________________
૨૩૦
પ્રવચન ક્રમાંક - ૯૨, ગાથા ક્રમાંક-૧૧૬
પ્રવચન ક્રમાંક - ૯૨
ગાથા ક્રમાંક - ૧૧૬
મોક્ષનું સ્વરૂપ
એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ;
અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. (૧૧૬). ટીકા - એ જ ધર્મથી મોક્ષ છે, અને તે જ મોક્ષ સ્વરૂપ છો; અર્થાત્ શુદ્ધ આત્મપદ એ જ મોક્ષ છે. તું અનંત જ્ઞાન દર્શન તથા અવ્યાબાધ સુખસ્વરૂ૫ છો. (૧૧૬)
આ ગાથા તત્ત્વજ્ઞાનની શિખર વાર્તા છે. અધ્યાત્મ શાસ્ત્ર અને અધ્યાત્મદર્શન તેની ટોચની આ વાત છે. અધ્યાત્મ ક્ષેત્રમાં આથી ઉચ્ચ અને શ્રેષ્ઠ વાત બીજી હોઈ શકે નહિ. માર્મિક રીતે પરમકૃપાળુ દેવે ચરમ શિખરની વાત કરી છે.
પહેલી વાત એ છે કે જગતના જીવો જાણ્યે અજાણ્યે જે કંઈપણ સત્કર્મ કરે છે, શુભ પ્રવૃત્તિ કરે છે, ધર્મ સાધના કરે છે તેઓ ઓધે ઓધે એમ કહે છે કે અમે મોક્ષ માટે કરીએ છીએ. ભારતીય દર્શનોમાં મતભેદ હોઈ શકે પણ તમામ દર્શનો મોક્ષની બાબતમાં સહમત છે. એટલા માટે ભારતમાં ચાર પુરુષાર્થ કહ્યા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ મોક્ષ પુરુષાર્થ એ પરમ પુરુષાર્થ છે અને તમામ ધર્મો આ મોક્ષ પુરુષાર્થની વાત કરે છે. મોક્ષના સ્વરૂપ વિષે મતભેદો છે. મોક્ષના સાધન વિષે મતભેદો છે પણ મોક્ષના સ્વીકાર વિષે મતભેદ નથી. તમે તમારા જીવનમાં જે કંઇપણ ધર્મ સાધના કરો છો તે શા માટે કરો છો ? તો કહો છો કે મોક્ષ પ્રાપ્ત કરવા માટે. ભક્ત ભગવાન પાસે પણ માગે છે. “આપો આપો ને મહારાજ અમને શિવસુખ આપો” હે પ્રભુ ! અમને શિવસુખ એટલે મોક્ષનું સુખ આપો. એમ પણ કહેવામાં આવે છે કે અમે અમારા જીવનમાં જે કંઈપણ સાધના કરીએ છીએ તે મોક્ષપ્રાપ્તિ અર્થે કરીએ છીએ. અમારે મોક્ષ મેળવવો છે, મોક્ષમાં જવું છે. આની પ્રાપ્તિ જો કરવી હોય તો સાધન જોઇશે. તે સાધનનું નામ ધર્મ છે. તમે જે સાધન માનો છો તે નહિ પણ જ્ઞાનીપુરુષે કહેલી વાત તે ધર્મ છે અને એ જ ધર્મથી મોક્ષ છે.
ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન,
પણ તે બંને ભિન્ન છે, જે મ અસિ ને મ્યાન' આ પાયાની વાત કરીને “છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ' દેહાધ્યાસ છૂટી જાય તો તું કર્મનો કર્તા નહિ બને. કર્મનો કર્તા ન રહે તો કર્મો ભોગવવાનાં પણ ન રહે. આ ધર્મનો મર્મ ગુરુદેવ શિષ્યને કહે છે. પછી કહે છે કે અમે જે ધર્મ વર્ણવ્યો છે તે ધર્મથી જ મોક્ષ છે. આ પ્રતીતિ છે, આ અનુભૂતિ છે, અને આ ટંકાર જેવા વચનો છે. અનુભવ વગર પંડિત કે વિદ્વાન આમ ન બોલી શકે. વક્તા ન બોલી શકે. જેને અનુભૂતિ થઈ છે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org