________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
પ્રવચન ક્રમાંક
-
૭૦
Jain Education International
ગાથા ક્રમાંક
બંધ છેદક કારણો
જે જે કારણ બંધના, તેહ બંધનો પંથ, તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત.
-
For Personal & Private Use Only
૩૭
(૯૯)
સમગ્ર વિશ્વનું જો વિશ્લેષણ કરીએ તો જગતમાં બે પદાર્થો આપણને જોવા મળશે. એક પદાર્થ જેને આપણે જોઇ રહ્યા છીએ તે અને એક પદાર્થ જે જોનારો છે તે. જોનારો જુદો છે અને જેને જોઇ રહ્યા છીએ તે પણ જુદો છે. જેને જોઇ રહ્યા છીએ તે જડ પદાર્થ તેની પાસે જોવાની ક્ષમતા નથી, જાણવાની ક્ષમતા નથી, સંવેદના નથી, ભાવ નથી, ઉર્મિ નથી. તેની પાસે જોવાની, આત્માનું દર્શન કરવાની શકિત અને યોગ્યતા પણ નથી પરંતુ પદાર્થ છે. એ પદાર્થને જડ કહ્યો છે. જડ પદાર્થ માટે પારિભાષિક શબ્દ છે પુદ્ગલ. ભેગા થવું અને વિખરાઇ જવું, આ ઘટના નિરંતર જેમાં ઘટ્યા કરે છે તેનું નામ પુદ્ગલ. જગત તરફ જોશો તો આ જોવા મળશે. એકત્ર થાય છે પછી વિખરાઇ જાય છે. પૂરન અને ગલન. પૂરાઇ જવું અને ગળી જવું, એ ઘટ્ના નિરંતર થયા કરે છે, એનું સાતત્ય છે, સતત થયા કરે છે, એ તત્ત્વને પુદ્ગલ અથવા જડ કહે છે. પરંતુ પુદ્ગલને પોતે છે તેવું ભાન નથી, હોઇ શકે પણ નહિ, તેમાં સંવેદના નથી અને તેમાં જાણવાની ક્ષમતા પણ નથી. પરંતુ કોઇ એક તત્ત્વ એવું છે કે તે પુદ્ગલને જોયા કરે છે, જાણ્યા કરે છે. જાણનાર તેને જાણે છે. જે જાણનાર છે તે પણ જુદો અને જાણનારને જણાય છે તે પણ જુદું. આ બંને તત્ત્વો સ્વતંત્ર છે, સ્વાધીન છે અને સ્વયં પરિપૂર્ણ છે.
૯૯-૧
એક અર્થમાં પુદ્ગલ પણ પરિપૂર્ણ છે અને ચૈતન્ય પણ પરિપૂર્ણ છે. જે તત્ત્વ જોનાર, જાણનાર છે તેને નામ આપ્યું ચૈતન્ય અને જે જણાય છે, જોવામાં આવે છે તેને નામ આપ્યું પુદ્ગલ. પુદ્ગલ અને ચૈતન્યના સંયોગથી જે કંઇ પણ બનાવ બને છે તેને કહેવાય છે સંસાર. સંસારમાં જે રચના જોવામાં આવે છે તે બે તત્ત્વોના સંમિશ્રણથી, સંયોગથી થાય છે. જ્યારે બે તત્ત્વો સાથે મળે છે ત્યારે થોડું પ્રેસર-દબાણ દ્રવ્યો ઉપર આવે છે. જડ અને ચેતન દ્રવ્ય બંને જો ભેગાં થાય છે તો પોતાની અસલિયતમાં રહી શકતા નથી. સંયોગ થયા પછી બંને તત્ત્વોમાં વિકૃતિ આવે છે. વિકૃતિ જીવનની સમસ્યા છે. બન્ને તત્ત્વો પોતાની મૂળભૂત ક્ષમતા, મૂળભૂત અવસ્થા ગુમાવી બેસે છે. સંયોગને શાસ્ત્રીય પરિભાષામાં બંધ કહે છે. આત્મા અને પુદ્ગલ બંનેનો સંયોગ થવો તેનું નામ બંધ. એ બંધમાં જે મહત્ત્વનો ભાગ ભજવે છે, એવું પુદ્ગલ તત્ત્વનું એક જે ઘટક તેને કહેવાય છે કર્મ. તો કર્મ અને આત્મા બેના સંબંધમાંથી જે કંઇપણ પરિસ્થિતિ ઊભી થાય છે, તેના કારણે ચેતન તત્ત્વ પોતાની અસલિયત સંપૂર્ણપણે ખોઇ બેસતું નથી પરંતુ મૂળભૂત અવસ્થા ઉપર થોડું દબાણ આવે છે અને થોડી સ્થિતિ બદલાઇ
www.jainelibrary.org