________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨ ૫૧ મનન મંથન કરે છે. પ્રત્યેક શબ્દનું અવલોકન કરે છે. પ્રત્યેક શબ્દના મર્મને પકડે છે. પ્રત્યેક શબ્દ જેના માટે કહેવાયો છે તેવા આત્માની ખોજ કરે છે. વાત તો શબ્દોથી જ થાય પરંતુ અનાજ ઉપર જેમ છીલકા હોય તે છીલકા છોડી દઈ અને દાણો ઉપયોગમાં લે તેમ શબ્દોના છીલકા છોડી અંદર રહેલ તત્ત્વને શોધવાના કામનો પ્રારંભ કરે તેને કહે છે મનન. શાસ્ત્રો કહે છે કે મનનની સાધના કલાકો સુધી ચાલે. એકાંતમાં, મૌનમાં, અસંગ અવસ્થામાં, નિર્જન
સ્થળમાં, વૃક્ષ નીચે, નદી કિનારે, કોઇ ગુફામાં એકલો બેસી મનન કરે. જેમ ધરતીમાંથી બીજ ફૂટી અંકુર થાય છે તેમ શ્રવણ કરતાં કરતાં મનન કરતાં કરતાં શબ્દો તૂટે છે અને અંદરથી જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાન પ્રાપ્ત થયા પછી વિશેષ પ્રકારે ઊંડા જઈને એ તત્ત્વને જાણી લે છે. વિજ્ઞાનનો અર્થ થાય પૃથક્કરણ, સંશોધન, અવલોકન. વિજ્ઞાનનો અર્થ ચારે બાજુથી વસ્તુનો અભ્યાસ. પ્રત્યેક શબ્દનું પૃથક્કરણ કરી, અનેક બાજુઓથી નયથી, નિક્ષેપથી પ્રમાણથી એ શબ્દને શોધે છે, ગોતે છે, મર્મ કાઢે છે. અને એ કર્યા પછી તેને વિરામ પ્રાપ્ત થાય છે, બાહ્ય ભાવથી તે વિરમી જાય છે. આમ ઘટના ઘટે છે. તેના હાથમાં એ તત્ત્વ આવ્યું. પરિણામે તેની સમગ્ર ચેતના એ પોતાના તરફ વળી. એ વળે છે ત્યારે કહેવાય, “આવ્યું અપૂર્વ ભાન” કોઈ મૂછ પામેલી વ્યકિત કલાકો સુધી મૂછમાં જ રહે, અભાન દશામાં રહે, અને પછી તેની મૂછ ઊતરી જાય અને આંખ ઉઘાડે ત્યારે તેને ખબર પડે કે હું કયાં બેઠો છું? ભાન થયું. તો કહે “આવ્યું અપૂર્વ ભાન'. આ અપૂર્વ એટલે પહેલાં કદી ન હતું તેવું ભાન થયું. આ ભાન સિવાય બીજું બધું ભાન છે તમને. ઘેરથી બહાર તાળું મારીને જાવ તો બે ચાર વખત તાળું ખેંચી ખેંચીને જોશો કે બરાબર બંધ થયું છે? ખીસામાં જોખમ હોય તો વારે વારે જોયા કરો, પડી તો ગયું નથીને ? આમ સંસારનું અને જગતનું ભાન છે, પરંતુ સ્વરૂપનું ભાન નથી. બધું પૂર્વ ભાન પણ અપૂર્વ ભાન નથી. આજે પણ આત્માની ગમે તેટલી વાત સાંભળી હોય પણ ભાન ન આવ્યું હોય તો આત્મા શબ્દ માત્ર સાંભળ્યો ને ગયો.
પૂર્વે કદીપણ નહિ આવેલું અપૂર્વ ભાન શિષ્યને થયું. આ આધ્યાત્મિક ઘટના છે. મોક્ષમાર્ગ પછી ઊઘડશે. ભાન આવ્યું, ખબર પડી અને તેને પોતાનું સ્વરૂપ જેવું છે તેવું યથાતથ્ય ભાસ્યું. તે વખતે તેને ભાન થયું કે હું આત્મા છું. હું ચૈતન્યમૂર્તિ આત્મા છું. અત્યાર સુધી તો હું જે નથી તે માનતો આવ્યો છું. એ મને ભાન થયું ત્યારે નિજપદ, પોતાનું પદ, પોતાનું હોવાપણું, પોતાનું અસ્તિત્વ, પોતાનું પદ પ્રાપ્ત થયું. કયાંથી પ્રાપ્ત થયું? નિજમાંથી પ્રાપ્ત થયું. પોતામાંથી પ્રાપ્ત થયું તમને એમ હતું કે આત્મા જગતમાંથી પ્રાપ્ત થશે તે વખતે તમને કોઈ પૂછે કે ભાઈ! આ આત્મા તમને કયાંથી પ્રાપ્ત થયો. તમે કહેશો કે મારો આત્મા મને મારામાંથી પ્રાપ્ત થયો. બહાર હતો નહિ. આના માટે એક પ્રસિદ્ધ ઉદાહરણ છે. એક રાણીનો નવલખો હાર ખોવાઈ ગયો. સ્નાન કરીને રાણી આવ્યા અને જોયું તો હાર ન મળે. બધે શોધાશોધ ચાલી. એક ચબરાક દાસીનું રાણીના ગળા ઉપર ધ્યાન ગયું. દાસીએ કહ્યું, મહારાણીજી ! આપના ગળામાં જ હાર છે. ગળામાં હાર છે અને બહાર ગોતે છે. તેમ તમારામાં આત્મા છે, તમે જ આત્મા છો અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org