________________
૩૬
પ્રવચન ક્રમાંક - ૬૯, ગાથા માંક-૯૯ ૧૦૦ અને ૧૦૧ ત્રણે ગાથાઓ અંદર અંદર સંકળાયેલ છે. તેને બરાબર સમજવી પડશે. ૯૯મી ગાથા પ્રાથમિક સાધક માટે, ૧૦૦ મી ગાથા મધ્યમ સાધક માટે અને ૧૦૧ મી ગાથા ઉત્કૃષ્ટ સાધક માટે છે. આપણો નંબર ઉત્કૃષ્ટ સાધકમાં આવે તેવું આપણે ઇચ્છીએ. ત્યાં બાહ્ય ક્રિયા નથી, અવલંબન અને આધાર નથી. ત્યાં પ્રવૃત્તિ નથી.
પ્રતિક્રમણ કરે તો પૂછે કે પ્રતિક્રમણમાં કેટલો ટાઈમ થશે ? અમે કહીએ કે અઢી-ત્રણ કલાક થશે. તો કહે કે ગયે વખતે મહારાજ આવ્યા હતા તેમણે દોઢ કલાકમાં પતાવ્યું હતું. તેઓ આપણને કહેવા માગે છે કે તમે પણ દોઢ કલાકમાં પતાવો. આ ધર્મ કરવાની કોઈ રીત કે પદ્ધતિ નથી. ધર્મ એક જીવનનો ઉલ્લાસ છે. માટે આનંદઘનજીએ કહ્યું કે
ધર્મ જિનેશ્વર ગાઉ રંગશું, ભંગ મ પડશો હો પ્રીત જિનેશ્વર ધર્મ તો આનંદની એક અવસ્થા છે. પ્રેમનું સંગીત છે. જીવનની મહેફીલ છે. જીવનનો આનંદ છે.
સાધકે વિચારવાનું કે બંધના કારણો કયાં? તેને દૂર કેવી રીતે કરવો? આગળની ગાથામાં આ ચિત્ર આવશે.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org