ઉદાહરણ આપ્યું છે, આ તો ગુંજાનો લાડવો છે પાનબાઈ ! ગુંજામાં એટલે ખીસામાં લાડવો હોય તો જ્યારે ખાવો હોય ત્યારે ખાઈ શકાય. એ એમ કહે છે કે આત્મા લાડવા જેવો છે. જ્યારે પ્રાપ્ત કરવો હોય ત્યારે પ્રાપ્ત કરી શકાય, જ્યારે જાણવો હોય ત્યારે જાણી શકાય. આનો અર્થ એવો થયો કે લાડવો ખીસામાં છે છતાં આપણે ભૂખે મરી રહ્યા છીએ. ખીસામાંથી તેને બહાર કાઢો. નિજપદ નિજમાંથી મળ્યું. આ નિજપદ પોતામાંથી પોતાને પ્રાપ્ત થયું. પરંતુ અહંભાવ ગયા સિવાય આપણો આત્મા આપણને જણાય નહિ.
થયું શિષ્યમાં ? સદ્ગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન. અંદર પ્રક્રિયા ઘટી, તેનાથી અંદર ભાન થયું અને “નિજપદ નિજમાંહી લહ્યું'. એ કહે છે આત્મા પોતામાંથી મળ્યો. મંદિરમાંથી, આશ્રમમાંથી, ડુંગરામાંથી, જંગલમાંથી આત્મા જડતો નથી. આત્મા તો ત્રણે કાળ હાજર છે. જગતમાં નિકટમાં નિકટ કોઈ હોય તો આત્મા છે. પતિ-પત્ની એટલાં નિકટ નથી. ઉદાહરણ સમજાય છે ? પતિ પત્નીથી પણ આત્મા નિકટ છે પણ અજ્ઞાનતાને કારણે દૂર લાગે છે અને આત્માને બહાર શોધે છે. કબીરજીએ કહ્યું, “કયાં ટૂંઢે રે બંદા કાશી, મેં તો તેરે પાસ હું. તું કયાં શોધવા નીકળ્યો છે ? કયાં તલાશ કરવા નીકળ્યો છે? તું જેને શોધે છે તે તારામાં જ છે. સદ્ગુરુએ અપૂર્વ ઉપકાર કર્યો. ઉપકાર એ થયો કે આત્મા આપણો આપણી પાસે હોવા છતાં આપણી હાલત ભિખારી જેવી હતી. આજે આપણી હાલત ભિખારી જેવી જ છે. જેની પાસે સુખ નથી તેની પાસે આપણે સુખ માગી રહ્યા છીએ. જેની પાસે જે હોય તે આપે. શરબત બનાવવું હોય તો સાકર પાસેથી ગળાશ માંગવી પડે. સુખ આત્માને પોતામાંથી જ મળે. - સદ્ગુરુએ અપૂર્વ ઉપકાર કરીને આત્મા અર્થે ઉપદેશ આપ્યો. સદ્ગુરુ એમ નથી કહેતા કે અમે શ્રેષ્ઠ પ્રવચનકાર છીએ કે વ્યાખ્યાનકાર છીએ. પોતાનો મત સ્થાપવા માટે ઉપદેશ આપતા નથી. આત્મા અર્થે જ ઉપદેશ આપે છે, જેથી શિષ્યને આત્માનું ભાન થાય. ગુરુએ ભાન કરાવ્યું અને શિષ્યને ભાન થયું. આત્માનું ભાન થવું તેનું નામ બોધબીજ. બોધબીજ જે પ્રાપ્ત થાય છે એના જેવી જગતમાં અણમોલ સંપત્તિ બીજી કોઈ નથી. એટલા માટે કહ્યું કે,
સમક્તિ દાતા ગુરુ તણો, પચ્ચેવયાર ન થાય,
ભવ કોડાકોડે કરી, કરતાં સર્વ ઉપાય. જેણે બોધબીજ આપ્યું, જેના નિમિત્તથી ભાન થયું, સમકિત પ્રાપ્ત થયું તેનો પ્રતિઉપકાર કરવો હોય, તેનો બદલો આપવો હોય તો કોઈપણ રીતે આપી શકાય નહિ. ધારો કે એ ઇન્દ્ર બને, ઇન્દ્ર બન્યા પછી તેની સઘળી સંપત્તિ ગુરુનાં ચરણમાં ધરે તો પણ તેનો બદલો આપી શકાય નહિ. સદ્ગુરુ ચક્રવર્તીની સંપતિ હોય કે ઈન્દ્રની સંપતિ હોય એ લેવાના નથી, ચિંતા કરશો નહિ. આપો તો પણ બદલો ન વળે. કારણ? આ બધા કરતાં મૂલ્યવાન ચીજ એમણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org