________________
૩૧૮
પ્રવચન ક્રમાંક - ૧૦૪, ગાથા માંક-૧૩૧ તથા ૧૩૨ ધ્યાનમાં રાખી બધાને આપ્યું છે. અહીં સાધક જે ભૂમિકા ઉપર હોય તે પ્રમાણે તેની સાધના હોવી જોઈએ. તટસ્થપણે પોતે પોતાની ભૂમિકા સમજે અથવા સદગુરુ પાસે તે પ્રગટ કરે. પોતાની યોગ્યતા ન હોય અને તે સાધન કરવા જાય તો સાધન ન ફળે અને જે સાધન કરવા જેવું છે તે છૂટી જાય. આ વાતને સમજવા પૂરો પ્રયત્ન કરજો. સાંભળતા સાંભળતા મનમાં ઘણા પ્રશ્નો થશે તે લખી રાખજો. પછી નિરાકરણ કરીશું.
એટલું લક્ષમાં રાખજો કે એક દૃષ્ટિથી જોતાં વસ્તુનું દર્શન પૂરું થઈ શકતું નથી. તમે વસ્તુને સર્વાગીણ દૃષ્ટિથી જુઓ. બે શબ્દો સમજવા જેવા છે. એક પરમાર્થ અને એક વ્યવહાર. આ બે શબ્દો માટે બીજા પણ બે શબ્દો છે. દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય, બે શબ્દો જ્ઞાન નય અને ક્રિયાનય. આ શબ્દો વસ્તુની, વાતની, સ્પષ્ટતા કરવા વપરાય છે. ખાસ કરીને વેદાંત દર્શન અને સાંખ્ય દર્શનમાં ઘણો વિવાદ છે. જૈન દર્શનમાં વિવાદ નથી. વિવાદ પક્ષપાત બુધ્ધિને કારણે કરવામાં આવે છે. એકાંત, આગ્રહ અને પકડ છે તેથી વિવાદ થાય છે. એટલા માટે પરમકૃપાળુદેવે આત્મસિદ્ધિમાં બે શબ્દો આપ્યા. એક શબ્દ છે ક્રિયાજડ અને બીજો છે જ્ઞાનજડ. આ જડ શબ્દ એટલે જે સમજવા જ તૈયાર નથી તેને જડ કહ્યો છે. જેનામાં સમજવાની ક્ષમતા નથી, જે સમજવા કોશિશ જ કરતો નથી અથવા પોતે પોતાને બુદ્ધિશાળી માને છે. પોતાનો જ મત સાચો છે, તેનું મમત્વ છે અને તેને જ વળગીને રહે છે તેને કહેવાય છે જડ. નીતિશાસ્ત્રમાં એક પંડિતે નાનકડી લીટી કહી છે કે રાગદ્દારે સ્મશાને ઘ ચ તિતિ સ વાંધવ: | રાજાને દ્વારે અને સ્મશાનમાં જે ઊભો હોય તેને ભાઈ માનવો. કોઈના હાથમાં આ લીટી આવી. હવે સ્મશાનમાં એક ગઘેડો ઊભો હતો તેણે માન્યું - આ મારો ભાઈ છે. ગધેડાને કયાં ખબર છે કે આ નીતિશાસ્ત્ર વાંચીને આવ્યો છે અને હૃદયથી તે મને ભાઈ માને છે. ગધેડાને આ માણસનો ભય લાગ્યો અને બંને પગેથી લાતો મારવા લાગ્યો. તે માણસે તો આગ્રહ રાખ્યો. ગમે તે થાય પણ ભાઈનો કેડો ન છોડવો. આ જડતાનો નમૂનો.
એક બીજી એવી વાત છે કે આત્મા અબંધ છે. સાચી વાત છે. આત્મા અસંગ છે, શુધ્ધ છે, સિધ્ધ છે, અકર્તા છે, આત્મા નિર્લેષ છે તે પણ સાચી વાત છે. પરંતુ આ કથનો તે આત્માની વર્તમાન અવસ્થાને લક્ષમાં રાખીને નથી. મૂળ અવસ્થાને લક્ષમાં રાખી વાત કરી છે. પાયામાં આત્મતત્ત્વ આવું છે, એટલે આવું માન્યા પછી કહે છે કે દેહમાં રહેલો આત્મા શુધ્ધ છે, બુધ્ધ છે, મુક્ત છે, નિરંજન, નિરાકાર છે, જળકમળવત્ નિર્લેપ છે, અસંગ છે. નિર્વિકલ્પ છે. તેના ઉપર કર્મોની અસર થતી નથી. તો પછી કર્મોથી છોડાવવાની વાત કયાં રહી ? તેથી કોઇ સાધનો વ્રત, તપ, જપ, નિયમ, પૂજા, દયાન, સ્વાધ્યાય અને પ્રતિક્રમણ વિગેરે કરવાની જરૂર નથી. પચાસ ટકા વાત સાચી પણ છે, અને પચાસ ટકા વાત ખોટી પણ છે.
અષ્ટાવક્રજીએ જનકને કહ્યું કે જનક ! બંધ કોને અને મુક્તિ કોને ? આ પણ ભ્રમણા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org