________________
૨૫૦
પ્રવચન ક્રમાંક - ૯૪, ગાથા માંક-૧૧૯ હોય તો પણ ખરું સમાધાન પ્રાપ્ત થઈ શકતું નથી અને થઈ પણ નહિ શકે. એવી એક જગ્યા કે કેન્દ્ર બાકી રહી જાય છે જેને શોધવાની જરૂર છે. આ પ્રમાણે આત્માને શોધવાની એક તાલાવેલી તેના અંતરમાં જાગી છે. આ તત્ત્વને જાણવું છે, સમજવું છે, તેની ખોજ કરવી છે. અને જેણે આ તત્ત્વ પ્રાપ્ત કર્યું છે તેવી વ્યકિતની તલાશ કરતો હોય. તલાશ કરતાં અને શોધતાં શોધતાં એને સદ્ગુરુનો યોગ થાય. આ બંને ઘટનાઓ સ્વાભાવિક છે. અત્યારે સદ્ગુરુ હોય કે ન હોય તેની ચર્ચામાં પડવાની જરૂર નથી. સદ્ગુરુ હોય જ. કોઈ કાળ એવો નથી કે ધરતી ઉપર સપુરુષ ન હોય, જ્ઞાની ન હોય, યતિ ન હોય પરંતુ આપણને યોગ થતો નથી. આ શિષ્ય તલાશ કરી રહ્યો છે અને સરુ પણ પોતાને જે અનુભવ થયો છે તેને કોઈ લેનાર પાત્ર મળી જાય તેવી શોધ કરી રહ્યા છે. લેનાર અને આપનાર બન્ને મળે ત્યાં ઘટના ઘટે છે. કથા કરવાથી કે કથા સાંભળવાથી ઘટના નહિ ઘટે, આ લેનાર અને આપનાર પાત્ર જ્યારે મળે, એ બે વચ્ચે સંબંધ થાય, ભાવાત્મક સંબંધ થાય ત્યારે ઘટના ઘટે. તેની વિધિ શું છે ? એની વિધિ છે ઉપદેશ અને ઉપદેશનો અર્થ એ થાય કે જે જાણ્યું છે અને બન્યું છે એને પ્રામાણિકપણે પરિપૂર્ણ શબ્દમાં પ્રગટ કરી કહેવું. જેનાથી હિત થાય, કલ્યાણ થાય, મંગલ થાય, ભલું થાય તેનું નામ ઉપદેશ. સદ્ગુરુ પાસેથી ઉપદેશ પ્રાપ્ત થતાં તેની અંદર એક મહત્ત્વની શ્રવણની પ્રક્રિયા થાય છે. માત્ર સાંભળવું નહિ પરંતુ શ્રદ્ધાપૂર્વક, ભક્તિપૂર્વક, વિવેકપૂર્વક, એકાગ્રતાપૂર્વક, તન્મયતાથી, ધ્યાનથી, રસથી, પ્રેમથી સાંભળવું. ઉદાહરણ તરીકે યુવાન હોય, સુંદર હોય, આર્થિક રીતે સંપન્ન હોય, સંગીતકળામાં નિપુણ હોય, એવા યુવાન પાસે સ્વર્ગની કિન્નરી જે પ્રસિદ્ધ ગાયિકા છે, ઈન્દ્ર મહારાજને રીઝવવાનું કામ જે કરે છે, એવી કિન્નરીઓ ધરતી ઉપર આવે અને એ કિન્નરીઓ વાદ્યોની સાથે સંગીતનો આલાપ કરે તો આલાપ સાંભળવા આ યુવાન જેવો તન્મય થાય તેવી તન્મયતા આ શ્રવણમાં આવે છે. આવો પ્રગાઢ રસ, તન્મય અને તદાકાર થાય ત્યારે આવે છે. બીજું ઉદાહરણ, હરણિયું દોડતું હોય, શિકારી પાછળ પડ્યો હોય છતાં પકડાય નહિ. પરંતુ શિકારી બિનવાદ્ય વગાડે અને સંગીત છેડે તો હરણ સાંભળવામાં એવું તન્મય થઈ જાય કે શિકારીને ભૂલીને ત્યાં ઊભું રહી જાય. હરણને થાય કે હમણાં સનન્ કરતું બાણ વાગશે પરંતુ વાગવા દો આ સંગીત નહિ છોડાય. આવી શ્રવણ કરવાની તાલાવેલી એકાગ્રતાપૂર્વક અને ધ્યાનપૂર્વક થાય.
સદ્ગુરુ ઉપદેશ આપે છે અને શિષ્ય તેને ગ્રહણ કરે છે. આ ઘટના બે વચ્ચે ઘટે. જાગૃતિપૂર્વક શ્રવણ કરતા દેહનું ભાન ભૂલી જાય એવી તન્મયતા આવે. આ ઉપદેશનું શ્રવણ કરે તેનો અર્થ એવો થાય કે સદ્ગના મુખમાંથી આવતો પ્રત્યેક શબ્દ એ સમગ્ર વ્યક્તિત્વથી ઝીલે છે. હું શું કહી રહ્યો છું તે સાંભળો છો ? સદ્ગુરુ પાસેથી શિષ્ય સમગ્ર વ્યકિતત્વથી ઝીલે છે. અંદર એ શબ્દને આવવા દે છે. અંદર ગ્રહણ કરે છે અને એ કર્યા પછી બીજી મહત્ત્વની પ્રક્રિયા ચાલુ થાય છે અને એ પ્રક્રિયા છે મનન. શ્રવણ વખતે કાન મુખ્ય અને મનન વખતે મન મુખ્ય હોય છે. તે શબ્દો સાંભળી પ્રત્યેક શબ્દને ખોલે છે. પ્રત્યેક શબ્દનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org