________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૧૯ છે. આત્મા બંધાયેલ નથી. જો બંધાયેલ ન હોય તો તેને મુક્ત કરવાની કે પુરુષાર્થ કરવાની કયાં જરૂર છે? આત્મા અસંગ છે અને કર્મોથી લપાતો નથી અને આત્મા શુધ્ધ જ છે તો તેને શુદ્ધ કરવાની ક્યાં જરૂર છે ? માટે આ ક્રિયાકાંડ, તપ, વ્રત, ભકિત વિ. કરવાની જરૂર નથી. આ વાત નિશ્ચયનયની અપેક્ષાએ બરાબર છે. પરંતુ વ્યવહાર નયની અપેક્ષાથી બરાબર નથી. વ્યવહાર નય એમ કહે છે કે મૂળભૂત રીતે આત્મા શુધ્ધ છે તે ખરું, પરંતુ વર્તમાન દશામાં તે સંસારમાં છે. દેહનાં જન્મ અને મરણમાં તે અટવાયેલો છે. એ દેહમાં છે, કર્મથી બંધાયેલો છે, અવરાયેલો છે. તેના ઉપર કર્મોનું આવરણ છે, કર્મર રહેલી છે. તે પોતે આત્મા હોવા છતાં તેનો અનુભવ પોતે કરી શક્તો નથી. શરૂઆતમાં તો હું આત્મા છું તેમ પણ માનતો નથી. તો આત્મા સિધ્ધ છે, શુધ્ધ છે તે કેમ કહી શકાય ? માટે આ વાત બરાબર નથી.
આત્મા શુધ્ધ છે તે નિશ્ચયનયની અપેક્ષાથી છે અને આત્માને શુધ્ધ કરવાનો છે તે વ્યવહારનયની અપેક્ષાથી છે. શુધ્ધ કરવાનો હોય ત્યાં સાધનાની જરૂર, સાધન અને ઉપાયની જરૂર. તપ, વ્રત, અનુષ્ઠાન, સ્વાધ્યાય, સત્સંગ બધું જોઈશે. આ નહિ હોય તો કામ નહિ થાય.
નિશ્ચિયવાણી સાંભળી, સાધન તજવાં નો'ય,
નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. ૧ ૩૧ પ્રચલિત જૈન સમાજમાં આ વિવાદ છે. વિવાદ હંમેશા ગેરસમજણ હોય ત્યાં જ થાય. અંબાલાલભાઈએ બહુ સંક્ષેપમાં ટીકા લખી છે. અસંગ છે, સિધ્ધ છે એવી નિશ્ચયનયની એકાંતવાણી સાંભળીને સાધન તજવા યોગ્ય નથી. જેનાથી આત્મા શુધ્ધ થાય, સિધ્ધ થાય અને અસંગ અવસ્થાને પ્રાપ્ત કરે તે માટે આ નિશ્ચય લક્ષમાં રાખીને વર્તમાનમાં વ્યવહારનયની અપેક્ષાએ વિશેષ સાધના કરવી અનિવાર્ય છે. આત્મા શુધ્ધ છે અને વર્તમાનમાં અશુધ્ધ છે તે બંને વાત સ્વીકારવાની છે. આવો સ્વીકાર જેમણે કર્યો તેણે નિષ્પક્ષપાતપણે જૈન દર્શનનો
સ્વીકાર કર્યો કહેવાય. પરંતુ જો કોઈ એમ કહે કે આત્મા અસંગ છે, શુધ્ધ છે, મુક્ત છે, નિર્લેપ છે. હવે તેને કંઈ કરવાની જરૂર નથી. બાકી બધું કરવાનું. ધંધો કરો. કુટુંબ સાથે રહો, ખાવ પીવો અને મઝા કરો પરંતુ ધ્યાન કે સાધના કરવાની જરૂર નથી. વ્રત, તપ આદિ કરવાની જરૂર નથી, કારણકે આત્મા તો શુધ્ધ, બુધ્ધ, મુક્ત છે. આ સાચું જ્ઞાન નથી. આ જ્ઞાન વિપરીત પરિણમ્યું કહેવાય. શુષ્કજ્ઞાનના વિચાર કરનારને શુષ્કજ્ઞાની કહ્યો છે. તેના માટે પહેલાંજ ગાથા આવી ગઈ છે કે,
બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહી,
વર્તે મોહાવેશમાં, શુષ્ક જ્ઞાની તે આંહી. સ્ટેશન ઉપર થોડાં માણસો પડ્યાં પાથર્યા રહેતાં જ હોય છે. ખાવું, પીવું, સૂવું બધો સંસાર ત્યાં જ. બીજી કોઈ જવાબદારી નથી. આ લુખ્ખા લોકો છે, તેમ શુષ્કજ્ઞાનીઓની પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org