________________
૨૨૮
પ્રવચન ક્રમાંક – ૯૧, ગાથા ક્રમાંક-૧૧૫-૧ તો ઘણા સુખી છો. તમને થશે કે મારા પાડોશી જેવો નહિ. તે મારા કરતાં વધારે સુખી છે. ઇર્ષ્યાનું દુઃખ છે. સુખ ભોગવે છે પણ સાથે ઈર્ષ્યાનું દુઃખ. સુખ દુઃખ બંને હાજર હોવા છતાં તે કોઈપણ જાતના સંયોગોને ભોગવતો નથી. કારણ? કર્મના ફળથી પણ આત્મા દૂર છે. જેમ કર્મથી આત્મા ભિન્ન છે તેમ કર્મના ફળથી પણ આત્મા ભિન્ન છે. કર્મના ઉદયકાળમાં તેમાં ભળ્યા સિવાય જ્ઞાની પસાર થાય છે અને તે કારણે તેના કર્મો ખરી પડે છે. એ કર્મનું ખરી પડવું તેનું નામ નિર્જરા.
વીતરાગ પરમાત્માના શાસનમાં કેવી કેવી વાતો થઈ છે ? તેની નોંધ લેજો. આજે પણ વીતરાગ પરમાત્માનું શાસન શાસ્ત્રો બધું હાજર છે. સુખ કે દુઃખના સંયોગો બહારના છે તેને મન પર લેતો નથી. મન તે અસરથી મુકત. સંયોગો વચ્ચે પસાર થતી વખતે તે નિમિત્તે ઉત્પન્ન થતી અસરો એટલે કર્મફળથી મુકત થવાની કળા તેનું નામ ધર્મ. આ તો અદ્ભુત કળા છે. જ્ઞાની જાગૃત છે, માટે તે પ્રકારે જ્ઞાની વર્તન કરે છે અને તેથી એના મનમાં રાગ દ્વેષને બદલે વિશુદ્ધ ભાવો ઉત્પન્ન થાય છે. તેનાં કારણે ભ્રમણાઓ ટળી જાય છે. ૧૯૨માં પત્રાંકમાં એક નાનકડી કડી છે. હું દેહાદિ સ્વરૂપ નથી. આ બોલવાની નહિ પણ અનુભવવાની વાત છે. દેહ, સ્ત્રી, પુત્ર આદિ મારાં નથી, શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો હું આત્મા છું. આ ભાવન કરતાં કરતાં દેહાધ્યાસ છૂટે છે. આ ચાવી છે.
આવું શુદ્ધ આત્મ સ્વરૂપ અત્યાર સુધી જાણતાં ન હતાં, તે જાણ્યું અને સદ્ગની હાજરીમાં જાયું, તેમની કૃપાથી જાણ્યું માટે કહે છે કે
અહો ! અહો ! શ્રી સદગુરુ, કરુણા સિંધુ અપાર,
આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. તેનામાં ઘટના ઘટી છે તેથી કહે છે, લાગણીના આવેશમાં તણાઈને નથી કહેતા. તેનામાં મિથ્યાત્વનું બળ ઘટ્યું છે. દેહાધ્યાસ છો એટલે સ્વરૂપનું દર્શન થયું છે અને તે વખતે કર્મના તમામ પ્રકારના ભાવો અને ઉદયોથી જુદો પડ્યો છે, એવી કળા જેની પાસે છે તેને કહેવાય છે ધર્મનો મર્મ.
આ ગાથામાં એક વાતની સ્પષ્ટતા કરી છે. ધર્મનાં તમામ સાધનો દેહાધ્યાસ દૂર કરવા માટે છે. પરંતુ આપણા બધા ઉપાયો તે દેહાધ્યાસ મજબૂત કરવા માટે છે. કેવી રીતે છે? તમે કહો છો કે અમે ગયા હતા જમવા પણ જમવામાં કંઈ ઠેકાણું ન હતું. આઈસ જેવું ઠંડુ પાણી પણ ન હતું. આત્મા હોવા છતાં ધ્યાન બધું શરીર સુખ માટે જ ને ? ગમે તેમ બોલો અને કરો. ઇશાવાસ્ય ઉપનિષદમાં કહ્યું છે કે જે આત્માને જાણતો નથી એવો અજ્ઞાની ભયંકર અજ્ઞાનના ઘોર અંધકારમાં છે પણ જેણે આત્માને જાણ્યા પછી પણ તેનાથી વિરામ પામતો નથી તે તેના કરતાં પણ ઘોર અંધકારમાં છે. જૈનદર્શનના પાયામાં તમામ સાધનાઓ દેહાધ્યાસ દૂર કરવા માટે છે. સૂર્ય ઊગે પછી જ આહાર લેવો. સૂર્ય ઊગ્યા પછી એક કલાકે આહાર લેવો, સૂર્ય ઉગ્યા પછી બે કલાકે લેવો, એમ કરવાથી દેહાધ્યાસ અંશે અંશે ટળે. આ બધા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org