________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨ ૨૯ સાધનો દેહાધ્યાસ દૂર કરવા માટે છે. જેટલા પ્રમાણમાં દેહાધ્યાસ છૂટે તેટલા પ્રમાણમાં ધર્મ પરિણમે.
ફરી પુનરાવૃત્તિ કરીને કહું છું કે ધર્મની તમામ સાધનાઓ દેહાધ્યાસ દૂર કરવા માટે છે. જેટલો દેહાધ્યાસ છૂટયો તેટલો ધર્મ પરિણમ્યો અને તેટલા માટે આ જે પ્રથમ અજ્ઞાનતા હતી કે દેહ તે હં, જાણે છે તે આત્મા અને તે હું નહીં, એવી અવળી માન્યતા હતી તે અવળી માન્યતા ફેરવવાનું કામ જેમણે કર્યું તે મારા સદ્ગુરુ છે. ગાડીને ફેરવવી હોય તો ધક્કા મારીને ફેરવવી પડે છે અને રસ્તો બરાબર ન હોય તો ગાડીને ટર્ન આપવો, સ્ટીયરીંગ ફેરવવું જેટલું કઠિન છે તેમ કોઇને ભ્રમ થયો હોય તો તે ફેરવવો, અવળી માન્યતાને ફેરવવી ઘણું કઠિન કામ છે. આપણી અવળી માન્યતા સદ્ગુરુ ફેરવે છે, એ તાકાત સદ્ગુરુમાં છે. માટે સદ્ગુરુને કહ્યું કે આપે અમારો આત્મા ઓળખાવીઓ તે ઉપકાર કયારેય નહિ ભૂલાય. શિષ્ય એમ કહે છે જેવું આત્માનું સ્વરૂપ છે તેવું અમને જણાવ્યું અને અમે જાણ્યું અને અમારામાં પરિણમ્યું તથા વિષય કષાય મોળાં પડ્યાં, રાગ-દ્વેષ મોળાં પડ્યાં, અમે રસ્તે ચડ્યા છીએ. હવે કંઈ મોક્ષ દૂર નથી. “છૂટે દેહાધ્યાસ તો નહિ કર્તા તું કર્મ, નહિ ભોકતા તું તેહનો એ જ ધર્મનો મર્મ.' આ ગાથા પૂરી થાય છે. “એ જ ધર્મથી મોક્ષ છે' આના સિવાય બીજો કોઈ ધર્મ હોઈ શકે નહિ. આ જ ધર્મ છે અને આ જ ધર્મથી મોક્ષ છે તે વાત આગળની ગાથામાં આવે છે તે હવે કરીશું.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org